વાંકાનેરના પીપળીયા રાજ ગામે યુવાનની હત્યા: બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની હત્યા કરવામાં આવી છે જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જો કે, મૃતક યુવાનની હત્યાના ગુનામાં તેની પત્ની શંકાના દાયરામાં છે અને આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે બનાવની જાણવા મળતી હોય તો પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના દંગાડીયા ફળીયાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે શાહિદભાઈની વાડીએ રહીને…
કવિ: wcity
ખાણ ખનીજ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવતા ખનીજ ચોરોમા ફફડાટ મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે વાંકાનેર નજીકથી ફાયર કલે અને રેતીની ખનીજ ચોરી કરતા એક કરોડની કિંમતના ત્રણ વાહનો સિઝ કરી દેવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચનાથી આજે માઇન્સ સુપરવાઈઝર જી.કે.ચંદારાણા અને રવિ કણસાગરાએ વાંકાનેર નજીકથી ફાયર કલે ભરેલા બે ટ્રક તેમજ રેતી ભરેલ એક ટ્રક સહિત કુલ રૂપિયા 1 કરોડનો મુદ્દામાલ સિઝ કરી દંડનીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી. ખાણ ખનીજ વિભાગની કડક કામગીરીને પગલે ખાસ કરીને ફાયર ક્લેની ખનીજ ચોરી કરતા તત્વો…
વાંકાનેરના દિઘલીયા ગામની સીમમાંથી તસ્કરો દ્વારા ખેડૂતોની વાડીમાં કેબલની ચોરી અને નુકશાનીની ફરિયાદ…. વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામની સીમમાં વાડી ધરાવતા અંદાજે 13 જેટલા ખેડૂતોની વાડીઓમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને ખેડૂતોની કેબલ તથા સ્ટાટર જેવા સમાનની ચોરી કરી અને ખેડૂતોની વાડીમાં નુકસાન કરી ફરાર થઈ ગયા હતા, જેથી બનાવ અનુસંધાને આજે નુકસાનગ્રસ્ત ખેડૂતોએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામની સીમમાં વાડી ધરાવતા 13 જેટલા ખેડૂતોની વાડીમાં ગતરાત્રીના અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવી અને મોટરના કેબલ તથા સ્ટાટરની ચોરી કરી અને ખેડૂતોની પાણીની લાઈન તથા અન્ય ચીજવસ્તુઓમાં નુકસાન પહોંચાડી…
ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મોટા સમાચાર;નીતિન પટેલને સોંપાઈ શકે છે ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી રાજ્યસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. આગામી રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાત ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ હવે ગુજરાતના પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પાર્ટી હાઈકમાન્ડ મહત્વની જવાબદારી સોંપી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નીતિન પટેલને ઉત્તર પ્રદેશના પ્રભારીની જવાબદારી સોંપાઈ શકે છે.થોડા દિવસ અગાઉ મહેસાણાના કડીમાં નીતિન પટેલના જન્મ દિવસ પર યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ…
બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ…. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા કરાઇ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો….વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની સીમમાંથી આજે વહેલી સવારે એક યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ રાજ ગામની સીમમાં આવેલ મકબુલભાઈ અબ્દુલરહીમ કડીવાર (બોરડીવાળા)ની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતાં રવી ડુંગરસિંહ બામનીય (ઉ.વ. ૨૧) નામના એક પરપ્રાંતિય શ્રમિક મજુરની…
DDO ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગની કાર્યવાહી મોરબી : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ગામના મુખ્ય માર્ગ ઉપર વર્ષો જુના દબાણ મોરબી જિલ્લા પંચાયત દ્વારા દુર કરવામાં આવ્યા છે. જુના રાજાવડલા ગામની વચ્ચે આવેલા મુખ્ય રસ્તાના બંને બાજુ દબાણો ઉભા કરેલ હતા જેને કારણે મુખ્ય રસ્તાનું કામકાજ બંધ પડેલ હતું તેમજ મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હતો. આ પરિસ્થિતિના કારણે શાળાએ જતા બાળકો તેમજ મોટી ઉંમરના નાગરિકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ખાસ કરીને ચોમાસામાં સંપૂર્ણ રસ્તામાં પાંચ ફૂટના પાણી ભરતા હતા જેથી ગામની બહાર જવું મુશ્કેલ થઈ પડતું હતું. જેના પગલે લોકોને પડતી મેશ્કેલી નિવારવા મોરબી…
રાજકોટ શહેરના વિસ્તારમાં અવારનવાર નશીલા પદાર્થોની બનાવટ ,વેચાણની અસામાજિક પ્રવૃત્તિઓ જોવા મળી આવતી હોઈ છે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં પોલીસ પેટ્રોલીગ કરતી વેળાએ અલગ અલગ બે જગ્યાએથી પાંચ ટ્રકોમાંથી શંકાસ્પદ સીરપનો જથ્થો મળી આવ્યો છે. શહેરના નાગરિક બેંક ચોક પાસે આવેલ પાર્કિંગમાંથી તથા હુડકો ચોકડી પાસે આવેલા માધવ પાર્કિંગ પાસેથી એમ બે જગ્યા પરથી રૂ. ૭૩,૨૭,૫૦૦ની કિમતનો શંકાસ્પદ જથ્થો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. આ જથ્થો ક્યાંથી આવ્યો છે. તેનું કારણ હજુ અંકબંધ છે . આ સમગ્ર મામલે બી.ટી. ગોહેલની ટીમેં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેરના લીંબાળા ધાર પાસે ઇકો હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત વાંકાનેરના લીંબાળા ધાર પાસે ઇકો હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક લીંબાળા ધાર પાસે જીજે – 14 – E – 7061 નંબરના ઇકો ચાલકે બાઈક લઈને જઈ રહેલા વાંકાનેરના રહેવાસી ટપુભા મહોબતસિંહ જેઠવાને રસ્તો ઓળંગતી વખતે હડફેટે લેતા ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
એલસીબી ટીમે 6 શખ્સોને દબોચી લઈ 26.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ટંકારા : મોરબી એલસીબી ટીમે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનાના ગોડાઉનમાં દારૂનો જથ્થો સંગ્રહી વેચાણ કરતા છ શખ્સોને રૂપિયા 26.94 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાની સાથે આ ગોડાઉન ભાડે રાખી દારૂનો ધંધો કરતા માસ્ટર માઈન્ડ રાજસ્થાની શખ્સને ફરાર દર્શાવી સાત આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, લજાઈ – હડમતીયા રોડ ઉપર લજાઈ ગામની સીમમાં આવેલ ઉમા પ્લાસ્ટિક પ્લોટ નંબર 28ના ગોડાઉનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે…
બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર તાલુકાના દલડી ગામે સામાજિક પ્રસંગમાં ભોજન કર્યા બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર…. બે અલગ અલગ જગ્યાએ સમુહ ભોજન બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર થતા અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા… વાંકાનેર તાલુકાના દલડી ગામ ખાતે આજે યોજાયેલ બે અલગ-અલગ જગ્યાએ સામાજિક પ્રસંગમાં ભોજન કર્યા બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર થતા દોડધામ મચી ગઇ છે, જેમાં અસરગ્રસ્ત લોકોને વાંકાનેર વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામ ખાતે આજે યોજાયેલ બે અલગ-અલગ ઝીયારત અને લોબાનના સામાજિક પ્રસંગ બાદ ભોજન…