વાંકાનેર ના પંચાસિયા ગામે નવ નિયુક્ત રાજ્યસભા સાંસદશ્રીકેસરીદેવસિંહજી ઝાલા નું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું વાંકાનેર પંચાસિયા ગામે શ્રી રામજી મંદિર ખાતે રાજ્ય સભાના નવ નિયુક્ત સાંસદ મહારાણા રાજસાહેબશ્રી કેસરીદેવસિંહજી ઝાલાનું રાતિદેવરી જિલ્લા પંચાયત સીટ દ્વારા ભવ્યતી ભવ્ય સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગુલમાહંમદભાઈ બ્લોચ તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેર સહિત પ્રદેશના હોદ્દેદાર શ્રીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ, વાંકાનેર તાલુકા/શહેર સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગામ આગેવાનો, તાલુકા/શહેરના વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો, પૂર્વ નગરપાલિકા સદસ્ય, તેમજ કાર્યકર્તાઓએ ખાસ હાજર રહ્યા.
કવિ: wcity
ઇન્ડિયન પોસ્ટ વિભાગના નોટિફિકેશન પ્રમાણે કુલ 30,041 જાહેરાત બહાર પાડી છે.જેમાંથી ગુજરાતમાં પોસ્ટ વિભાગમાં 1850 જગ્યાઓ ઉપર ભરતી થવા જઇ રહી છે જે ઉમેદવારો ગુજરાત પોસ્ટલ વિભાગની નોકરી મેળવવા ઈચ્છે છે તેઓએ GDS ભરતી માટે જરૂરી પાત્રતા પૂર્ણ કરવી આવશ્યક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 23 ઓગસ્ટ, 2023ના રોજ અથવા તે પહેલાં ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરી શકે છે.ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2023 માં ભાગ લેવા ઇચ્છુક તમામ ઉમેદવારોએ માન્ય શૈક્ષણિક બોર્ડમાંથી 10મું પાસ કરેલ હોવું આવશ્યક છે. નોટિસ મુજબ, 18 વર્ષથી 40 વર્ષની વયના અરજદારોએ અધિકૃત વેબપોર્ટલIndia Post GDS Online Form 2023 (30,041 Posts) – MaruGujarat.in Official Website…
વાંકાનેર : વાંકાનેર શહેરમાં વાંઢા લીંમડા ચોકમાં જીજે-૩૬-યુ-૩૩૫૦ નંબરની રીક્ષાના ચાલકે બાઈક ચાલક પ્રકાશભાઈ દેવશીભાઇ ધરોડીયાને ટટક્કર મારતા પ્રકાશભાઈને ઈજાઓ પહોંચતા રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
Happy Birthday : વાંકાનેર સિટી પોલીસમાં ફરજ બજાવતા તાજુદ્દીનભાઈ શેરસીયાની દિકરી ઈનાયાનો આજે જન્મદિવસ… વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા તાજુદ્દીનભાઈ શેરસીયાની દિકરી ઈનાયાનો આજે જન્મદિવસ છે, જે આજે પોતાના જીવનના ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, જેથી આજે તેમના પરિવારજનો પર સગા-વહાલા, મિત્રો તથા પોલીસ પરિવાર તરફથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
રાષ્ટ્રપતિએ સહી કરી: ગેઝેટમાં પ્રસિધ્ધ : દિલ્હીમાં અધિકારીઓની નિયુક્તિ- બદલી સહિતના નિર્ણયો લેફ.ની મંજુરીને આધીન: વિધાનસભા પર પણ આડકતરો ‘કબજો’ નવી દિલ્હી: સંસદ દ્વારા મંજુર કરવામાં આવેલા દિલ્હી સેવા ખરડાને રાષ્ટ્રપતિની મંજુરી મળતા જ હવે તે કાનૂન બની ગયા છે અને તેની સાથે પાટનગરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર લેફ. ગવર્નર ‘સુપરબોઝ’ બની ગયા છે અને અધિકારીઓની નિયુક્તિ-બદલી વિ.માં તેઓ આખરી સતા હશે. આ સપ્તાહે રાજયસભામાં પણ સરકારે ભારે બહુમતીથી પસાર કરાવી લેતા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષોને ભારે ફટકો પડયો હતો અને આજે રાષ્ટ્રપતિએ આ ખરડા પર સહી કરીને મંજુરી આપતા હવે ગેઝેટમાં પણ અપીલ કરી દેવાતા તે અમલી બની ગયો…
