મારા મજૂરને કેમ તોડે છે ? વાંકાનેરમાં બે શખ્સોનો યુવાન ઉપર હુમલો વાંકાનેર : વાંકાનેરના હસનપર નજીક બે શખ્સોએ મારા મજૂરને કેમ તોડે છે કહી યુવાન ઉપર હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજન વાંકાનેરના હસનપર ગામે રહેતા રાજેશ કલ્યાણજીભાઈ માણેવાડિયા નામના યુવાનને શક્તિપરા નજીક આરોપી યુનુસ હાલા અને મકસુદ નામના શખ્સોએ રોકી મારા મજૂર કેમ તોડે છે કહી લોખંડના પાઇપ વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
કવિ: wcity
વાંકાનેર લુણસર પંથક ના ગામડાઓના લોકોમાં હર્ષની લાગણીઓ જોવા મળી સંસદ મોહનભાઈ કૂંડાળીયા ના હસ્તે પાણીના વધામણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારમાં નવ વર્ષના સુશાસન પૂર્ણ થતા જન સંપર્ક કાર્યક્રમના અંતર્ગત વાંકાનેર લુણસર પંથકના ગામડાઓમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય તો આપણા લોકલાડીલા માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડાળિયા સાહેબે ગુજરાત સરકારમાં ભલામણ કરતા પાણી વિભાગે મહા નદીમાં પાણી છોડેલ તે પાણી છેક ભાયાતી જાંબુડીયા ના પાદર સુધી પહોંચતા વાંકાનેરના ગામડાઓના લોકોમાં હર્ષની લાગણીઓ જોવા મળી અને ગામડાઓના લોકો ખૂબ ખુશ થયા અને માનનીય સાંસદ શ્રી મોહનભાઈ કુંડાળિયા સાહેબ તેમજ મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા…
અખિલ ગુજરાત સિપાહી સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત સિપાહી વિદ્યાર્થી હોસ્ટેલ “સંગે બુનિયાદ કાર્યક્રમ” અને રાજ્ય કક્ષાનો ભવ્ય એવોર્ડ અને સન્માન સમારંભ રાજકોટ ખાતે યોજાયો રાજકોટ ખાતે શનિવારના રોજ સવારે “સંગે બુનિયાદ” સિપાઈ વિદ્યાર્થી હોસ્ટેલ પર હજરત અલ્હાજ દાદાબાપુ સાવરકુંડલા વાળાના મુબારક હાથે સિપાઈ વિદ્યાર્થી હોસ્ટેલના કામનો આગાજ કરવામાં આવ્યો હતો બાદમાં બપોરના સમયે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે અખિલ ગુજરાત સિપાહી સમાજનો રાજ્ય કક્ષાનો ભવ્ય એવોર્ડ અને સન્માન સમારંભ યોજાયો હતો જેમાં ગુજરાત અને નેશનલ લેવલે પ્રગતિ કરવા બદલ તેમજ સમાજ સેવા, પત્રકાર સન્માન, સિપાઈ રત્ન એવોર્ડ, સિપાઈ મહિલા એવોર્ડ, સિપાઈ ગૌરવ એવોર્ડ, સિપાઈ સેવા સન્માન, વિદ્યાર્થી સન્માન સહિતના…
શોર્ટકટ રીતે પૈસા કમાવાનો રસ્તો બરબાદી તરફ લઈ જતો હોય છે અથવા જેલના સળિયા સુધી લઈ જતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. પોલીસે એક મહિલા સહિત ૧૧ લોકોની ધરપકડ કરી છે. આ ગેંગ ફેસબુકમાં છોકરીનું નકલી આઈડી બનાવી યુવકોને હની ટ્રેપમાં ફસાવતી હતી. સુરતના કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહિત ૧૧ આરોપીઓની ધરપકડ કરીને કુલ ૫.૨૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ ફેસબુક પર યુવતીના નામનું એકાઉન્ટ બનાવી યુવકો સાથે વાતચીત કરતા હતા. જે બાદ યુવકને મળવા માટે બોલાવતા…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ અરમાન વિટ્રીફાઇડ કારખાનમાં કામ કરતા ઉદયભાન રામકેવલ યાદવ ઉ.30 નામના વૃદ્ધને કામ કરતી વેળાએ વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર રેલ્વે યાર્ડ નજીક અજાણ્યા યુવાનનો માલગાડી હેઠળ પડતું મુકી આપઘાત…. વાંકાનેર શહેર નજીક આવેલ રેલ્વે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હેઠળ પડતું મુકી એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં હાલ રેલ્વે પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઇકાલના રોજ વાંકાનેર રેલ્વે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હડફેટે એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ…
