Browsing: ફિલ્મ જગત

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાજકોટ અમદાવાદ હાઇવે પર બગોદરા અને બાવળા પાસે દરોડો પાડી 62.31 લાખની કિંમતનો 19178 બોટલ દારૂ પકડી પાડવામાં આવ્યો છે. જેમાં બગોદરા પાસેથી ઝડપાયેલો દારૂ હરિયાણાથી ભરાઈને રાજકોટ આવી રહ્યો હતો જ્યારે બાવળા પાસેથી પકડાયેલો દારૂ થાન પહોંચાડવાનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 11988 બોટલ દારૂ મળી આવ્યોસ્ટેટ મોનિટરિંગ સેલના PSI ડી.જે.બારોટે બાતમીના આધારે અમદાવાદથી રાજકોટ જતાં હાઈ-વે ઉપર સાવંતી જૈન મંદિર સામે રામનગર વિસ્તારમાંથી પસાર થઈ રહેલા ટ્રેલર નં. આરજે.14.જીઈ.7077ને અટકાવી તેની તલાશી લેતાં તેમાંથી સોડા જેવા પાઉડર ભરેલી 320 ગુણીઓ મળી આવી હતી. આ પછી ગુણીઓ હટાવીને ટ્રક ચેક કરવામાં આવતાં તેમાંથી…

Read More

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રવિવારે વહેલી સવારે મર્સિડીઝ કારે બાઇકને ઉલાળતાં બાઇકચાલક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, આ ઘટનામાં પોલીસે કારમાલિક અને કાર લઇ જનાર તેના ભત્રીજાની પૂછપરછ કરતાં બંનેએ દોષનો ટોપલો ડ્રાઇવર પર નાખ્યો હતો, અને ડ્રાઇવર ભૂગર્ભમાં ઉતરી ગયો હોય પોલીસે ઘટના સમયના તમામના મોબાઇલ લોકેશન પર તપાસ કેન્દ્રિત કરી હતી. માધાપર ચોકડી પાસે રહેતા મયુર તુલસીભાઈ તન્ના નામનો યુવાનનો કાર ચાલકે ભોગ લીધો હતો. કાર નંબરના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જી. જાડેજા સહિતની ટીમે તપાસ કરતાં કાર મનહર પ્લોટમાં રહેતા બિલ્ડર પરેશ નાથા ડોડિયાની હોવાનું ખૂલતાં પોલીસે પરેશને બોલાવ્યો હતો, પરેશે પોલીસ…

Read More

વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે ચાલતી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી સીધું જ લંગર નાખીને કરાતી વીજચોરી પકડી પાડવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા માથાના દુખાવા સમાન વીજચોરીનું દૂષણ ડામવા સતત વીજચેકિંગ કરવામાં આવે છે, પરંતુ વીજચોરી કાબૂમાં આવતી નથી. તેવામાં હવે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પણ વીજચોરી કરવામાં આવતી હોય ચેકિંગ કરવામાં આવ્યું હતું. વીંછિયાના મોટા માત્રા ગામમાં ચાલી રહેલી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી હતી જેમાં વીજચોરી કરવામાં આવતી હોવાની રાજકોટ પીજીવીસીએલ ગ્રામ્ય વર્તુળ કચેરીને બાતમી મળી હતી. જેને લઈને તા.12મીએ નાયબ ઈજનેરો અને જુનિયર ઈજનેરોની ટીમ બનાવવામાં આવી હતી અને ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોલીસના બંદોબસ્ત સાથે રાખી ત્રાટકી હતી. આ…

Read More

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી તા.16 મેના રોજ કરવામાં આવે છે. આ દિવસ મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે. ડેન્ગ્યુ એ એડીસ ઈજિપ્તી મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો થવાથી ઉત્પન્ન થાય છે. સ્વચ્છ પાણી ભરીને રાખેલા વાસણોમાં આ મચ્છર જન્મ લેતા હોય છે. રાજકોટ શહેરમાં ગત વર્ષે ડેન્ગ્યુના 267 કેસ નોંધાયા હતા જ્યારે ચાલુ વર્ષે 18 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં ગત વર્ષે 145 કેસ નોંધાયા હતા અને ડેન્ગ્યુને કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 15 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગર…

Read More

રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલમાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સંતોએ મંદિરનું બાંધકામ કર્યું છે. આ બાંધકામ હાલ અટકાવાયું છે અને તેને લઈને તપાસના આદેશ અપાયા હતા જે કમિટીએ પોતાની તપાસ પૂરી કરી છે અને બુધવાર સુધીમાં કલેક્ટરને પોતાનો અભિપ્રાય પણ સુપ્રત કરી દેશે. પ્રાંત અધિકારી શહેર-1 તેમજ ડીઆઈએલઆરના અધિકારીઓની બનેલી તપાસ કમિટીએ ટ્રસ્ટ અને સામે પક્ષે ફરિયાદ કરનારા બંને પાસેથી વિવિધ ડોક્યુમેન્ટ મેળવ્યા હતા અને જવાબ અને પ્રતિજવાબોની પ્રક્રિયા કરી હતી. બાદમાં બંનેના મેળવીને રિપોર્ટ સોંપાય તે પહેલાં જ તેનો ટૂંકસાર ગત સપ્તાહે જ જિલ્લા કલેક્ટરને આપી દીધો હતો. હવે આ તપાસ પૂરી થતા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને અભિપ્રાય અપાશે અને ત્યારબાદ…

Read More

તંત્ર નિષ્ક્રિય, ભૂમાફિયા સક્રિય; ગામની નદી બૂરી દેવાતા ચોમાસામાં પાણી ગામમાં ભરાઈ જવાની દહેશત રાજકોટ શહેરની નજીકના ગામોમાં ગૌચર અને સરકારી ખરાબા હડપી લેવાના કૌભાંડ મોટાપાયે ચાલી રહ્યા છે કારણ કે, આવા કિસ્સાઓમાં તંત્ર જ આળસુ રહે છે. તંત્રના ધ્યાને આવવા છતાં નિષ્ક્રિય રહીને ભૂમાફિયાઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. આવું જ કાંગશિયાળી ગામમાં થયું છે જ્યાં જમીન માલિકોએ ગૌચરમાં ગેરકાયદે રસ્તો તો બનાવ્યો પણ સાથે જ નદીને પણ બૂરી દીધી છે. કરોડોની જમીન હડપ કરી જવા મામલે પંચાયતે નોટિસ આપી છતાં હજુ કામ અટક્યું નથી. કાંગશિયાળી ગામ પાસે સરવે નં. 394ની જમીન છગન રૂપાપરા અને જયંતી રૂપાપરા તેમજ સરવે નં.…

Read More

રાજકોટ શહેરનાં હેમુગઢવી ઓડિટોરિયમ ખાતે આજે એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના રેલમંત્રી દર્શનાબેન જરદોસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જુના રેલવે મંત્રીઓ માત્ર વાયદાઓ કરતા હતા, અમે પરિણામો તરફી કામ કરીએ છીએ, ટૂંક સમયમાં સૌરાષ્ટ્રનાં સોમનાથ-દ્વારકા સહિતનાં સ્ટેશનોનું આધુનિકરણ થશે. આધુનિકરણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.દર્શનાબેન જરદોસનાં જણાવ્યા મુજબ આઝાદી બાદ આટલા વર્ષોમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થવું જોઈએ જેમ કે, કેબલિંગ-ડબલિંગ-પ્લેટફોર્મ સહિતનો વિકાસ થવો જોઈએ તે અગાઉના રેલમંત્રીઓએ માત્ર વાયદા કર્યા છે. જ્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની ડબલ એન્જીન સરકાર રેલવેના વિકાસ માટે કામ કરી રહી…

Read More