વાંકાનેરના રામકૃષ્ણ નગર, નવાપરામાં રહેતા જીવણભાઈ ગાડાવાળા (રેકડા વાળા ) તરીકે ઓળખાતા એવા જીવણભાઈ ખીમાભાઇ જાંબુકીયાનું તારીખ 26/10/2023 ને ગુરૂવાર ના રોજ અવસાન થયેલ છે.પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.સદ્ગતનું બેસણું : તા. 2/11/2023, ગુરૂવારના રોજ સવારે 9:30 થી 12:00 સુધી અમારા નિવાસ સ્થાને રાખેલ છે.લી.જીતુભાઈ જીવણભાઈ 9712352542શૈલેષભાઈ જીવણભાઈ 9879898074
કવિ: wcity
જૂનાગઢ: ઝુઝારપુરમાં યુવકનો રહસ્યમય રીતે આપઘાત, સ્યુસાઇડ નોટમાં કોંગ્રેસના MLA વિમલ ચુડાસમા સહિત ત્રણના નામનો ઉલ્લેખકોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ચોરવાડના ઝૂઝારપુર ગામના યુવકે રહસ્યમય રીતે આપઘાત કર્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણના નામનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જૂનાગઢ: રાજ્યમાં આપઘાતના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાર બીજી તરફ વધુ એક યુવાને રહસ્યમય રીતે આપઘાતની ઘટના સામે આવી છે. જૂનાગઢના ઝુઝારપુર ગામના એક યુવકે સુસાઈડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને…
વાંકાનેર હસનપર ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિઓ પકડાયા વાંકાનેર હસનપર ગામે બીપીએલ ચોક માં સ્ટીક લાઈટના અજવાળે જુગાર રમતા ચાર શકુનિઓ 10400 રોકડા રૂપિયા સાથે પકડાયા વાંકાનેર હસનપર ગામે બીપીએલ ચોક માં સ્ટીક લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા (૧) મુકેશભાઈ સુરેશભાઈ દલસાણીયા(૨) રણજીતભાઈ બાબુભાઈ ટોટા(૩) મહેશભાઈ ખોડાભાઈ કુણપરા(૪) અનિલભાઈ રાજુભાઈ પડસણીયા તમામ રહે હસન પર તાલુકો વાંકાનેર ને કુલ મુદ્દા માલ, 10400 પકડીને જુગારધારા 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
રોડ પરના દબાણ દૂર કરવા ગયેલા AMCના DYMC સહિતના સ્ટાફ પર જીવલેણ હુમલો, 16 સામે ફરિયાદરોડ પરના દબાણ દૂર કરવા ગયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના સ્ટાફ પર જીવલેણ હુમલો કરવામા આવ્યો છે. અસારવામાં સિવિલ હોસ્પિટલના કોર્નર પર ઉભી રહેતી લારીઓ હટાવવા મામલે ધર્ષણ સર્જાતા આ બનાવ બન્યો છે, જેમાં 16 લોકો સામે હત્યાના પ્રયાસ અને રાયોટીંગની કલમો હેઠળ ગુનો શાહીબાગ પોલીસ મથકે દાખલ કરાયો છે. અમદાવાદ શહેરમાં ફરી એક વાર સરકારી કર્મચારી અને અધિકારી પર જીવલેણ હુમલાની ઘટના બની છે. અત્યાર સુધીમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલાની ઘટનાઓ સામે આવતી હતી. ત્યારે હવે રોડ પરના દબાણ…
અજબ પ્રેમ કી ગજબ કહાની: વાંકાનેરના જાલી ગામે પ્રેમસબંધમાં આડખીલી બનતા પરણિત પ્રેમીની મહિલા અને તેના બીજા પ્રેમીએ કરી હત્યા વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતી મહિલા સાથે તે જ ગામમાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો તે મહિલાને અન્ય એક શખ્સની સાથે પણ પ્રેમસંબંધ હોય મહિલાએ તેના બીજા પ્રેમીની વચ્ચે યુવાન આડ ખીલી રૂપ બનતા તે યુવાનને વાડીના ઝૂંપડામાં બોલાવીને ત્યાં ગળા ટુંપો આપીને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મૃતક યુવાનના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ હાલમાં મહિલા સહિત બે સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને…
વાંકાનેર એસટી ડેપો કર્મચારીએ રિસેસ દરમિયાન સૂત્ર ચાર અને ઘંટનાદ વગાડી વિરોધ કર્યો સંકલન સમિતિના આદેશ મુજબ વાંકાનેર એસ. ટી. ડેપો કેન્દ્ર ખાતે રાજકોટ વિભાગ ના યુનિયન પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા ની આગેવાની માર્ગદર્શન સાથે જયદેવસિંહ જાડેજા(જે. જે.), મેહબૂબભાઈ લાહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જે. બી. ઝાલા,હિતેષભાઇ પરમાર, રહીમભાઈ પરમાર, જયદેવસિંહ ઝાલા,અશોકભાઈ થુલેટીયા,હમિદભાઈ કાદરી, સંભુપરિ ગોસ્વમી, જયપ્રકાશભાઈ પાઠક,અભિષેક ઠાકર,મુકેશભાઈ મારૂ,વિજયસિંહ જાડેજા,નરેશભાઈ હરીયાણી,ગીતાબેન પટેલ, વાલજીભાઈ પરમાર દરેક કમૅચારીઓ એ પોતાની ફરજો શરૂ થતાં પહેલાં કાળીપટ્ટી ઘારણ કરીને ફરજ ઉપર હાજર થઈ નિયત માગાણીઓ સાથે તમામ કાર્યક્રમ મુજબ નું રીસેસ દરમ્યાન સુત્રોચાર અને ઘંટનાદ કરવામાં આવ્યોહતો.
વાંકાનેરના વાંકીયા રોડે શાળા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ગામે વાંકીયા રોડ ઉપર આવેલ સરકારી શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોડ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૨,૮૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે વાંકીયા રોડ ઉપર આવેલ સરકારી શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા…
વાંકાનેર ખાતે વિજ્યાદશમી (દશેરા)ની પરંપરાગત ઉજવણી કરાઇ, રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન વિધિ યોજાઈ…. મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં વિદ્યાર્થી સન્માન સમારોહ તથા શસ્ત્ર પૂજન વિધિ યોજાઈ…. વાંકાનેર ખાતે ગઇકાલે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષતામાં વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વિજ્યા દશમીએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા…. વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા આયોજીત આ 15 માં વિજ્યાદશમી મહોત્સવ તથા વિદ્યાર્થી સન્માન સમારોહની શરૂઆત ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શસ્ત્ર પૂજન કરી કર્યા બાદ ક્ષત્રિય સમાજની દીકરીઓએ તલવાર રાસ રજૂ કર્યા હતા,…
પંચાયત વિભાગમાં બદલીનો ઘાણવો, 164 TDOની બદલીના આદેશ રાજ્યભરના 164 TDOની બદલીના આદેશ કરી તેમને અન્ય સ્થળે ફરજ સોંપવામાં આવી છે. જ્યારે 19 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. દિવાળી પહેલા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ દરમિયાન હવે TDOની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આદેશ રાજ્યભરના 164 TDOની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. TDOની બદલી અંગે સત્તાવાર યાદી જાહેર જાહેર કરવામાં આવી છે.ગુજરાતમાં એક તરફ તહેવાર નો માહોલ જામ્યો છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી અગાઉ સરકારી અધિકારીઓની બદલીની મોસમ ખીલી છે. રાજ્યભરના 164 TDOની બદલીના આદેશ કરી તેમને અન્ય…
રાજસ્થાનની ચૂંટણીમાં પતિ-પત્ની વચ્ચે જામી શકે છે જંગ, જાણો શું છે મામલો રાજસ્થાનની દાંતારામગઢ વિધાનસભા સીટ પર 25મી નવેમ્બરે પતિ-પત્ની વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી શકે છે. જો જનનાયક જનતા પાર્ટીએ પત્નીને ઉમેદવાર બનાવ્યા છે તો કોંગ્રેસ તેમના પતિને ટિકિટ આપી શકે છે. રાજસ્થાનની દાંતારામગઢ વિધાનસભા સીટ પર 25મી નવેમ્બરે પતિ-પત્ની વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી શકે છે. હરિયાણામાં મજબૂત પકડ ધરાવતા જનનાયક જનતા પાર્ટી (JJP)એ આ બેઠક પરથી રીટા ચૌધરીને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી તેમના પતિ અને વર્તમાન ધારાસભ્ય વીરેન્દ્ર સિંહને ટિકિટ આપી શકે છે. બીજી તરફ અલવરની રામગઢ સીટ પરથી વર્તમાન ધારાસભ્ય શાફિયા…