જસદણ ભાજપમાં જૂથવાદનો મામલો, ભુપતભાઈ કેરાળીયા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આમને-સામનેગુજરાત ભાજપ જસદણમાં વિખવાદનો મામલો સામે આવી રહ્યો છે. ગુજરાત ભાજપના ટોચના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો વિસ્તારમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળીયાનો આક્ષેપ છે કે જૂના ભાજપના કાર્યકરોને બાવળીયા હેરાન કરે છે. આ આક્ષેપ બાદ જસદણ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાત ભાજપ જસદણમાં વિખવાદનો મામલો સામે આવી રહ્યો છે. ગુજરાત ભાજપના ટોચના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો વિસ્તારમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળીયાનો આક્ષેપ છે કે જૂના ભાજપના કાર્યકરોને બાવળીયા હેરાન કરે છે. આ આક્ષેપ…
કવિ: wcity
નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…: વાંકાનેરના કેરાળા ગામે આધેડ પર વગર કારણે ત્રણ રાઉન્ડ ફાયરિંગથી ખળભળાટ…. નવા વર્ષ નિમિત્તે મંદિરે દર્શન કરી પરત ફરતા આધેડ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ, તલવારનો ઘા…વાંકાનેર વિસ્તારમાં આજે નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી થતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં તાલુકાના કેરાળા ગામ ખાતે આજે વહેલી સવારે નવા વર્ષ નિમિત્તે મંદિરે દર્શન કરી પરત ફરતા આધેડ પર વગર કારણે પિતા-પુત્રએ હુમલો કરી તલવારનો એક ઘા તથા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ મચી ગયો છે. સદનસીબે આ બનાવમાં આધેડનો આબાદ બચાવ થયો હતો, જેમાં બે રાઉન્ડ મિસ ફાયરીંગ તથા એક ગોળી શરીરની બાજુમાંથી નીકળી ગઇ હતી…બાબતે સુત્રો પાસેથી પ્રાપ્ત…
બંધુનગર નજીક કાર ચાલકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલ અકસ્માતમાં વાંકાનેરના વેપારી યુવાનનું મોત….વાંકાનેરના વેપારી યુવાન શહેબાઝ મેમણનું દુઃખદ અવસાન, મર્હુમની આવતીકાલે જીયારત…. વાંકાનેર તાલુકાના બંધુનગર નજીક નેશનલ હાઇવે પર ગતરાત્રીના એક i-20 કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના વેપારી યુવાનનું મોત થયું હતું, જ્યારે આ આકસ્માતના બનાવમાં અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી હતી….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની બાગે સંજર સોસાયટી ખાતે રહેતા અને મેઇન બજારમાં સાહેલી સેલ નામની દુકાન ચલાવતા શેહબાઝ રફીકભાઈ મેમણ (ઉ.વ. ૨૫) નામનો વેપારી યુવાન ગતરાત્રીના પોતાની આઇ-20 કાર લઈને મોરબીથી વાંકાનેર પરત આવી રહ્યો હોય, ત્યારે બંધુનગર પાસે…
ડો એસ.એચ. પાસલિયા તરફથી દિવાળી અને નવા વર્ષની શુભકામના વાંકાનેર પાસલીયા હોસ્પિટલના ડોક્ટર એસ.એચ. પાસલિયા તથા પાસલિયા હોસ્પિટલ સ્ટાફ તરફથી દિવાળી અને નવા વર્ષની શુભકામના
વાકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાશાબેન મેર નું સતાપર ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું વાંકાનેર તાલુકાના સતાપર ગામે તાલુકા પંચાયતના નવનિયુક્ત કારોબારી ચેરમેન તરીકે ચૂંટાયેલા શ્રીમતી જિજ્ઞાસબેન મેરનું સરપંચ, સભ્યો, ગામના આગેવાનો તથા સમસ્ત ગામ લોકો દ્વારા વાજતે ગાજતે ફટાકડા ફોડીને સન્માન કરવામાં આવ્યુંઆ તકે જિજ્ઞાસાબેન મેરે સમસ્ત સતાપર ગામ લોકોનો આભાર માન્યો હતો.
