જનતા પરિવહન માટે 25 નવી ઈલેકટ્રીક બસોને પ્રસ્થાન: બાંધકામ વોટર વર્કસ, ડ્રેનેજનાં 11 કામોનું લોકાર્પણ સાથે 27 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાશે રાજકોટ,તા.2 : તા.04-09-2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.333.12 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત ઉપરાંત ઇલેક્ટ્રિક બસનો શુભારંભ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસીપલ કમિશ્નર આનંદ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, વોટર વર્કસ સમિતિ ચેરમેન દેવાંગભાઈ માંકડ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, માર્કેટ સમિતિ ચેરમેન દેવુબેન જાદવ, શિશુ કલ્યાણ તેમજ ખાસ ગ્રાંટ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, તા.04-09-2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના રૂ.333.12 કરોડના જુદાજુદા વિકાસ કામોના…
કવિ: wcity
વાંકાનેરમાં રાતાવીરડા પાસે ખેતરની ઓરડીમાં જુગાર રમતા ૧૨ શખ્સો ૪.૫૨ ની રોકડ સાથજે પકડાયા વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ૧૨ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૪,૫૨,૫૦૦ ના મુદામાલ સાથે પકડીને આગળની કાર્યવાહી કરેલ છે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે જીજ્ઞાસાબેન કણસાગરા, શકિતસંહ ઝાલા, નિરવભાઇ મકવાણા તથા સંજયભાઇ રાઠોડને મળેલ બાતમી આધારે પોલીસે રાતાવીરડા ગામે ગોરધનભાઇ છનાભાઇ કોળીની ભીમગુડા જવાના રસ્તે આવેલ ખેતરની ઓરડીમાં જુગારની રેડ કરી હતી ત્યારે…
વાંકાનેરના હસનપર ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર મોરબી એલસીબીના દરોડો, રૂ. 4.45 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયાં, પાંચ ફરાર…. વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં કોઈ શખ્સ બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોને રૂ. 4.45 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચ શખ્સો ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસે આઠ શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી…
!!.. વાંકાનેર નાં યુવાં એડવોકેટ એન્ડ નોટરી (ભારત સરકાર) તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવી -રાજગોર નો આજે તારીખ ૩૧/૦૮ નાં રોજ જન્મદિવસ ..!! વાંકાનેર જ નહી પરંતુ સમગ્ર મોરબી જીલ્લાંમાં ખુબ જ નાની વય માં વકિલાત ક્ષેત્રે મોટુ નામ અને બહોળુ મિત્ર સર્કલ ધરાવનાંર , દરેક લોકો નાં હ્દય માં આગવું સ્થાન મેળવનાંર સમસ્ત બ્રહ્મસમાજ ઉપ પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ મઢવી – રાજગોર નો આજે તારીખ ૩૧-૦૮ નાં શુભ જન્મદિવસ છે.મુળ કચ્છ વાગડ નાં માખેલ ગામનાં વતની અને વાંકાનેર ને કર્મભુમી બનાવી છેલ્લાં બે દાયકા પહેલાં મજુરી કરી પેટીયું રળવાં આવેલાં મઢવી મોહનભાઈ રામજીભાઈ એ કાળી મજુરી…
જો લગ્ન બચવાની કોઈ સંભાવના ન હોય તો પતિ-પત્નીને સાથે રાખવા ક્રુરતા: કોર્ટ♦ તલાકના કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની ટિપ્પણી નવી દિલ્હી,તા.31સુપ્રીમ કોર્ટે તલાકના કેસમાં ટિપ્પણી કરી હતી કે જયારે લગ્ન તૂટવાની અણી પર હોય અને તેને બચાવવાની કોઈ શકયતા ન હોય તેવામાં પતિ-પત્નીને સાથે રાખવા ક્રુરતા છે. પીઠે જણાવ્યું હતું કે પરીસ્થિતિઓમાં સતત કડવાશ, ભાવનાઓનું મૃત થઈ જવું અને લાંબા સમયના અલગાવને ભગ્ન લગ્નના રૂપમાં માની શકાય છે.સુપ્રીમ કોર્ટે વિવાહ વિચ્છેદને લઈને હાલમાં જ લેવાયેલ પોતાના બે ફેસલાનો હવાલો આપ્યો હતો, જેમાં એક ફેસલામાં કહેવામાં આવ્યું હતું કે જો લગ્ન તૂટી ગયા હોય તો તેને ક્રુરતાના આધારે સમાપ્ત કરી…
