નાસાનું આગામી આર્ટેમિસ મિશન પણ ચંદ્રયાન-3 ના આંકડાના આધારે કામ કરશેનવી દિલ્હી: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલીવાર કોઈ યાન પહોંચ્યું છે. ભારતના આ મિશનનો ફાયદો માત્ર આપણને જ નહીં, પુરી દુનિયાને મળશે. ઈસરોની સાથે મળીને કામ કરતી દુનિયાની અન્ય અંતરિક્ષ એજન્સીઓ પણ તેનું વિશ્ર્લેષણ કરશે. ખાસ કરીને અમેરિકી એજન્સી નાસાનું આગામી આર્ટેમિસ મિશન પણ તેના આંકડાના આધારે કામ કરશે. લેન્ડીંગ બાદ પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર 14 દિવસ સુધી ફરી ફરીને આંકડા એકત્ર કરશે. તેમાં લાગેલા બે ઉપકરણોમાંથી અલ્ફા પાર્ટિકલ એકસ-રે સ્પેકટ્રોમીટર ચંદ્રની સપાટીનું રાસાયણીક વિશ્ર્લેષણ કરશે જયારે બીજું લેસર ઈન્ડયુસ્ડ બ્રેકડાઉન સ્પેકટ્રોસ્કોપ સપાટી પર ધાતુને શોધીને અને તેની ઓળખ…
કવિ: wcity
બ્રિકસ સમિટના ફોટોસેશન દરમ્યાન જયારે વડાપ્રધાન મોદી સાઉથ આફ્રિકાનાં પ્રેસિડેન્ટ સિરિલ રામફોસા સાથે મંચ પર પહોંચ્યા તો તેમને મંચ પર તિરંગો પડેલો જોવા મળ્યો. વડાપ્રધાને ક્ષણનોય વિલંબ કર્યા વિના નીચા વળીને તરત એ તિરંગો ઉઠાવ્યો અને સંભાળીને પોતોના જેકેટમાં રાખી દીધો. આ દરમ્યાન રામફોસાએ પણ નીચે પડેલ પોતાના દેશનો ફલેગ ઉઠાવ્યો પણ તે તેમણે તેના સ્ટાફને સોંપી દીધો, જયારે એક અધિકારીએ મોદી પાસેથી પણ તિરંગો લેવાની વિનંતી કરી તો તેમણે વિનમ્રતાથી ઈન્કાર કરી દીધો.
વાંકાનેર મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ વીર જવાનોને રાખડી મોકલી વાંકાનેર શહેર ખાતે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા આગામી રક્ષાબંધન તહેવાર નિમિત્તે દેશના સૈનિકોની રક્ષા માટે રાખડી મોકલવામાં આલી હતી. આ તકે આર્મી ઓફિસર સુબેદાર દેવેન્દ્રસિંહ તથા નિવૃત્ત આર્મી ઓફિસર કૃષ્ણસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા…. આ કાર્યક્રમમાં મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રીમતી શીતલબેન શાહ દ્વારા શાબ્દિક અભિવાદન કરી આર્મી ઓફિસરને પ્રતીકરૂપે રાખડી બાંધવામાં આવી હતી. જે બાદ વિધાર્થિનીઓએ દેશભક્તિ ગીત ગાઈ કાર્ડ બનાવી રાખડીઓ આપી દેશની સરહદ પર ફરજ બજાવતા સૈનિકોની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. આ તકે ઉપસ્થિત આર્મી સુબેદારશ્રી તથા…
ભણેલા ગણેલા નોકરી માટે ફાંફા મારે અને અભણ નેતાજીને પ્રવાસ ભથ્થા આપવામાં સરકારે તિજાેરી જ ખૂલ્લી મૂકી દીધી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખો માટે સરકારે નાણાની તિજાેરી ખૂલ્લી મૂકી દીધી છે. તેમના પ્રવાસ ભથ્થામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખને પ્રવાસ ભથ્થા પેટે રૂા.૮૦,૦૦૦ મળતા હતા તેમાં વધારો કરીને હવે સીધા ૧ લાખ ૩૦ હજાર કરી આપવામાં આવ્યા છે. આવી જ રીતે તાલુકા પંચાયત પ્રમુખને અગાઉ પ્રવાસ ભથ્થા પેટે ૪૦,૦૦૦ મળતા હતા તેમાં વધારો કરીને હવે સીધા રૂા.૬૦,૦૦૦ કરી આપવામાં આવ્યા છે. બોલો, છે ને નેતાજીઓને જલસા, આવા જલસા ક્યાંય જાેવા મળશે નહી. મોંઘવારીનો માર આ…
ગેરકાયદે હથિયાર વેંચાણ નેટવર્કમાં કાશ્મીર કનેકશન ગુજરાત પોલીસનું જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન : નિવૃત સૈન્ય જવાન – ગનશોપ માલિકની સંડોવણીનો ખુલાસો, કુલ 12ની ધરપકડ: બનાવટી લાયસન્સ પર હથિયારો વેંચતા હતાઅમદાવાદ તા.22 : ડુપ્લીકેટ લાયસન્સના આધારે હથિયારો વેચતી કાશ્મીરી ગેંગનો પર્દાફાશ થયો છે. સોલા પોલીસે આસામ રાઈફલના નિવૃત જવાનને હથિયાર સાથે ઝડપીને તપાસ કરતા હથિયારના બનાવટી લાયસન્સના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમા જમ્મુમાં રહેતા રસપાલકુમાર અને ગનશોપનુ નામ પોલીસ તપાસમાં સામે આવતા સોલા પોલીસે જમ્મુ-કાશ્મીરમાં 12 લોકોની ટીમ સાથે ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમા પોલીસે એકસ આર્મીમેન રસપાલકુમાર ચંદગાલ, ગન હાઉસના માલિકના પુત્ર ગૌરવ કોતવાલ અને મેનેજર સંજીવ શર્માની ધરપકડ કરી પૂછપરછ…
વાંકાનેર ના ધમલપર ગામે જુગાર રમતા સાત પત્તા પ્રેમી પકડાયા વાંકાનેર ના ધમલપર ગામે સ્ટ્રીટ લાઇટ ના અજવાળી જાહેરમાં જુગાર રમતાસાત પતા પ્રેમી11.420 રોકડા રૂપિયા સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી સચોટમીના આધારે ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરની સામે શેરીમાં રેડ કરતા ત્યાંથી જાહેરમાં જુગાર રમતા (૧) દીપકભાઈ ગોકળભાઈ બાવરવા(૨) વિજયભાઈ દેવરાજભાઈ બાવરવા(૩) દીપકભાઈ દેવશીભાઈ અબાસણીયા(૪) અશ્વિન ઉર્ફે અશોકભાઈ રઘુભાઈ અબાસણીયા(૫) નવઘણભાઈ ચતુરભાઈ અબાસણીયા(૬) વિપુલભાઈ કાનજીભાઈ બાવરવા(૭) રમેશભાઈ વાલજીભાઈ બાવરવા તમામ રહે ધમલ પર તાલુકો વાંકાનેર પકડીને કુલ મુદ્દામાલ 11.420 કબજા કરી જુગાર દ્વારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 92,400 સાથે નવ શખ્સો ઝડપાયાં…. વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધારમ ધમધમતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નવ શખ્સને રોકડ રકમ રૂ. 92,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામની બંધારની સીમમાં અરણીટીંબાના સીમાડે આરોપી જાહીરઅબ્બાસ મામદહુશેન ચૌધરી નામના શખ્સ દ્વારા પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાં જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી આરોપી ૧).…
પોરબંદર હત્યા કેસમાં રાજકોટ જીલ્લા જેલમાં જેલવાસ ભોગવતા કાંધલ જાડેજાની તબિયત લથડતા તેને પોલીસ જાપ્તા હેઠળ ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો હતો, જયાંથી નાસી જવાના કેસમાં કોર્ટે તેને દોઢ વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઈ કાંધલભાઈએ તેઓના એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી. જે અપીલના કામે અગાઉ એક વર્ષ જેલમાં રહી ચુકેલા કાંધલ જાડેજાને હવે વધુ સમય જેલમાં ન મોકલતા તેમની છ માસની સજા કોર્ટે માફ કરી નામદાર નીચેની કોર્ટમાં હુકમમાં સજાના હુકમમાં છ માસની સજાનો ઘટાડો કરતો હુકમ કરેલ હતો.ધારાસભ્ય કાંધલ જાડેજા ૨૦૦૯ દરમ્યાન પોરબંદરમાં થયેલ હત્યાના ગુનામાં રાજકોટ જીલ્લા જેલમાં ૨હેલ હતા. ત્યાંથી…
સુપ્રીમ કોર્ટે (Supreme Court) દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપીને એક મોટો નિર્ણય લીધો છે. 27 સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે અથવા આવતીકાલે સવારે પીડિતા હોસ્પિટલ જઈને ગર્ભપાત કરાવી શકે છે.મેડિકલ બોર્ડનો રિપોર્ટ જોયા બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર – મહિલાનો ગર્ભપાત થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે તબીબી પ્રક્રિયા બાદ જો ભ્રૂણ જીવીત હોવાનું જાણવા મળે છે તો હોસ્પિટલે ગર્ભના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવી પડશે. સરકારે કાયદા અનુસાર બાળકને દત્તક આપવા માટે કાયદા મુજબ પગલાં…
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે વાડીએ રહેતા યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે અનિલભાઈ પરમારની વાડીએ અજયભાઈ મહેશભાઈ નાઈ (૨૧) નામના યુવાને તા. ૧૬/૮ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી…