કવિ: wcity

વાંકાનેરમાં વાવાઝોડાના લીધે પડી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના ખોઝાખાના પાસે રહેતા વૃદ્ધ વાવાઝોડાના કારણે પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં ઇજા થતાં પ્રાથમિક સારવાર વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ખોજાખાના વિસ્તારમાં રહેતા ધીરૂભાઇ દેસુરભાઇ તરેટીયા (૬૦) ગત તા. ૧૫/૬ ના રોજ બપોરના ૩:૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે…

Read More

વાંકાનેરના સતાપર ગામે વાવાઝોડામાં દીવાલ પડી જતાં તાત્કાલિક અસરગ્રસ્ત ખેડૂતને સહાય અપાવતાં તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેર જીજ્ઞાસાબેન મેરના પ્રયાસોથી ખેડૂતને ત્રણ દિવસમાં સહાયની રકમ ચુકવાઇ… વાંકાનેર તાલુકાના સતાપર ગામ ખાતે બીપરજોય વાવાઝોડામાં ભારે પવન અને વરસાદના કારણે એક ખેડૂતના મકાનની દીવાલ ધસી પડી હતી, જે બનાવમાં સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરના પ્રયાસોથી અસરગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક સરકારશ્રી તરફથી સહાયની રકમ ચુકવવામાં આવી હતી…. બાબતે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેર તુરંત ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ અંગે તાગ મેળવી તાત્કાલિક અસરગ્રસ્ત ખેડૂતને સરકાર તરફથી સહાય મળે તે માટે જરૂરી કામગીરી શરૂ કરી હતી, જેના કારણે સરકાર…

Read More

ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી ન થઈ જાય તે માટે પોલીસ દ્વારા બૂટલેગરો ઉપર ધોંસ બોલાવવામાં આવી રહી છે ત્યારે ઘણી વખત રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલાઓ થયાની ઘટનાઓ બની રહી હોય છે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. દાહોદ પોલીસ આવી જ એક રેડ પાડવા ગઈ ત્યારે તેના ઉપર બૂટલેગરો રીતસરના તૂટી પડતા સ્વબચાવમાં પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું.આ વેળાએ એકઠા થઈ ગયેલા બૂટલેગરો અને તેના માણસોએ પોલીસની જીપ સળગાવી નાખી હોવાનું પણ ધ્યાને આવ્યું છે. ગત મોડીરાત્રે દાહોદની સાગયાળા પોલીસ કાળીયાકૂવા ગામ નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના બૂટલેગરો બાઈક પર ગુજરાતમાં…

Read More

રાજકોટ: બિયરની બાતમીના આધારે શાપર પોલીસે ડુપ્લીકેટ સીરપની ફેકટરી પકડી; રૂ.૬.૧૨નો મુદ્દામાલ જપ્ત કરાયો રાજકોટની ભાગોળે, પડવલા જીઆઇડીસીના એક ગોડાઉનમાં દરોડો પાડી શાપર પોલીસે શંકાસ્પદ સીરપની ૪૮૫૦ બોટલ ઝડપી છે. આ બોટલો અને અન્ય માલ મળી રૂ.૬,૧૨,૭૫૦નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, બાતમી તો બિયરની જ હતી. પણ દરોડામાં ડુપ્લીકેટ સીરપની ફેકટરી પકડાઈ છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ, રાજકોટ જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડએ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર (વેરાવળ) પીએસઆઈ એસ.જે. રાણા સ્ટાફ સાથે કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં હતા દરમ્યાન પીએસઆઈ એસ.જે.રાણાને ખાનગીરાહે હકીકત મળેલ…

Read More

રાજકોટમાં નર્સ તરીકે સેવા આપતી યુવતી પર સુરતના પરિણીત તબીબે આચર્યું દુષ્કર્મ,પોલીસે કાર્યવાહી હાથ ધરી રાજકોટમાં રહેતી અને નર્સ તરીકે સેવા આપતી એક યુવતી પર સુરતના પરિણીત તબીબે દોઢ મહિના પૂર્વે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનેલી યુવતી આ અંગે મહિલા ડીસીપી પાસે ફરિયાદ નોંધાવવા ગઇ તો તેને આંચકાજનક અને શરમજનક જવાબ મળ્યો હતો કે, પુરાવા આપો તો જ ફરિયાદ નોંધીશ અન્યથા માત્ર છેડતીનો ગુનો દાખલ કરવામાં આવશે. પિતાને સાથે લઇને ફરિયાદ કરવા ગયેલી યુવતીને વિશ્વાસ હતો કે તેની ફરિયાદ નોંધાશે અને દુષ્કર્મ આચરનાર સુરતના તબીબ સામે કાનૂની રાહે પગલાં લેવાશે પરંતુ આવું ન થયું. આ મામલે બે વખત…

Read More

લોકસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત કોગ્રેસમાં મોટું ભંગાણ થયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના પીઢ નેતા ગોવાભાઈ રબારી (દેસાઈ) ભાજપમાં જોડાયા છે. ગોવાભાઇ રબારી ડીસા માર્કેટયાર્ડ ખાતે જાહેરસભા યોજ્યા બાદ ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા તેમને ખેસ પહેરાવીને ભાજપમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા છે.ગોવાભાઈ દેસાઈના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ગોવાભાઇ દેસાઈના સમર્થનમાં ૨૦૦થી વધુ કોંગ્રેસ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. ગોવાભાઈ ભાજપના સાંસદ, ધારાસભ્યો મોટી સંખ્યામાં…

Read More

વાંકાનેર મેઈન બજારમાંથી બાઈક ચોરાયું વાંકાનેર : વાંકાનેર શહેરમાં મેઈન બજારમાંથી ગૌતમભાઈ પ્રતાપભાઈ માથકિયા નામના યુવાનનું રૂપિયા 20 હજારનું કિંમતનું બાઈક ચોરાઈ જતા અજાણ્યા તસ્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Read More

વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે જન સંપર્કથી જન સમર્થન સાથે જોડાવો યુવા મોરચા દ્વારા અભિયાન વાંકાનેરપૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે રાજ સાહેબશ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ મોદી સાહેબ ના ૯વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ જનસંપર્કથી જનસમર્થન પર મિસ કોલ કરો અને અભિયાન સાથે જોડાઓના અંતર્ગત યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા, જેમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વાંકાનેર તાલુકાના હોદેદારો, શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્ય, નગરપાલિકાના પૂર્વ સદસ્ય, વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા.

Read More

વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા મહા સંકલ્પ અભિયાન અંતર્ગત બાઈક રેલવે યોજી વાંકાનેર પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે રાજ સાહેબશ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ યુવા બાઇક યાત્રા મહા સંપર્ક અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા એ ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરવામાં આવી બાઈક રેલી વાંકાનેર ના રાજમાર્ગો પર પસાર થઈ જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા,જેમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વાંકાનેર તાલુકાના હોદેદારો, શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્ય, નગરપાલિકાના પૂર્વ સદસ્ય, વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા.ભારત માતાકી જય ના સૂત્રોથી વાંકાનેર…

Read More

વાંકાનેર પૂર્ણ ચંદ્ર ગરાસીયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે આજે મન કી બાત કાર્યક્રમ કાર્યકર્તાઓએ નિહાળવામાં આવ્યો પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય વાંકાનેર ખાતે રાજ સાહેબ શ્રી કેસરી દેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો મન કી બાત કાર્યક્રમ સવારે ૧૧:૦૦ કલાકે ટીવીના માધ્યમથી નિહાળવામાં આવ્યો જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા, જેમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, વાંકાનેર તાલુકાના હોદેદારો, શહેર ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયત સદસ્ય, નગરપાલિકાના પૂર્વ સદસ્ય, વિવિધ મોરચા તેમજ સેલના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ ખાસ ઉપસ્થિત રહ્યા.

Read More