વાંકાનેરના શક્તીપરા વિસ્તારમાં રહેતા કરમશીભાઈ લવજીભાઈ વાઘેલા (૩૫) નામના યુવાનને ગત તા. ૨૩/૯ ના રોજ સંજયે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા કરમશીભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે
કવિ: wcity
વાંકાનેરના રાતીદેવડી નજીક ઇકો ગાડીમાં પાછળથી ઇકો અથડાયા બાદ યુવાનને માર માર્યો વાંકાનેરના રાતીદેવડી તરફ જતા રસ્તા ઉપરથી યુવાન તેની ઇકો ગાડી લઈને જતો હતો ત્યારે તેના વાહન આડે ઢોર આવ્યું હતું જેથી તે યુવાને પોતાના વાહને બ્રેક કરી હતી ત્યારે પાછળના ભાગે આવી રહેલ ઇકો ગાડી તેના વાહનમાં અથડાઇ હતી ત્યારે બાદ વાહનમાં નુકશાન થયું છે તેવું કહીને યુવાનની સાથે બોલાચાલી કરીને માર માર્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં ખીજડીયા ગામે રહેતા અબ્દુલકુર્દૂસભાઈ આમદભાઈ સેરશિયા (૩૫) નામનો યુવાન રાતના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેરના રાતી દેવડી…
વાંકાનેરના મેસરીયામાં જુગારની રેડ પડતાં નાશભાગ: ત્રણ જુગારી પકડાયા, ચાર ફરાર વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસ દ્વારા ત્રણ જુગારીઓને પકડીને તેની પાસેથી ૨૩,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જો કે, નાસી છૂટેલા ચાર જુગારીઓને પકડવા માટે હાલમાં તાલુકા પોલીસ દ્વારા તજવીક શરૂ કરવામાં આવી છબનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા વિનાભાઈ કેશાભાઈ કોળીની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા…
વાંકાનેરના હસનપરમાં ઉછીના રૂપિયા આપવાની ના કહેતા યુવાનને માર માર્યો વાકાનેર નજીક હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા યુવાન ઉછીના પૈસા માંગતા તેણે પૈસા આપવાની ના પાડી હતી જે બાબતનું પાસે મનદુઃખ રાખીને આરોપીએ તેના ઘર પાસે જઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને યુવાનને જમણા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા સંજયભાઈ…
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું, રાજકીય આગેવાનોએ લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું…. કેન્દ્ર સરકાર દ્વારા આજથી જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાયો છે, જે ટ્રેનને વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે પણ સ્ટોપેજ મળેલ હોય, ત્યારે આજે વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સામાજિક તથા રાજકીય આગેવાનો અને વાંકાનેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા… આ ટ્રેન આજે બપોરે વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે પહોંચતા જ તેનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, વાંકાનેરના ધારાસભ્ય…
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આવતી કાલે એટલે કે ૨૪ સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી જામનગર જતી વંદે ભારત ટ્રેનની ભેટ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા આપવામાં આવનાર છે. ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે આ ટ્રેન વાંકાનેર જંક્શન પર પણ આવવાની છે. ત્યારે વાંકાનેર ના રાજવી અને સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા એ મોરબી ની જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વાંકાનેર ના પ્રતાપ ચોક ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન .હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યા છે ત્યારે જિલ્લાની ધર્મપ્રેમી જનતા દ્વારા ઠેર ઠેર ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે વાંકાનેર ના પ્રતાપ ચોક ખાતે પણ ગણપતિ મહારાજ બિરાજમાન થયા છે.વાંકાનેરના પ્રતાપ ચોક ખાતે ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણપતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દરરોજ સાંજે દાદાની ભવ્ય ભવ્ય આરતી કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેતા હોઈ છે. ત્યારે આ ભવ્ય આયોજન ક્રિષ્ના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. ક્રિષ્ના ગ્રુપના દીક્ષિતભાઈ રાજગોર, હેમલભાઈ બારભાયા, અશ્વિનભાઈ રાજગોર તેમજ પ્રદીપભાઈ રાજગોર એ દાદાની સ્થાપના કરવામાં આવી હતી અને…
વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ અનુસંધાને રેલી યોજાઈ…. વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અનુસંધાને હડતાલ શરૂ કરવામાં આવી હોય, જેમાં ગઈકાલે સફાઈ કર્મચારીઓ દ્વારા વાંકાનેર શહેરના માર્ગો પર રહેલી યોજી અને પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા સુત્રોચ્ચાર કર્યા હતા…. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા લઘુત્તમ વેતન, હંગામી કર્મચારીઓને કાયમ કરવા, સમય મર્યાદા મુજબ કામ કરાવવા, કોન્ટ્રાકટર સિસ્ટમ બંધ કરવી, નવા સફાઇ કર્મચારીઓની ભરતી કરવા સહિતની માંગણીઓ સાથે હડતાલ શરૂ કરવામાં આવી હોય, જેમાં ગઈકાલે સફાઈ કર્મચારીઓ દ્વારા રેલી યોજી અને નગરપાલિકા વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણીઓ પૂરી કરવા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર…
વાંકાનેર : મોરબી એલસીબી ટીમે વાંકાનેર મિલપ્લોટમાં મચ્છીપીઠ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી સીકંદરભાઇ હાસમભાઇ કટીયા અને નરેશભાઇ પ્રેમજીભાઇ બાવરીયા નામના શખ્સોને નશીબ આધારિત આંકડા મોબાઇલ ફોનમાં વોટ્સએપ મેસેન્જરમાં લખી સુરેન્દ્રનગરના રવિ નામના શખ્સ પાસે કપાત કરાવતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3780 તેમજ 5000ની કિંમતનો મોબાઈલ મળી 8780નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં બન્ને આરોપીઓને સોંપી આપી સુરેન્દ્રનગરના શખ્સને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
રવિવારથી ગુજરાતમાં ત્રીજી વંદે ભારત ટ્રેન દોડવા લાગશે વડાપ્રધાનનાં હસ્તે વર્ચ્યુઅલ લીલીઝંડી બનાવી પ્રસ્થાન: જામનગર અમદાવાદ વચ્ચે દોડનારી ટ્રેન સૌરાષ્ટ્રવાસી મુસાફરોને આરામદાયક ઝડપી સેવા પુરી પાડશે રાજકોટ,તા.22 : ગુજરાતની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્રમોદીનાં હસ્તે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.વંદે ભારત ટ્રેનના રેક્સમાં બહેતર સુવિધાઓ અને સગવડો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. આરામદાયક અને ઉન્નત રેલ યાત્રાના નવા યુગની શરૂઆત કરતાં, નરેન્દ્ર મોદી – વડાપ્રધાન 24મી સપ્ટેમ્બર, 2023ના રોજ જામનગર અને અમદાવાદ સ્ટેશનો વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.પશ્ચીમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુરદ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતની…