વાંકાનેર સીટી પોલીસે એક દરોડામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક વરલી ભક્તને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.મળતી માહિતી મુજબ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલપ્લોટ ચોકમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા યુનુસભાઈ આરબભાઈ હાલાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 850 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે ગુન્હો નોંધ્યો હતો
કવિ: wcity
વાંકાનેરમાં દારૂબંધીના ધજાગરા…: ખાનગી શાળા સામે છેલ્લા બે વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા શાળાએ રજૂઆત કરવી પડી…. શાળા સામે ચાલતા હાટડાથી વિદ્યાર્થીઓ અને સમાજ પર શું અસર પડશે ? : બે વર્ષથી નિદ્રાધીન વાંકાનેર પોલીસને જગાડવા શાળાએ લેખિતમાં રજૂઆત કરી… વાંકાનેર શહેરમાં રીતસર દારૂબંધીના ધજાગરા ઉડાતો બનાવ સામે આવ્યો છે, જેમાં વાંકાનેરની એક ખાનગી શાળાની સામે છેલ્લા બે વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડાથી કંટાળી આખરે શાળા દ્વારા નિદ્રાધીન પોલીસને લેખિતમાં અરજી કરી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ દેશી દારૂનો હાટડા બંધ કરવા રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે… બાબતે વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા આજે વાંકાનેર સીટી…
વાંકાનેર અદેપર ગામની સીમમાં તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા ત્રણ રફુચક્કર વાંકાનેરના અદેપર ગામની સીમમાં તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા 3 પત્તાપ્રેમીઓનેકુલ રોકડા રૂપિયા.12300 સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ત્રણ નાશી જતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અદેપર જતા રોડ પર ખોડીયાર માતાજીના મંદિર નજીક તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા વનાભાઈ ગેલાભાઈ મેર, સંગ્રામભાઈ ધનજીભાઈ બાવરવા, મહેશભાઈ વેલજીભાઈ ડાભીને રોકડ રકમ રૂ.૧૨૩૦૦ સાથે ઝડપી પાડ્યા હતા તો અસ્વીનભાઈ બચુભાઈ કોળી,મુન્નાભાઈ ઉર્ફે ટીનો પાંચાભાઈ કોળી અને રામજીભાઈ વિનુભાઈ કોળી નાશી જતા તેને ઝપડી પાડવા વધુ…
વાંકાનેર શહેરમાં પરણીત ઢગાએ સગીરાને અવાવરૂ જગ્યાએ લઇ જઇ શારિરીક અડપલાં કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. …વાંકાનેર શહેરમાં પરણીત યુવક દ્વારા ગોલો ખવડાવવાના બહાને પરિવારજનોને જાણ કર્યા વગર એક સગીરાનું અપહરણ કરી માર્કેટ યાર્ડ તરફ અવવારું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરતાં બાબતની જાણ પરિવારજનોને થતાં તેમણે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા એક સંતાનના પિતા એવા આરોપી સિરાજ મુન્ના બુખારી નામનાં પરણિત શખ્સે વાંકાનેરની સગીર વયની બાળાને પરિવારજનોને જાણ બહાર ગોલો ખવડાવવાના બહાને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ…
મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે વેપારી સંમેલન યોજાયુ વાંકાનેર અમરસિંહ હાઇસ્કુલ હોલ ખાતે વેપારી સંમેલન યોજવામાં આવેલ આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાના નવ વર્ષ સુશાસન પૂર્ણ થવાના અવસરે જન સંપર્ક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વેપારી સંમેલન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને તેજાબી વક્તા સાવરકુંડલાના માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ અંતર્ગત ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જે સુંદર કામગીરી થયેલ તેના વિશે માહિતગાર કરેલ. વાંકાનેર ના તમામ વેપારી મંડળના પ્રતિનિધિઓ તેમજ વેપારી અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.વાંકાનેર ભાજપ…
વાંકાનેરમાં પ્રેમલગ્નનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરનારા યુગલ સામે ગુનો નોંધાયો વાંકાનેર નજીક આવેલ મોટા ભોજપરા ગામે રહેતા યુવાનની દીકરીને ભગાડી ગયેલા શબ્સે તેની સાથે પ્રેમ લગ્ન કર્યાનું બોગસ લગ્ન નોંધણી પ્રમાણપત્ર બનાવ્યું હતું અને તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી યુવતીના પિતા દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવતીને ભગાડી જનાર શખ્સ તથા તેની પોતાની દીકરીની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૬૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના મોટા ભોજપરા ખાતે રહેતા હુસેનભાઇ ઉસ્માનભાઈ કડીવાર જાતે મોમીન (૪૨)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે પર સાંજના સમયે બે યુવાનો દ્વારા પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી બાઇક સ્ટંટ કરતાં વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થયા હતા, જે બાદ પોલીસ દ્વારા Raider_king_09 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરેલ વિડિયોના આધારે તપાસ કરી જોખમી બાઈક સ્ટંટ કરનાર સચીનભાઈ ભગવાનજીભાઈ જાદવ (રહે. દિગ્વિજયનગર, વાંકાનેર) અને રેહાન રમજાનભાઈ કટીયા (રહે. નવાપરા, વાંકાનેર)ને બાઇક સાથે ઝડપી પાડી બંને યુવકોને કાયદાનું ભાન કરાવી તેની વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ 207 હેઠળ કાર્યવાહી કરી હતી… વાંકાનેર શહેર નજીક હાઇવે પર પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી બાઇક સ્ટંટ કરતાં બે યુવાનોના વિડિયો ગઇકાલે સાંજના સોસીયલ…
નબળા વર્ગના અને ધાર્મિક તથા વંશીય લઘુમતીઓના અધિકારોનું સમર્થન નહી કરવામાં આવે તો ભારત કોઈક સમયે અલગ થઈ જશે: પુર્વ રાષ્ટ્રપતિ વોશિંગ્ટન,તા.22જો ધાર્મિક અને વંશીય લઘુમતીઓના અધિકારોનું સમર્થન કરવામાં નહીં આવે તો ભારત કોઈક સમયે અલગ થઈ જશે.’ ભૂતપૂર્વ યુ.એસ. રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ગુરુવારે જણાવ્યું હતું. ઓબામાએ ભારતીય સમાજમાં નબળા વર્ગોના અધિકારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે બિડેન પ્રશાસને આ મુદાઓ પર વડાપ્રધાન મોદી સાથે ‘પ્રામાણીકપણે’ ચર્ચા કરવી જોઈએ.અમેરિકાના પુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અમેરિકી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનને સલાહ આપી હતી કે તેઓ મુસ્લીમોની સુરક્ષા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી…
► 53.68 લાખનો 1022 પેટી દારૂ, છ વાહનો સહિત 1.07 કરોડનો મુદ્દામાલ કબજે: અલ્તાફ, બાઘો સહિત 13 ફરાર► પંજાબથી દારૂ ભરેલો ટ્રક મંગાવ્યો હોવાનું ખુલ્યું: દરોડા વખતે જંગલેશ્વરનો મહેબૂબ મીર, ઈલિયાસ કૈડા, ભેંસાણનો અલ્તાફ ઠેબા અને થોરાળાનો શોયેબ ઓડિયા પકડાયા: ટમેટાના કેરેટ હેઠળ છુપાવીને દારૂ લવાયો’તો: અવધ એસ્ટેટના ગોડાઉનમાં કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકતાં ભાગદોડ રાજકોટ શહેર-જિલ્લામાં સ્થાનિક પોલીસની ‘કૃપાદૃષ્ટિ’ બૂટલેગરો ઉપર વરસી રહી હોય તેવી રીતે ફરી મોટાપાયે દારૂની હેરાફેરી શરૂ થઈ ગયાનું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. જો કે બૂટલેગરો દ્વારા પ્યાસીઓ સુધી દારૂની બોટલો પહોંચાડી દેવાના બદઈરાદા ઉપર ‘બાજનજર’ રાખીને બેઠેલા…
ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત…: વાંકાનેર હાઇવે જકાતનાકે માથાભારે રિક્ષા અને ઈકો ચાલકો સામે પોલીસ તંત્ર વામણું…. અનેક પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ હાઇવે જકાતનાકે ગેરકાયદેસર રિક્ષા અને ઈકોનો જમાવડો થયાવત… વાંકાનેર સીટી પોલીસ મથકમાં ‘ કડક અધિકારી ‘ તરીકેની છાપ ધરાવતા અનેક પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ વાંકાનેર શહેરની ટ્રાફિક સમસ્યા જૈસે થે જ રહી છે, જેમાં વાંકાનેર હાઇવે જકાતનાકની વાત કરીએ તો અનેક રજૂઆતો બાદ પણ આજ સુધી વાંકાનેરના કોઈ પણ કડક અધિકારી દ્વારા અહીં માથાભારે રિક્ષા અને ઈકો ચાલકો દ્વારા ગેરકાયદેસર કરવામાં આવતા વાહન પાર્કિંગ અને પેસેન્જર ભરવા બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી…. હાઇવેની ચારે બાજુ…