કવિ: wcity

વાંકાનેરમાં હપ્તેથી ડ્રાઈવરને મોબાઈલ અપાવનારા ટ્રાન્સપોર્ટરને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મૂળ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને હપ્તેથી મોબાઈલ ફોન ડ્રાઈવરને લઈ દીધેલ હતો જે મોબાઈલ ફોનના હપ્તા ભરવામાં આવતા ન હોવાથી યુવાને રૂપિયા માંગતા તે સારું નહીં લાગતા તેનો ખાર રાખીને યુવાનને વઘાસિયા ટોલનાકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ નજીક બોલાવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ આરોપીએ પોતાની કારથી ફરિયાદીની કાર રોકાવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા…

Read More

વાંકાનેરના લિંબાળામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની માતાને યુવતીના પિતાએ માર માર્યો વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતી મહિલાના દીકરાએ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના પિતાને તે સારું નહીં લાગતા તેણે મહિલાને ગાળો આપી હતી અને લાકડી વડે બંને હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતા શારદાબેન જાદવભાઈ સીતાપરા જાતે કોળી (ઉમર ૪૦) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શંકર ઉર્ફે…

Read More

વાંકાનેર નજીક બાઈકના સ્ટેરીંગનો કાબુ ગુમાવતાં થયેલા અકસ્માતમાં યુવાનનું મોત વાંકાનેરના નેશનલ હાઈવે ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈકના સ્ટેરીંગ ઉપરથી તેને કાબુ ગુમાવ્યો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઈક લઈને જઈ રહેલ યુવાન ડિવાઇડર અને થાંભલા સાથે અથડાતાં માથા અને કપાળમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં રહેતા રણજીતભાઈ મુકેશભાઈ બાંભણીયા જાતે વાંજા (ઉમર ૨૯) ની ફરિયાદ લઈને પોલીસે તેના મૃતક ભાઈ…

Read More

ટંકારા તાલુકામાંથી ૨૫ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરનારા ત્રિપુટી ૧૫ ચોરાઉ મોટરની સાથે ઝડપાયા દિવાળી પર્વને ધ્યાને રાખીને પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારવામાં આવ્યું છે તેવામાં મોરબી તાલુકા પોલીસની ટિમ જાંબુડીયા ગામ આર.ટી.ઓ ઓફીસની સામે હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં ત્રણ ઈસમ મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પૂછપરછ કરતાં તેને લતીપાર ગામ નજીક કારખાનામાંથી ૨૫ ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી જેથી પોલીસે હાલમાં ૧૫ મોટર અને બે મોબાઈલ ફોન કબજે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે મોરબી તાલુકા પોલીસની ટિમ પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ કામ અને પેટ્રોલીંગ કરી રહી છે તેવામાં વાસુદેવ રણછોદભાઇ સોનગ્રાને મળેલ બાતમી આધારે…

Read More

પ્રેમિકાના ભાઈએ યુવાનનું તેના જ ટ્રકમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અપહરણ કરીને માર માર્યો: ચાર સામે ફરિયાદ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી યુવાન ટ્રક લઈને જઈ રહ્યો હતો ત્યારે તે યુવાનને જેની સાથે પ્રેમસબંધ હતો તેના ભાઈ સહિત બે વ્યક્તિએ યુવાનનું તેના જ ટ્રકમાં અપહરણ કર્યું હતું અને ત્યારબાદ બામણબોર નજીક લઈ જઈને ત્યાં ધોકા વડે તેને માર માર્યો હતો અને તેનો વિવો કંપનીનો મોબાઇલ પણ લઈ લીધો હતો જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકાના જાની વડલા ગામે…

Read More

વાંકાનેર તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે સક્રિય મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની વરણી કરવામાં આવી. આ તકે રાજ્ય સભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા સાહેબ, તાલુકા અને જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકાના સરપંચશ્રીઓ, તથા મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનોએ હાજરી આપી અને ફટાકડા ફોડી વાજતે ગાજતે જીજ્ઞાસાબેન મેરને શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે જીજ્ઞાસાબેન મેરે દેશની મહિલાઓને અગ્રીમ હરોળમાં સ્થાન આપનાર વડાપ્રધાન મોદી સાહેબની વિચારધારા ધરાવતી પાર્ટીનો, સી. આર. પાટીલ સાહેબનો, સાંસદશ્રી મોહનભાઇનો, સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતી અને ચેરમેન તરીકે બિનહરીફ વરણી થવા બદલ તમામ તાલુકા પંચાયત સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો. વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી…

