વાંકાનેરના મેસરીયા પાસે ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા પાંચ વર્ષના બાળકનું મોત વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના બસ સ્ટેશન પાસે ઇકો ગાડીના ચાલકે પાંચ વર્ષના માસુમ બાળકને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા ઇકો ગાડીના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં કોઠારીયા પાસે પેટ્રોલ પંપ નજીક…
કવિ: wcity
વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં રમતા રમતા પાણીની ડોલમાં પડી ગયેલ ૧૦ મહિનાની બાળકી સારવારમાં વાંકાનેર તાલુકાના ઢુવા અને લાકડધાર રોડ ઉપર આવેલ કંપનીમાં પાણીની ડોલમાં રમતા રમતા પડી જવાથી ૧૦ મહિનાની બાળકીને ઇજા થયેલ હતી જેથી કરીને તેને ઇજા થયેલ હોવાથી બાળકીને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા અને લાકડધાર રોડ ઉપર આવેલ કનકોટ કંપની ખાતે રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રમેશભાઈ નાયકની ૧૦…
વાંકાનેરના દર્શનકુમાર મેર ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞાસાબેન મેરના દીકરા દર્શન કુમાર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવતાં મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે જેથી સમગ્ર ગુજરાતમાં ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી વિભાગમાં દર્શનકુમાર રાજેશકુમાર મેર યુનિવર્સીટીમાં પ્રથમ નંબર લાવી સમગ્ર મોરબી જિલ્લાનું અને કોળી સમાજનું નામ રોશન કરેલ છે. ત્યારે સમગ્ર જિલ્લામાંથી તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને દર્શનકુમાર મેરને શુભકામનાઓ મળી રહી છે
સાઉદી અરેબિયામાં હવે બાળકો શાળાએ ન જતા માતા-પિતા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વાસ્તવમાં,શિક્ષણ મંત્રાલયે અહીં કયું કે જે વિધાર્થીઓના માતા-પિતાકોઈપણ બહાના અથવા કારણ વગર 20 દિવસ સુધીશાળામાંથી ગેરહાજર રહે છે તેમને જેલની સજા થઇ શકેછે.સાઉદી અરેબિયા સ્થિત ન્યૂઝ ઓર્ગેનાઇઝેશને અહેવાલ આપ્યો છે કે જો કોઇ વિધાર્થી 20 દિવસ સુધી શાળામાં ન જાય, તો તે વિધાર્થીના માતાપિતાને રાજ્યના બાળ સંરક્ષણ કાયદા હેઠળ આવતા પબ્લિક પ્રોસિક્યુશન ઓફિસમાં મોકલવાની જવાબદારી શાળાની છે. રિપોર્ટ અનુસાર, પબ્લિક પ્રોસિક્યુશન ઓફિસ બાળકના શાળામાં ન આવવાના કારણોની તપાસ કરશે અને પછી કેસને ક્રિમિનલ કોર્ટમાં મોકલશે.આવી સ્થિતિમાં, જો એવું સાબિત થાય કે શાળામાં વિધાર્થીની ગેરહાજરી વાલીની બેદરકારીને…
વાંકાનેરમાં પરણીતા સાથે પ્રેમસબંધ હોય યુવાનને મહિલાના પતિ સહિત ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રહેતા યુવાનને પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે પરણીતાના પતિ સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા તેને અમરસર ફાટક પહેલા દૂધની ડેરી સામે બોલાચાલી કરીને લાકડાના ધોકા, બેલ્ટ અને અને ચપ્પલ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તે યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વાંકાનેરમાં આરોગ્ય નગર પાસે આવેલ વેલનાથ પરાના…
વાંકાનેરના મકતાનપર પાસે પાણીના ખાડામાંથી દારૂની બોટલો મળી, બુટલેગરની શોધખોળ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની પાછળ વરડુસર ગામ તરફ જવાના રસ્તા ઉપર ભરેલ પાણીના ખાડામાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની પાંચ બોટલો મળી આવતા પોલીસે ૧૮૭૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં વરડુંસર ગામ તરફ જવાના રસ્તે કાચા રસ્તા પાસે પાણીનો ખાડો ભરેલ છે…
વાંકાનેર ના સતાપર ગામે કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેનમેર હસ્તે કરવામાં આવ્યું વાંકાનેર તાલુકાના સતાપર ગામે તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેરના હસ્તે કોમ્યુનિટી હોલનું ખાતમુરત કરવામાં આવ્યું હતું વાંકાનેર ના સતાપર ગામે સમસ્ત ગામ લોકો અને તાલુકા પંચાયતના સદસ્ય જિજ્ઞાસાબેન મેરના હસ્તે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાત મુહૂર્તમાં ગામના આગેવાનો સરપંચ તથા ગામના સભ્યો અને સમસ્ત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેર નો ગામ લોકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 108 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમના બાઉન્ડ્રી ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક સફેદ કલરની વરના કારનો ચાલક પોલીસને જોઈ પોતાની કાર રેઢી મુકી નાસી જતાં પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 108 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે કુલ રૂ. 4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકા પોલીસ ટીમના વાંકાનેર બાઉન્ડ્રી નજીક વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થતી એક હ્યુન્ડાઇ કંપનીની વરના કાર નંબર GJ 11 S 8188 નો ચાલક પોલીસને જોઈ પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી…
પોલીસ બની બુટલેગર : એવી હિંમત બતાવી કે… SMC એ પકડેલો દારૂ જ ચોરી લીધો પીપલોદ પો.મથકમાં પંચનામુ કરવા મુકેલી 916માંથી દારૂની 23 પેટી પોલીસ જ ચોરી કરી હોવાનું સામે આવ્યું બનાવની વિગતો એવી છે કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલા અસાયડીથી SMCએ શનિવારે દારૂ પકડ્યા બાદ વિદેશી દારૂની 916 પેટી પીપલોદ પોલીસ મથકના પ્રાંગણમાં મુકી રાખી હતી. બપોરે તકનો લાભ લઇને કોન્સ્ટેબલની આગેવાનીમાં જીઆરડી, ટીઆરબી સહિતના લોકોની ટોળકીએ જથ્થામાંથી દારૂની 23 પેટી ચોરી કરીને લઇ ગયા હતાં. આ અંગેની જાણ થયા બાદ એસ.પીના આદેશથી એલસીબીની તપાસ શરુ કરી તેમાંમાં ઘટસ્ફોટ થયો હતો. તપાસના અંતે 15 સામે પીપલોદ પોલીસ…
જામનગરના બેડી વિસ્તારમાં નશીલા પદાર્થ ગાંજાના વેચાણના મામલે SOG ત્રાટકી ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો જામનગરમાં બીડી વિસ્તારમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડયો હતો.પોતાના મકાનમાંથી ગેરકાયદે રીતે ગાંજાનું વેચાણ કરી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે. તેની પાસેથી ગાંજા નો જથ્થો કબજે કરી લીધો છે. આ દરોડાની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અકબર ઉર્ફે બટેટી ઓસમાણભાઈ નગામણાં દ્વારા પોતાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે રીતે ગાંજા નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેવી ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે એસ.ઓ.જી. ત્રાટકી હતી.જે દરોડા દરમિયાન આરોપી અકબર ઉર્ફર બટેટી પોતાના ઘરમાં હાજર હતો. તેની તલાસી લેતાં…