કવિ: wcity

વાંકાનેર તાલુકાના તીથવાથી કોઠારીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી આધેડ પોતાનું ડબલ સવારી બાઈક લઈને જતા હતા ત્યારે માલધારીના ઘેટાને બાઈક અથડાયું હતું જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા માલધારી અને તેની સાથે રહેલા શખ્સો દ્વારા લાકડી અને પાઇપ પડે આધેડ અને તેની સાથે રહેલ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તથા પથ્થરના છૂટા ઘા કરીને ઈજાઓ કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા પછી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવતા પોલીસે રાઇટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા અને ખેતી કામ કરતા…

Read More

​​​​​​​કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં છેલ્લા ૨૪ વર્ષથી નાસતા-ફરતા આરોપી પોતાના ગામ હોવાની મળેલી ચોક્કસ હકિકતના આધારે સ્થળ પર તપાસ કરતા આરોપી સમસું ભાવસિંગ પરમાર અને ભોગબનનાર સાથે ગરબાડા ખાતેથી ઝડપી પાડ્યા હતા.છેલ્લા ૨૪ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી સમસુ ભાવસીંગ પરમારને ઝડપી પાડવામાં રાજકોટ રેન્જ પોલીસ અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા SP જયપાલસિંહ રાઠોડ રાજકોટ રૂરલ એલ.સી.બી PI વી.વી.ઓડેદરા, PSI ડી.પી.ઝાલા, ASI મહમદભાઇ ચૌહાણ, મહેન્દ્રસિંહ સોલંકી, અબ્બાસભાઈ ભારમલ, હિતેશભાઈ હમીરપરા સહિત ના સ્ટાફે ઝડપી કાયદેસરની કાર્યવાહી .હાથ ધરવામાં આવી હતી.

Read More

એકાદ મહિનાથી હિંસાની આગમાં લપેટાયેલા મણીપુરમાં વધુ એક દર્દનાક-હૃદયદ્રાવક ઘટનાક્રમ બન્યો હોય તેમ તોફાનીઓએ ત્રણ લોકોને જીવતા સળગાવી દીધા હતા. ઈમ્ફાલમાં તોફાન-ગોળીબાર દરમ્યાન આઠ વર્ષના માસુમ બાળકને માથામાં ગોળી વાગતા માતા તથા અન્ય એક સંબંધી એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે હોસ્પીટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં એકાએક ટોળુ ઘસી આવ્યુ હતું. એમ્બ્યુલન્સને રોકીને તેને સળગાવી દેવામાં આવી હતી. તેમાં સવાર માતા-પુત્ર સહીત ત્રણેય લોકો જીવતા ભુંજાઈ ગયા હતા.સુરક્ષા સુત્રોએ કહ્યું કે હિંસાખોરીને પગલે આ ત્રણેય લોકો આસામ રાઈફલ્સની રાહત છાવણીમાં જ રહેતા હતા. રવિવારે સાંજે એકાએક તોફાન શરૂ થયા હતા. 8 વર્ષનો બાળક રાહત કેમ્પમાં જ હતો. છતા માથામાં ગોળી…

Read More

યુપીમાં વધુ એક ગેંગસ્ટરનો ખાતમો થયો છે. લખનઉના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્તાર અંસારી નજીકના સાથી સંજીવ જીવાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. વકીલોના ડ્રેસમાં આવેલા હુમલાખોરે ધડાધડ ગોળીઓ ચલાવતાં સંજીવ માહેશ્વરી ઉર્ફ જીવા કોર્ટ પરિસરમાં માર્યો ગયો હતો. હુમલાખોરના ગોળીબારમાં બીજા લોકો અને બાળકીને પણ ગોળી વાગી હતી. બાળકીનું મોત થયું હોવાનું પણ કહેવાય છે. આ ઘટનાથી ખળભળી ઉઠેલા વકીલો કોર્ટ પરિસરમાં પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સંજીવ જીવા ભાજપના નેતા બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપી હતો. આ ઉપરાંત તે બીજા ઘણા કેસોમાં આરોપી હતો. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા હતો. સંજીવ જીવા પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરનો રહેવાસી હતો.…

Read More

ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનામાં અનેક સ્તરે ભૂલોની તપાસ થવાની છે, આવી સ્થિતિમાં રેલવે દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, છતાં સીબીઆઈ પોતાના સ્તરે અલગથી તપાસ કરશે. નવી દિલ્હી. કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે રાત્રે ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિમી આગળ એક મોટો અકસ્માત થયો હતો . આ દરમિયાન ત્રણ ટ્રેનો અથડાઈ હતી. છેલ્લા 2 દાયકામાં ભારતીય રેલ્વેનો આ સૌથી મોટો અકસ્માત છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે, જ્યારે 1 હજારથી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ સમગ્ર મામલાની તપાસની જવાબદારી સીબીઆઈએ લીધી છે. સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓમાંથી એક જ આ ઘટનાના તળિયે…

Read More

આવતીકાલથી શરુ થનારી રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની મોનેટરી પોલીસી કમીટીની બેઠકમાં વ્યાજદર વધારા અંગે નિર્ણય લેવાશે અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે જે રીતે ફુગાવાની સ્થિતિ નીચી આવી છે તે જોતા રિઝર્વ બેંક વધુ એક વખત વ્યાજદર વધારા-ઘટાડાનો નિર્ણય સ્થગીત રાખે તેવી શકયતા છે. એક તરફ સીસ્ટમમાં લીકવીડીટી વધી રહી છે. ખાસ કરીને રૂા.2000ની ચલણી નોટો બેંકોમાં જમા થવા લાગતા બેંકો પાસે પણ રોકડ વધી છે તો બીજી તરફ બેંકોમાં એકસચેંજ થતી રૂા.2000ની ચલણી નોટોની સામે નાની નોટો આવતા તે બજારમાં આવી રહી છે અને હાલ રિઝર્વ બેંક વધુ બે માસ સુધી પરીસ્થિતિની સમીક્ષામાં વ્યાજદર યથાવત રાખે તેવી ધારણા છે. છ સભ્યોની…

Read More

પાણી આપો…પાણી આપો…: વાંકાનેર પ્રાંત કચેરીમાં મહિલાઓનો બેડા સાથે મોરચો, કારણ કે…. ગુલાબનગરના નાગરિકો છેલ્લા 2.5 મહિનાથી પાણીથી વંચિત, કોઈપણ જવાબદાર તંત્ર મહિલાઓની પુકાર ન સાંભળતા મહિલાઓ બેડા સાથે કચેરીએ દોડી આવી…. વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર સોસાયટીમાં છેલ્લા 2.5 મહિનાથી પાણી વિતરણ તદ્દન બંધ હોય જેના કારણે સ્થાનિક નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે, જેમાં આ બાબતે જવાબદાર તંત્રને અનેક લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા આખરે આજે સ્થાનિક મહિલાઓ પાણીની બેડા સાથે પ્રાંત કચેરીમાં ધસી આવી ‘ પાણી આપો…પાણી આપો…પાણી આપો…’ ની પુકાર લગાવી હતી…. બાબતે ગુલાબનગરની મહિલાઓ નાના…

Read More

લીલીયા તાલુકાના ખારા ગામે પતિએ પત્નીને બરફનો ગોલો ખાવા માટે જવાની ના પાડતા માઠું લાગી આવતા ઘરની છત સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે આવેલા એક ખેતરમાં રહેલી પાણીની કુંડીમાં રમતા રમતા પરપ્રાંતીય પરિવારના દોઢ વર્ષનો બાળક પાડી જતાં તેનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું.લીલીયા તાલુકાના ખારા ગામે રહેતા દિવયાબેન માણસુરભાઈ ગરણીયા (ઉ.વ.૨૬) બાજુમાં રહેતા અન્ય મહિલાઓ સાથે બરફના ગોલા ખાવા માટે જતા હોય અને તેના પતિ દ્વારા તેને ગોળો ખાવા માટે જવાની ના પાડતા લાગી આવતા પોતાના ઘરે રૃમમાં અંદર છતમાં રહેલ હૂક સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો…

Read More

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં મેડિકલ ઓફિસર પૈકીના ૧૯ તબીબોએ તબીબી અધિક્ષક તેમજ આરોગ્ય કમિશનરને સંબોધીને એક આવેદનપત્ર લખ્યો હતો જેમાં જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં દિનપ્રતિદિન ઓપીડી અને ઇમર્જન્સી રૂમમાં દર્દીઓનો ધસારો વધતો જાય છે. દર્દીઓની યોગ્ય રીતે સારવાર થઇ શકે તે માટે ઇમર્જન્સી રૂમમાં એમએલસી અને નોન એમએલસી મેડિકલ ઓફિસર અલગ અલગ ફાળવવા જોઇએ, ઇમર્જન્સી રૂમમાં રોટેશન મુજબ તમામ મેડિકલ ઓફિસરને ડ્યૂટી ફાળવવી જોઇએ, તમામ ડ્યૂટી કરનારા ડોક્ટરોને જેલ અને પેરીફેરલ ડ્યૂટી માટે રોટેશનલ ડેપ્યુટેશન આપવું જોઇએ.ઓપીડી અને ઇમર્જન્સી રૂમમાં ફરજ બજાવતાં તબીબોમાં ડ્યૂટી બાબતે પણ ગણગણાટ શરૂ થયો હતો. તબીબોએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે,…

Read More

અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાતની ઉપર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. એવું રહેવામાં આવી રહ્યું છે કે ૭ જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે, જે બાદ ૧૨ થી ૧૪ જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા છે. ૧૩ જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તો દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી તા.૧૨ થી ૧૪ જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. ૭ જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે. વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. ૧૩ જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. ૧૩…

Read More