Read More

વાંકાનેરમાં ડોક્ટરનું અપહરણ કરી લૂંટવા આવેલ ગેંગ પકડાઈ: પિસ્તોલ, એરગન અને ચાર છરી સાથે સાત આરોપીની ધરપકડ મૂળ અમદાવાદના રહેવાસી આયુર્વેદિક ડોક્ટર સમયાંતરે વાંકાનેરમાં આવતા હોય છે અને વાંકાનેરમાં આવેલ વાણંદ સમાજની વાડીએ રોકાતા હોય છે જે ડોક્ટરનું અપહરણ કરવા માટે અગાઉ તેની પાસે નકલી પોલીસ બનીને પૈસા પડાવવા માટે ગયેલ શખ્સ સહિત કુલ મળીને સાત શખ્સો આવ્યા હતા અને ડોક્ટરનું અપહરણ કરવા માટેનું કાવતરું રચીને વાંકાનેરમાં ધામા નાખવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે વાણંદ સમાજની વાડી કે જેની બાજુમાં દેના બેન્ક આવેલ છે ત્યાં આ શખ્સો આંટા મારી રહ્યા હતા દરમ્યાન વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી અને શંકાના…

Read More

વાંકાનેર એસટી ડેપો ખાતે મેનેજર અને એટીએસ નુ વિદાય સન્માન સમારંભ યોજાયો રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર વાંકાનેર એસટી ડેપો ખાતે મેનેજર અને એટીએસ નુ વિદાય સન્માન સમારંભ યોજાયો હતો જેમાં રાજકોટ વિભાગ માં ATS તેમજ વાંકાનેર એસ. ટી. ડેપો મેનેજર ના ચાર્જ માં ફરજ બજાવતા શ્રી ભરતસિંહ જાડેજા સાહેબની વય મર્યાદા ના કારણે આજે નિવૃત થયેલ તેમજ સ્વૈચ્છીક નિવૃત્તિ લીધેલ ડેપો મેનેજર શ્રી જે. એમ. અગ્રાવત સાહેબ નો રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળ ના પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા તેમજ વાંકાનેર એસ. ટી. બાપા સીતારામ ગ્રુપદ્વારા વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સમારંભ ને શોભાવવા માટે ખુબ વિશાળ સંખ્યા માં અધિકારીશ્રીઓ…

Read More

વાંકાનેરના શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટરો ઘોર બેદરકારી ના કારણે મૃત્યુ થયેલમહિલના પરિવારજનોના ઉપવાસનો રાજકોટમાં આજે ચોથો દિવસ; હોસ્પિટલ અને તેના ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહીકરવા માંગ.. વાંકાનેરના શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટરો ઘોર બેદરકારી ના કારણે કનુંબેન નામની મહિલાનું મૃત્યુ નીપજતા મહિલાના પરિવારજન અને સમાજના આગેવાનો રાજકોટના પીએમ રૂમથી મૃહદેહ સ્વીકારવા નકારી રહ્યાં છે આ સાથે મૃત મહિલાનો પરિવાર અને કોળી સમાજના આગેવાનો રાજ્ય સરકાર તથા પોલીસ તંત્ર ને હોસ્પિટલ અને તેના ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે.

Read More

થર્ડ ડિગ્રી ટોર્ચર કેસમાં વાંકાનેર પીએસઆઈ સોનારાને પડેલ ત્રણ વર્ષ શખ્ત કેદની સજા યથાવત્ રાખતી સુપ્રીમ કોર્ટ…. જુનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ફરિયાદીને ઢોર માર મારી, માથે ટકો કરી જાહેરમાં સરઘસ કાઢી કાળું મોઢું કરવાના કેસમાં સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટનું ફરમાન… જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ભેંસાણ પોલીસ મથક વિસ્તારમાં ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારી, ફરિયાદીના મોટાભાઇના હાથે ફરિયાદીના માથે ટકો કરાવી ગામમાં સરઘસ કાઢી, મોંઢુ કાળુ કરવાના પોલીસ એટ્રોસીટીના ચકચારભર્યા કેસમાં નીચલી કોર્ટે આરોપી પીએસઆઇ સહિત ત્રણ પોલીસ કર્મચારીઓને ફટકારેલી અને હાઇકોર્ટે યથાવત્ રાખેલી સજાના ચુકાદા સામે પીએસઆઇ બળવંત સોનારા સહિતના પોલીસ કર્મીઓ તરફથી સુપ્રીમકોર્ટમાં કરાયેલી અપીલ જસ્ટિસ…

Read More