જો કોંગ્રેસ ટિકિટ આપે તો 2024માં લોકસભા ચૂંટણી લડવા તૈયાર છું : મુમતાઝ પટેલ સક્રિય રાજકારણમાં પોતાના પ્રવેશને લઇને સ્વ. અહમદ પટેલના પુત્રીનું મહત્વનું નિવેદન ભરૂચ, તા. 12જો કોંગ્રેસ ટિકિટ આપશે તો ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર છું આ શબ્દો ઉચ્ચાર્યા છે કોંગ્રેસના ચાણકય ગણાતા સ્વ. અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે સક્રિય રાજકારણમાં કયારે આવશે તેને લઇને વર્તુળોમાં ચર્ચા વચ્ચે મુમતાઝ પટેલે આ મહત્વનું નિવેદન કર્યુ છે. મુમતાઝ પટેલે જણાવ્યું કે, જો કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપશે, તો ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવા તૈયાર છે. હાલ તો હું ભરૂચમાં લોકસંપર્ક કરી રહી છું. 2024માં મે તક મળશે, તો…
વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાંથી સીટી પોલીસે એક્ટિવા મોટર સાયકલમાં મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂ.750 લઈને નીકળેલા આરોપી મનીષ મનસુખભાઇ રાઠોડને 20 હજારની કિંમતના એક્ટિવા સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા વૈશાલીબેન ઉર્ફે સંગીતાબેન કાંતિલાલ વોરા ગત તા.25/1/2023ના રોજ એસિડ પી જતા પ્રથમ વાંકાનેર બાદમાં રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડયા બાદ સારવારમાંથી રજા આપ્યા બાદ ઘેર આવી ગયા હતા. જ્યા અચાનક જ તેમનું શરીર ઠંડુ પડી જતા મૃત્યુ નિપજ્યુ હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે
ગોંડલમા લોકોથી ધમધમતા વિસ્તારમાં એસએમસીના દરોડા,માંડવી ચોક શાકમાર્કેટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યું વરલી મટકાનું જુગારધામ… ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર સ્ટેટ મોનિટરીંગ સેલએ દરોડાઓ પાડયા છે.દરોડા દરમિયાન લાખો કરોડોના ઈગ્લીશ અને,દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.રાજકોટ જિલ્લા રૂલર પોલીસથી લઈને સ્થાનિક પોલીસના કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી હોવા છતા પણ દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ બંધ થવા પામેલ નથી.ત્યારે ગોંડલના હદયસમા માંડવી ચોક વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ પોલીસે દરોડો પાડીને વરલી મટકાનું જુગારધામ ઝડપી પાડ્યુ હતું.સ્થાનિક પોલીસને ઉંઘતા રાખીને પોલીસે ઝડપી પાડેલ જાહેરમાં ઝડપાયેલ જુગારધામ સામે સ્થાનિક બીટ જમાદાર સહિતના પોલીસ સામે અનેક સવાલો ઉઠવા પામેલ છે.તો બીજી…
વાંકાનેરના ઢુંવા અને હસનપરમા પોલીસના બે દરોડમા 12 જુગારી ઝડપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકા અને સીટી પોલીસ ટીમે જુગાર દરોડા અંગેની બે અલગ અલગ કાર્યવાહીમાં કુલ 12 જુગારીઓને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા ગામે માટેલ રોડ ઉપર રહેણાંક મકાન પાછળ દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કરણભાઇ નારણભાઇ મકવાણા, નીલેશભાઇ પોપટભાઇ ભામાણી, ધીરજભાઇ ઉર્ફે અજય માવજીભાઇ બાવળીયા, સંજયભાઇ માવજીભાઇ વાળા, રાજુભાઇ પરસોત્તમભાઇ મકવાણા, અજયભાઇ સુરેશભાઇ લીંબડીયા અને વીજયભાઇ ભુપતભાઇ રોજાસરાને રોકડા રૂપિયા 11,230 તેમજ રૂપિયા 90 હજારની કિંમતના ત્રણ મોટર સાયકલ સહિત 1,01,230ના મૂળમાલ સાથે ઝડપી…