2000 લીટર આથો 600 લીટર દેશી દારૂ સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી સમાન જબરદસ્ત ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યોવિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે મોટા પાયે દેશી દારૂ બનાવવામા આવી રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી રસિક છનાભાઈ અબાસણીયા રહે. રાતાવિરડા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી 600 લીટર દેશી દારૂ, 2000 લીટર દેશી દારૂ બનાવવા માટેનો ઠંડો આથો તેમજ રૂ. 10,900ના ભઠ્ઠીના સાધનો સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી રસિક…
કવિ: wcity
વાંકાનેર : હેન્ડલ લોક કરેલા વાહનો પણ તસ્કર ચોરી જતા હોય છે ત્યારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે આવેલ રાજા કેટલ ફીડ નામના કારખાનાના પાર્કિંગમાંથી અમીભાઈ હાજીભાઈ કડીવારના પુત્રનું હેન્ડલ લોક ખરાબ થઈ ગયેલ અને ડાયરેકટ કરેલ રૂપિયા 10 હજારની કિંમતનું બાઈક તસ્કર ચોરી કરી લઈ જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સ્ટેશનથી 800 મીટર દૂર જ નશીલા પદાર્થનો કાળો કારોબાર ઝડપાયો વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ મથકના જુના બિલ્ડીંગની દીવાલને અડોઅડ તેમજ સીટી પોલીસ મથકથી માત્ર 800 મીટર દૂરથી ચા, પાન, બીડીની કેબિનમાંથી સ્થાનિક પોલીસે નશીલા પદાર્થનો કાળો કારોબાર ઝડપી લઈ 200 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લઈ એનડીપીએસ એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમને વાંકાનેર યાર્ડના ગેઇટ સામે જુના વાંકાનેર સીટી પોલીસ મથકના બિલ્ડીંગની દીવાલની અડોઅડ આવેલી ચા, પાન અને બીડીની કેબિનમા નશીલા પદાર્થનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડતા આરોપી નૂરમામદ હાજીભાઈ મકવાણા રહે. લક્ષ્મીપરા…
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમી પકડાયા વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે થી કોટડા નાયણી જવાના રસ્તા પર રાતના સમયે લાઇટ ના અજવાળું કરી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી કુલ 12.300 મુદ્દા માલ સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગ ફરતા દરમિયાન અગાભી પીપળીયા થી કોટડાનાયણી ની જવાના રસ્તા ઉપર લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા (૧) ભીખાભાઈ ભગવાનભાઈ કાનજીયા(૨) જગદીશભાઈ ઉર્ફે કાળુભાઈ શામજીભાઈ ઘેટીયા(૩) શાંતિલાલ અંબાલાલ મારુ(૪) હરખાભાઈ જીવરાજભાઈ ઘેટીયા(૫) મહેન્દ્રભાઈ ઉર્ફે નંદાભાઈ ગોપાલભાઈ શેરસીયા સહિત ને પકડીને કુલ રોકડા રૂપિયા 12.300 કબજે કરીને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી…
ટીપુ સુલતાનની તલવારને ‘સુખેલા-શક્તિનું’ પ્રતિક કહેવામાં આવે છે.મૈસુર પાર શાશન કરનાર ટીપુ સુલતાનની તલવાર ૧૪ મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે ૧૪૨.૮ કરોડમાં વેંચાઈ
5250 લીટર આથો કબજે: ગોંડલના કમઢિયા ગામે એક મહિના સુધી દારૂની ભઠ્ઠી ચલાવનાર ધીરુ મેરે હડમતાળામાં દેશીનો અડ્ડો શરૂ કર્યો હોવાનું ખુલ્યું: 3.50 લાખના મુદ્દામાલ સાથે ચારની ધરપકડ, મહિલા સહિત ચાર ફરાર: સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી સ્થાનિક પોલીસની ઉંઘ ઉડાડી ! રાજકોટ સહિત આખા ગુજરાતમાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી ઉપરાંત જુગારની પ્રવૃત્તિને અટકાવવા માટે ધડાધડ દરોડા પાડી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે આજે કોટડા સાંગાણીના હડમતાળા ગામની સીમમાં એક મહિનાની ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતાં બૂટલેગરો તેમજ પ્યાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાના સ્થળ પરથી 5250 લીટર આથો સહિત 3.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ફરાર થઈ…
વાંકાનેરની પરિણીતાને મારવા મજબુર કરનાર કેસમાં પતિને સજા મોરબી કોર્ટે સજા ફટકારી વાંકાનેરની પરણીતાને મરવા મજબુર કરવાના કેસમાં નામદાર મોરબી કોર્ટે મૃત્યુ પામેલા જેઠને એબેટ કરી જેઠાણી તેમજ જેઠાણીની પુત્રીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવાની સાથે પરિણીતાના પતિને સાત વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયાના નીતાબેન ગણાત્રાના લગ્ન વર્ષ 1993માં વાંકાનેર શહેરમાં રહેતા રાજુભાઈ ચુનીભાઈ રાજવીર સાથે લોહાણા જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન બાદ નીતાબેનને પતિ રાજુભાઈ જેઠ રસિકભાઈ જેઠાણી જસ્મીનબેન તથા જેઠની પુત્રી પૂજા નાની નાની બાબતોમાં દુઃખ ત્રાસ આપવાની સાથે નીતાબેનના પતિ રાજેશભાઈ ઉર્ફે રાજુને વાડીમાં કામ કરતી મહિલા તેમજ…
સતામાં આવ્યા પછી કોંગ્રેસના મંત્રીએ આપ્યા સંકેત: બાન હટશે તો ફરી રાજકારણ ગરમાશે બેંગ્લુરુ (કર્ણાટક) કર્ણાટકમાં કોંગ્રેસની સારવાર આવતા હવે શિક્ષણ સંસ્થાઓમાં લાગેલા હિજાબ પરનો પ્રતિબંધ હટી શકે છે. આ મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારના મંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેના પુત્ર ખરડેએ સંકેત આપ્યા છે અને આગામી દિવસોમાં આ મામલે રાજકીય ગરમાવો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, એમ્નેસ્ટી ઈન્ડીયાએ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવા પર ભાજપ સરકાર દ્વારા શિક્ષણ સંસ્થાઓમાં લગાવવામાં આવેલ હિજાબ બાન હટાવવાની માંગણી કરી હતી. જેને લઈને મંત્રી પ્રિયાંક ખરગેએ હવે મોટી વાત કરી છે કે આદેશની સમીક્ષા થશે અને જરૂર પડી તો તે આદેશ હટાવી પણ…
વાંકાનેર : વાંકાનેર જીઆઇડીસી રોડ ઉપર સીબીઝેડ મોટર સાયકલ લઈને જઈ રહેલા પ્રફુલ ઉર્ફે લાલો વિરજીભાઈ સાથળીયાનું બાઈક દીવાલ સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોચતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે
મોરબી જિલ્લામાં એકસાથે 60 પોલીસ કર્મીઓની બદલી કરતા એસપી મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલીનો ઘાણવો ઉતાર્યો છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 60 પોલીસ કર્મીઓના બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં જીલ્લા તમામ પોલીસ મથકો મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, વાંકાનેર તાલુકા, વાંકાનેર સિટી, ટંકારા તાલુકા, માળિયા તાલુકા, મહિલા પોલીસ સ્ટેશન તેમજ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI સહિતના કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.