આવતીકાલે સમગ્ર ગુજરાત હાઇ એલર્ટ પર, DGPએ કરી મોટી જાહેરાતભારત -પાકિસ્તાનની મેચને લઈ રાજ્યના DGP વિકાસ સહાયે મોટું નિવેદન આપ્યું છે. રાત્રિના 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં એલર્ટ રહેશે. તમામ પોલીસ જવાન અને SRPFની ટુકડીઓ એલર્ટ પર રહેશે. આ ઉપરાંત વિજય સરઘસ અને ઉજવણી અંગે એસપી અને પોલીસ કમિશનર નિર્ણય લેશે. 14 ઓક્ટોબર શનિવારના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે. વિશ્વ કપની આ હાઈ વોલ્ટેજ મેચને લઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ છે તો બીજી તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરની પોલીસ અને વિવિધ એજન્સીઓ પણ સતર્ક બની છે. તો બીજી તરફ ભારત -પાકિસ્તાનની મેચને લઈ રાજ્યના DGP વિકાસ સહાયએ પ્રેસ કોન્ફરન્સ…
કવિ: wcity
વાંકાનેરના ભીમગુડા ગામે વાડીની ઓરડીમાંથી દારૂની ૨૦૬ બોટલ સાથે એક પકડાયો: બેની શોધખોળ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં વાડીએ દારૂની રેડ કરી હતી ત્યારે વાડીમાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી ૨૦૬ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૨૯,૨૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છેવાંકાનેર તાલુકા પીએસઆઈ બી.પી. સોનારા તથા તેની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભીમગુડા ગામની આંકડીયો ઢોળો નામથી ઓળખાતી સીમમાં આરોપીના કબ્જા ભોગવટાવાળી વાડીની ઓરડીમાંથી દારૂ હોવાની હક્કિત મળી હતી જેથી ત્યાં રેડ કરી હતી ત્યારે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની મોટી ૨૦૬ બોટલો મળી આવી…
વાંકાનેરમાં એસીબીની સફળ ટ્રેપ, પાણી પુરવઠા બોર્ડના બે કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયાં…. વાંકાનેરના કાછીયાગાળા ગામે નર્મદા લાઇનમાં ગેરકાયદેસર પાણી કનેક્શન માટે ખેડૂત પાસેથી રૂ. 40,000 ની લાંચ લેતા બે શખ્સો ઝડપાયાં… વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામના સર્વે નંબરમાંથી પસાર થતી નર્મદાની પીવાનાં પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન બાબતે સુરેન્દ્રનગર પાણી પુરવઠા વિભાગની કચેરીમાં કરાર આધારિત નોકરી કરતા લાઈન મેન તથા લાઇન મેઈન્ટેનન્સ સુપરવાઈઝર સાથે મળીને રૂ. 40,000ની લાંચ માંગી હોય, જે રકમ સ્વીકારવા આવેલ બંને ઈસમોને મોરબી એસીબી ટીમે ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કાછીયાગાળા ગામે સર્વે નંબર ધરાવતા એક નાગરિકે એસીબીમાં…
ગુજરાતમાં 6 અકસ્માતની ઘટના, 13ના કમકમાટી ભર્યા મોત, 18 ઘાયલ આજરોજ કુલ છ અકસ્માતની ધટના બની છે. જેમાં કુલ 13 લોકોના મોત નિપજ્યાં છે. આજના દિવસે આટલા અકસ્માત થયા હોવાનું સામે આવ્યું. સતત આવી ઘટનાથી લોકો પણ સમજવું જરૂરી છે કે રસ્તા પર જતાં સમયે હમેશા કાળજી પૂર્વક વાહન ચલાવવું કેમ કે ક્યારે યમરાજન દર્શન થઈ જાય તેનું નક્કી નહિ. WCitynewsGujarati ગુજરાતમાં 6 અકસ્માતની ઘટના, 13ના કમકમાટી ભર્યા મોત, 18 ઘાયલઆજરોજ કુલ છ અકસ્માતની ધટના બની છે. જેમાં કુલ 13 લોકોના મોત નિપજ્યાં છે. આજના દિવસે આટલા અકસ્માત થયા હોવાનું સામે આવ્યું. સતત આવી ઘટનાથી લોકો પણ સમજવું જરૂરી છે…
મોરબી જુલતા પુલ સેસમાં SIT ની ટીમે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો, MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર મોરબીમાં થોડા સમય પહેલાં જુલતાપુલ દુર્ઘટના બની હતી જેમાં ૧૩૫ નિર્દોષ લોકોના મોત થયા હતા તે બનાવને લઈને હાલમાં હાઇકોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે.દરમિયાનમાં ઘટનાની તપાસ મામલે સીટની રચના થઈ હતી તે સીટની ટીમ દ્વારા પોતાનો રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો છે અને તેમાં ઉપરોક્ત ઘટના બાબતે ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે અને કંપનીના એમડી જયસુખભાઈ પટેલ, મેનેજર દિનેશભાઈ દવે અને દીપકભાઈ પારેખ સહિતનાઓ આ ઘટના માટે સીધા જવાબદાર છે તેમ…
સિલસિલો યથાવત, વધુ એક પોલીસકર્મીએ કર્યો આપઘાત અમદાવાદના એન ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધું છે. હિતેષભાઇ આલ નામના પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ અકબંધ છે. થોડા સમય અગાઉ જ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિરણભાઈ દેવજીભાઈ લકુમ નામના પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. તે અગાઉ રાજકોટનના જેતપુર પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલ દયાબેન શંભુભાઈ સરિયાએ ફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. આ સિલસિલો યથાવત રહ્યો છે. આજે અમદાવાદ ખાતે વધુ એક પોલીસકર્મીએ આપઘાત કર્યો છે. જેના કારમે પોલીસ…
વાંકાનેરના । ઢુવા પાસે કારખાનામાં મશ્કરીમાં છત ઉપરથી ધક્કો મારી દેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરના ઢુવા નજીક આવેલ સિરામિક કારખાનામાં મશ્કરી દરમિયાન છત ઉપરથી ધક્કો મારતા નીચે પડી જવાથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ઢુવા પાસે આવેલ વરમોરા સીરામીકમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા ધીરજ યાદવ (૨૨) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે ત્યાં મશ્કરી કરતા સમયે છત ઉપરથી તેને ધક્કો મારતા…
વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત : એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત…. ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત, કારમાં બેઠેલા અન્ય ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર કેરાળા ગામના બોર્ડ પાસે આજે રાત્રીના દસ વાગ્યાની આસપાસ એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી જતા કાર સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે નેશનલ…
વિકાસને વેગ મળ્યો/ રાજ્યની 157 નગર પાલિકાઓને રોડ રીસરફેસિંગ માટે મુખ્યમંત્રીએ ફાળવ્યા રૂપિયા 100 કરોડ નગર પાલિકાઓને રસ્તાના મરામત – રીસરફેસિંગ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ મારફતે શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ચોમાસામાં વરસાદને કારણે નગરોના માર્ગો – રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 100 કરોડ રૂપિયા 157 નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી છે.100 કરોડ રૂપિયાની આ રકમમાંથી ‘અ’ વર્ગની 22 નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા 1…
ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈને લઈ અમિત ચાવડાએ કર્યા મોટા પ્રહારો, જાણો શું કહ્યું હવે રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈને લઈ અમિત ચાવડાએ કર્યા મોટા પ્રહારો, જાણો શું કહ્યુંહવે રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી…