કવિ: wcity

બિપરજોય વાવાઝોડાની અસર હજુ બજાર પરથી દૂર નથી થઈ. ત્યાં જ ચોમાસાની અસર બજાર પર જોવા મળી રહી છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે બિપોરજોયમાં વધેલા શાકભાજીના ભાવ ચોમાસુ શરૂ થવા છતાં પણ ઘટ્યા નથી. ત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતા તેની જગ્યાએ લોકો કઠોળનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ વરસાદના કારણે વધારો નોંધાયો છે. દરેક સિઝનમાં સિઝનેબલ વસ્તુમાં ભાવમાં વધારો નોંધાતો હોય છે. આ વર્ષે બિપોરજોય વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં જે વધારો થયો હતો તે તો યથાવત જ છે સાથે જ શાકભાજીની અવેજીમાં જે કઠોળનો ઉપયોગ લોકો કરતા હોય છે તેમાં વરસાદ દરમિયાન વધારો જોવા…

Read More

હવામાન વિભાગે ફરી એક વાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ સાથે જ ૨૪ કલાક પછી આગામી ૫ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા છે. આગાહી અનુસાર આજના દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવના છે.આ ઉપરાંત પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ,ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો…

Read More

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે. કચ્છ, જામનગર અને દેવભૂમી દ્વારકા તથા જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયા છે, પોરબંદર,ગીર સોમનાથ અને આણંદ તેમજ વડોદરા સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે તાપી,નવસારી,ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ૨ જુલાઈએ હવાનું દબાણ સર્જાશે. જેનાથી ૫ જુલાઈ સુધી વરસાદ આવશે. તેમજ ૨ થી ૫ જુલાઈ સુધી…

Read More

છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી ૬ ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) લેવામાં આવશે. જ્યારે ૧૭ સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) યોજાશે. શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) TAT-HIGHER SECONDARY પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. TATની પરીક્ષા માટે ૫ જુલાઈથી ૧૫ જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ૫ જુલાઈથી ૧૭ જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે.…

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે અલીભાઈ મામદભાઈ બાદીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરિવારની રકિનાબેન કાલરીયા ભંગડા ઉ.14 નામની કિશોરીને વાડીએ સાપ કરડી જતા ઝેરી અસર થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Read More

વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા યોગેન્દ્રસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહીલ, રાજેશભાઈ કરશનભાઈ બાબરીયા, મોહમદભાઈ વલીમહમદભાઈ કુરેશી, રાજેન્દ્રસિંહ હરભમજી ઝાલા ભગવાનજીભાઈ નારણભાઈ જાદવ અને અસરફભાઈ કાસમભાઈ સર્વદીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 12,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં સીટી પોલીસે દરોડો પાડી આરોપી પાંચાભાઇ રૂપાભાઇ ઉર્ફે ભુપત સંગપરાના ઝુંપડામાંથી મેકડોવેલ નંબર -1 બ્રાન્ડ વ્હીસકીની 1 બોટલ, એક વોડકાની બોટલ તેમજ ત્રણ બીયરના ટીન સહિત કુલ રૂપિયા 975નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવ્યો છે.

Read More

એસઓજી પોલીસ ટીમનું સફળ ઓપરેશન : 6.42 લાખના મેફેડ્રોન સહીત 7,19,460નો મુદામાલ કબ્જે કરાયો મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીને આધારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર પાનેલી ગામ પાટીયા પાસે સર્વીસ રોડ પરથી રૂપીયા 6.42 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ કુલ રૂપિયા 7,19,469ના મુદામાલ સાથે ઝડપી લઈ અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી પીઆઇ એમ.પી.પંડયાની ટીમના એ એસ.આઇ. કિશોરદાન ગંભીરદાન ગઢવી તથા ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને બાતમી મળેલ કે, આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ રહે.ચંન્દ્રપુર માર્કેટીંગ યાર્ડ સામે વાંકાનેર વાળો…

Read More

વાંકાનેર નર્સરી ચોકડી પાસે ટોલ નાકા દ્વારા બંધ કરવામાં આવેલો રસ્તો ને ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની રજૂઆત બાદ ખુલો મુકવામાં આવ્યો વાંકાને નજીક આવેલી નર્સરી ચોકડી પાસે થી હળવદ તાલુકા અને થાન તાલુકા તેમજ લુણસર વિસ્તારનાં ગામડાંના લોકોને આવવા જવાનો મુખ્ય રસ્તો ટોલનાકા દ્વારા જે બંધ કરવામાં આવ્યો હતો તે વિસ્તારનાં લોકોની રજુઆતને ધ્યાને લઈ અને આજ રોજ વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની સુચનાથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હીરાભાઈ બાંભવા, મહામંત્રી શ્રી વાંકાનેર તાલુકા ભાજપ, કીશોરસિંહ બી ઝાલા મહામંત્રી શ્રી વાંકાનેર તાલુકા ભાજપ, અશ્વિન નવઘણભાઈ મેઘાણી ડિરેક્ટર શ્રી APMC વાંકાનેર, ડાયાભાઈ સરૈયા, રાજુભાઈ જાપડા, સહિતના આગેવાનો રૂબરૂ ટોલનાકે જઈ પ્લાઝા…

Read More

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ રાજ્યસભાની ૧૦ બેઠકો માટે આગામી ૨૪ જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી માટે ૧૩ જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ૨૪ જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ૨૪ જુલાઈના રોજ ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળની ૧૦ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. રાજ્ય સભામાં જુલાઈ અને ઓગસ્ટમાં ૧૦ બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર (ગુજરાત) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ડેરેક ઓ’બ્રાયન (પશ્ચિમ બંગાળ)ની સીટો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગોવાના સભ્ય…

Read More