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લેતા બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા.જેને પગલે બનાવ બાદ ભાગી છૂટેલા ડમ્પર ચાલકને પકડવા તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે મોડીરાત્રીના વાહન અકસ્માતનો ગોજારો બનાવ સર્જાયો હતો જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બે યુવાનોને ડમ્પર નંબર જીજે ૧૨ બીટી ૭૭૯૪ ના ચાલકે હેડફેટ લીધા હતા જે બનાવમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈકમાં જઇ રહેલા સંજય દિનેશભાઈ સનુરા કોળી…
વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી પાસેથી ચોરાઉ રિક્ષા સાથે રીઢા ચોરને દબોચ્યો વાંકાનેર તાલુકા પોલીસે અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ચોરી કરલ રીક્ષા સાથે ઝડપી લીધેલ છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ વાંકાનેર તાલુકાનાં પીએસઆઈ બી.પી.સોનારા અને તેની ટીમ કામ કરી રહી છે ત્યારે વાંકાનેરની ઢુવા ચોકડીએ વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બજાજ કંપનીની મેક્સીમા મોડલની સી.એન.જી. રીક્ષા નંબર જીજે ૩ બિયું ૫૭૫૧ નિકળતા તેને રોકીને ચેક કરતા રીક્ષા ચાલકનું નામ જીતેન્દ્ર ઉર્ફે જીત ગોવીંદભાઇ પરમાર જાતે અનુજાતી (૨૪) રહે હાલ રખડતો ભટકતો મૂળ…
રાજકોટ શહેરની ભાગોળે આસોપાલવ સોસાયટીમાં રહેતા અને બેડી યાર્ડમાં વેપાર કરતાં યુવકે પડધરીના ખજૂરડી ડેમમાં પડતું મૂકી જીવનનો અંત આણી લીધો હતો. આર્થિક સંકડામણથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. કોઠારિયા ચોકડી પાસેની આસોપાલવ સોસાયટીમાં રહેતો સાગર સુરેશભાઇ પીપળિયા (ઉ.વ.27) મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ વેપારના કામે બેડી યાર્ડે ગયો હતો અને ત્યાંથી બાઇક લઇને પડધરીના ખજૂરડી પહોંચ્યો હતો. ખજૂરડીમાં તેના સુરાપુરાની ડેરીએ દર્શન કરી ખજૂરડી ડેમે જઇ બાઇક, પર્સ અને બેગ કાંઠે મૂકી ડેમમાં ઝંપલાવી લીધું હતું. ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરાતા પડધરી પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે…
વાંકાનેરમાં લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર શહેરમાં સરકારી હોસ્પિટલ સામેના ભાગમાં આવેલ ગેસ્ટ હાઉસના સંચાલકે ત્યાં આવેલા પ્રવાસીની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરી ન હતી જેથી કરીને તેની સામે જાહેરનામાના ભાંગની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારની અંદર બહારથી આવતા લોકોની હોટલ, રેસ્ટોરન્ટમાં નોંધણી રાખવામાં આવે તેના માટે થઈને થોડા સમય પહેલા અધિક કલેક્ટર દ્વારા પથિક સોફ્ટવેરમાં પ્રવાસીની નોંધ કરવા માટે થઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમ છતાં પણ ઘણા બધા હોટલ, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા પથિક સોફ્ટવેરમાં ત્યાં આવતા પ્રવાસીઓની નોંધ કરવામાં…