કવિ: wcity

ટંકારા નજીક મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના યુવાનને ઝડપી લેતી ટીમ એસઓજી 10.20 ગ્રામ ડ્રગ્સ સાથે મૂળ અમદાવાદનો શખ્સ ઝડપાઇ જતા રાજકોટના અન્ય શખ્સનું નામ ખુલ્યુ મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે એક મહત્વની સફળતા રૂપે અને ભદ્ર સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સામાં ટંકારા નગરનાકા સામે રાજકોટ મોરબી રોડ ઉપરથી મેફેડ્રોન ડ્રગ્સ પાવડરના જથ્થા સાથે મૂળ અમદાવાદ અને હાલ મોરબી રહેતા એક શખ્સને ઝડપી લેવામાં સફળતા મળી છે, આ ચકચારી બનાવમાં રાજકોટના શખ્સનું નામ ખુલતા બન્ને વિરુદ્ધ એનડીપીએસ એકટ અન્વયે ગુન્હો નોંધવામાં આવ્યો છે. મોરબી એસઓજી ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ ભરતસિંહને બાતમી મળેલ કે, મૂળ અમદાવાદનો અને હાલ મોરબીની…

Read More

વાંકાનેરના ગાંગિયાવદર નજીક દારૂની બે બોટલ સાથે બે ઝડપાયા વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળાથી રાજસ્થળી જતા રોડ ઉપર ગાંગિયાવદર ગામના બેઠા પુલ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી મહિપત ભુપતભાઇ સરવૈયા અને ગોપાલ વિનુભાઈ મેટારીયા રહે બન્ને સરોડી, થાન વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 675 તેમજ 50 હજારની કિંમતના બાઈક સહિત 50,675ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

Read More

મોરબી : માળિયા નજીક આવેલ હોનેસ્ટ હોટેલમાં વાવાઝોડાને કારણે આગળના ભાગની ફેબ્રીકેશનની છત નીચે પડતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લામાં વાવાઝોડાને પગલે ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ કહેર મચ્યો છે. જેમાં આજે એક જાનહાનિ થયાની ઘટના સામે આવી છે. નાની વાવડી ગામના વતની અશોકભાઈ અને તેમના પત્ની રાજશ્રીબેન કારમાં માળિયા તરફ ગયા હતા. જ્યાં તેઓએ હોનેસ્ટ હોટેલમાં હોલ્ટ કર્યો હતો. આ દરમિયાન ભારે પવનના કારણે હોટેલ નજીક આવેલ પતરાની છત નીચે પડી હતી. આ છત નીચે દબાઈ જતા રાજશ્રીબેનનું મોત નીપજયું હોવાનું જાણવા મળી રહયું છે.

Read More

વાંકાનેર તાલુકાના સતાપર ગામે બીપરજો વાવાઝોડાના કારણે ખેડૂત ના મકાનની દિવાલ ધરાશયી વાંકાનેર વિસ્તારમાં આજે બીપરજોય વાવાઝોડાની અસર સ્વરૂપે વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ઘણી જગ્યાએ નુકસાનીના સમાચારો સામે આવી રહ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે પણ આજે ભારે પવન અને વરસાદના કારણે એક ખેડૂતના મકાનની દિવાલ ધરાશયી થઇ ગઇ હતી, જેમાં સદનશીબે કોઈ જાનહાનિ ટળી હતી… બનાવની પ્રાપ્ત વિગતો ! મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે આજે ભારે પવન અને વરસાદના કારણે ખેડૂત જમનાબેન રૂપાભાઈ ધોરીયાના રહેણાંક મકાનની દીવાલ ધરાશયી થઇ હતી, જેમાં સદનશીબે દીવાલ પડતાં સમયે ત્યાં કોઈ હાજર…

Read More

વાંકાનેર બીપરજોઈ વાવાઝોડા અનુસંધાને હસનપર ગામે લોકોને ફ્રુટ પેકેટ આપી જમાડવામાં આવ્યા બીપરજોઈ વાવાઝોડાના અનુસંધાને રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના સ્વખર્ચેથી ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતેથી જરૂરિયાતમંદ લોકોને હસનપર તાલુકા શાળામા ૭૫ કરતાથી પણ વઘારે લોકો ને ફુડ પેકેટ આપીને જમાડવામાં આવ્યા જેમાં વાંકાનેર શહેર યુવા મોરચા ભાજપ તેમજ સેવાભાવી કાર્યકર્તાઓ એ સેવાકીય જહેમત ઉઠાવી હતી.

Read More

વાંકાનેર ના પલાસડી ગામેબીપરજોઈ વાવાઝોડા અનુસંધાનેમેડિકલ સુવિધા અને ફૂડ પેકેટની વ્યવસ્થા પૂરી પાડતા મહારાણા કેસરીદેવસિંહ ઝાલા બીપરજોઈ વાવાઝોડાના અનુસંધાને રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના સ્વખર્ચેથી ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતેથી જરૂરિયાતમંદ પલાસડી ગામના લોકોને સ્કૂલમાં સ્થળાંતર કરી છેલ્લા ત્રણ દિવસથી બપોરને સાંજ બે ટાઈમ નું જમવાનું આપી અને સાથે પી.એચ.સી ની ટીમ દ્વારા કોઈ મુશ્કેલી પડે તો તાત્કાલિક મેડિકલ સુવિધા મળી રહે તેના માટે ફૂલ સગવડતા સાથે તાલુકા યુવા મોરચાની ટીમ ચાલુ વરસાદે પણ કાર્યરત તેમજ સેવાભાવી કાર્યકર્તાઓ એ સેવાકીય જહેમત ઉઠાવી છે.

Read More

170 ખેતીવાડીના ફીડર બંધ, 198માંથી 45 થાંભલા યુદ્ધના ધોરણે ઉભા કરાયા મોરબી : વાવાઝોડાને કારણે ફૂંકાઈ રહેલા તોફાની પવનને કારણે મોરબી જિલ્લાના અનેક વીજ પોલ ધરાશયી થયા બાદ વીજ તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે છતાં પણ હજુ 88 ગામોમાં વીજળી ગુલ હોવાની સાથે 245 ફીડર બંધ હોવાનું પીજીવીસીએલ મોરબીના સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું. મોરબી જિલ્લા પીજીવીસીએલ વર્તુળના જાહેર કર્યા મુજબ મોરબી જિલ્લામાં વાવઝોડાને કારણે કુલ 1100 ફીડરમાંથી 245 ફીડર હાલમાં બંધ છે જેમાં 170 ખેતીવાડીના ફીડર ઉપરાંત 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વધુમા મોરબી જિલ્લામાં ભારે પવન ફૂંકાતા 198 વીજ થાંભલા પડી ગયા હતા જે પૈકી વીજ…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ – GPSC દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. 19, 21 અને 23 જૂન 2023ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્યમાં બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં લઈ તા.19 જૂન-2023ના રોજ યોજાનારી પરીક્ષા પેપર-1 અને 2 મોકૂફ રાખવામાં આવી છે.જ્યારે તા. 21 અને તા.23 જૂન 2023ના રોજની પરીક્ષા પેપર-3, 4 અને 5 યથાવત્ રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Read More

વાંકાનેરના ગુંદાખડા ગામે ભારે પવનથી દીવાલ ધરાશયી થતાં તરૂણીને ગંભીર ઇજા બિપોરજોય વાવાઝોડાને પગલે ભારે પવન ફુંકાઈ રહ્યો છે.ત્યારે વાંકાનેર તાલુકાના ગુંદા ખડા ગામે વાડીમાં એક મકાનની દીવાલમાંથી બેલું માથે પડતા ૧૩ વર્ષની તરુણીને શરીરે ઇજા થઇ હતી.તેમજ આજુ બાજુના લોકોએ તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વાંકાનેરના વૃંદાખડા ગામે પરિવાર સાથે રહેતી સુમિબેન કરસનભાઈ ધોરીયા (કોળી) (ઉ.વ.૧૩)ગઈ કાલે બપોરના સમયેગામમાં આવેલી પોતાની વાડીએ હતી.ત્યારે ભારે પવન ફૂંકાતો હોય જેને પગલે બેલાની દીવાલ માથે પડતા સુમિ દીવાલ નીચે દટાઈ હતી અને થોડીવારમાં જ આજુ બાજુના લોકો અને પરિવાજનો ત્યાં દોડી જઇ સુમિને બહાર કાઢી અને ઇજાગ્રસ્ત હાલતમાં…

Read More

લોકો અને પાયલોટની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી સુરેન્દ્રનગર – અમદાવાદ રેલ રૂટ સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતો હોવાથી આ ટ્રેક પર 24 કલાકમાં 80થી વધુ પેસેન્જર ટ્રેન પસાર થાય છે. આ ટ્રેક પર 13-6-23ની મોડી સાંજે અજાણ્યા શખસ દ્વારા મોટા પથ્થરો મૂકવાની ઘટના રેલવે કર્મચારીના ધ્યાને આવી હતી. સુરેન્દ્રનગર- બાળા અપલાઇન પર એન્જિન પાઇલોટની સતર્કતાથી મોટો અકસ્માત ટળી ગયો હતો. આ બનાવમાં અજાણ્યા શખસો સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. તાજેતરમાં ઓડિસામાં ઘટેલી મોટી ટ્રેન દુર્ઘટના અકસ્માત હતો કે કાવતરું તેની ઉચ્ચ સ્તરિય તપાસના આદેશ અપાયા છે ત્યારે સુરેન્દ્રનગર પાસે બનેલી ઘટનાને પણ ખૂબ ગંભીરતાથી લેવામાં આવી છે. રાજકોટ,…

Read More