રક્ષાબંધનના દિવસે ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો: વાંકાનેર તાલુકામાં વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા અને ખેતી કામ કરતા યુવાને થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા વિશાલભાઈ કાળાભાઈ મારુ (૨૨) નામના યુવાને ગત તા. ૨/૮/૨૩ ના રોજ વાડીએ…
વાંકાનેરના કોઠારીયા નજીક વાડીના સેઢા પાસે માલ ઢોરને દૂર લઈ જવાનું કહેતા યુવાનને માર માર્યો વાંકાનેરના કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના રસ્તા ઉપર ખારા વિસ્તાર તરીકે ઓળખાતી યુવાનની વાડીના સેઢા પાસે માલ ઢોર લઈને આવેલા શખ્સને તેના માલ ઢોર દૂર લઈ જવા માટે કહ્યું હતું જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા શબ્સે ફરિયાદીને ડાબા પગે ઢીંચણના ભાગે લાકડાના ધોકાના બે ઘા માર્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેને એક શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી…
ગુજરાતની 31 જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઇને મદદનીશ વિકાસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. 13 અને 14 સપ્ટેમ્બરના રોજ પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવશે. વિકાસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું વિકાસ કમિશનર સંદીપ કુમારે ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણીને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. 13 અને 14 સપ્ટેમ્બરે પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવશે. પ્રથમ દિવસે 16 જિલ્લા પંચાયતમાં હોદ્દેદારો નીમાશે જ્યારે 14 સપ્ટેમ્બરના રોજ 15 જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી થશે.
વેપારીના નામે ઓનલાઈન લોન પાસ કરાવી તેના ખાતામાંથી રૂપિયા ઉપાડી છેતરપીંડી કરીભાયાવદર વેપારીને બેંકમાં પાનકાર્ડ અપડેટ કરાવવાનું કહી સાયબર ગઠીયા એ વેપારીની જાણ બહાર તેના નામે રૂપિયા પાંચ લાખની લોન કરી તે પૈસા ગઢીયાએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી વેપારી સાથે છેતરપિંડી કરતા પોલીસે વેપારીની તરફથી ગઠીયા સામે ગુનો નોંધી કાર્યવાહી કાર્યવાહી હાથધરી છે.બનાવની વિગતો અનુસાર ઉપલેટાના ભાયાવદર ખાતે રહેતા કેતનભાઇ હરસુખરાય તન્ના નામના વેપારીe પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ભાયાવદર ગામ ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવી પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવે છે. આજથી ચાર દિવસ પહેલા તેના મોબાઇલમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં સામે વાત કરતા શકશે…
રક્ષાબંધને સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી ધણધણી: ભૂકંપના સાત આંચકા રાપરમાં એક, ઉનામાં બે અને કચ્છના ભચાઉમાં ચાર આંચકાથી લોકોમાં ભય: કોઈ જાનહાની નહિ રક્ષાબંધને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના કુલ સાત આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાપરમાં એક, ઉનામાં બે અને કચ્છના ભચાઉમાં ચાર આંચકાથી લોકોમાં ભય તો છે પણ કોઈ જાનહાની થવા પામી નથી. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે 6:59 કલાકે ઉનાથી 17 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ સાંજે 7:29 કલાકે ઉનાથી 17 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. મોડી રાતે કચ્છના ભચાઉથી 16 કિમી દૂર 2.8ની…