દેહરાદૂન : પોલીસ હેડક્વાર્ટર પાસે જ્વેલરીના શોરૂમમાં અંદાજિત 20 કરોડની લૂંટ, તંત્ર દોડતું થયું ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગુરુવારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની. ગુનેગારોએ અહીંના પોલીસ હેડક્વાર્ટરમાંથી 15-20 કરોડ રૂપિયાના દાગીનાની લૂંટ કરી હતી. દિવસના અજવાળામાં ગુનો આચરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગુરુવારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની. અહીં પોલીસ હેડક્વાર્ટરમાંથી 15-20 કરોડ રૂપિયાની જ્વેલરી લૂંટાઈ હતી. ગુનેગારો, જેઓ ગ્રાહકોના રૂપમાં શોરૂમમાં પહોંચ્યા હતા, તેઓએ દિવસના અજવાળામાં બંદૂકની અણી પર આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ વ્યસ્ત રાજપુર રોડ પર સ્થિત રિલાયન્સ જ્વેલ્સ જ્વેલરી સ્ટોરમાં પ્રવેશ્યા હતા. તેઓએ કર્મચારીઓને બંદૂકની અણી પર બંધક બનાવ્યા,…
વાંકાનેર: ખેડૂતભાઈઓ આનંદો હવે ઘઉં અને જીરૂ વાવીદો કેમકે આજે તા.૯/૧૧/૨૦૨૩ ગુરુવાર સવારે ૯-3૦ કલાકે મચ્છુ-૧ ડેમની કેનાલ ખોલવામાં આવેલ છે.આજે તા.૯/૧૧/૨૦૨૩ ગુરુવાર સવારે ૯-3૦ કલાકે મચ્છુ-૧ ડેમ ખાતે રાજ્ય સભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના વરદ હસ્તે વાંકાનેર તાલુકાના ખેડૂતો માટે મચ્છુ ૧ ડેમમાંથી કેનાલમાં પાણીનો વાલ ખોલવામાં આવ્યો હતો. પાણી કેનાલમાં આગળ ચાલતું થઈ ગયું હતું. આ સમયે ભાજપના અગ્રણીઓ હાજર રહયા હતા. હાલ શરૂઆતમાં 50 ક્યૂસેક પાણી ખોલવામાં આવી રહ્યું છે.મચ્છુ કેનાલ શરૂ થતા વાંકાનેર પંથકના ખેડૂતોને શિયાળુ વાવેતરમાં ખૂબ મોટો લાભ થશે. કેનલનું પાણી મળવાથી વાંકાનેર પંથકમાં ઘઉં અને જીરું તેમજ વરિયાળીનું મોટા પાયે વાવેતર થશે.
દિવાળી પહેલા પગાર વધારા રૂપે સરકારે આપી ST કર્મચારીઓને ભેટ દિવાળી પહેલા ગુજરાત સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓને 30 ટકા જેટલો પગાર વધારો આપવાની જાહેરાત કરી છે. નવા પગાર વધારાનો અમલ કરવા માટે નાણાં વિભાગની એક બેઠક મળી હતી. આ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવાળી પહેલા ગુજરાત સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓને 30 ટકા જેટલો પગાર વધારો આપવાની જાહેરાત કરી છે. નવા પગાર વધારાનો અમલ કરવા માટે નાણાં વિભાગની એક બેઠક મળી હતી. આ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દિવાળી પહેલા પગાર વધારાના નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આગાઉ…
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટએટેક મોતના બનાવો સતત વધી રહ્યો છે, જેમાં બાબતે સરકારએ પણ આ મુદ્દે ગંભીરતા દાખવી છે, ત્યારે વાંકાનેર ખાતે હાર્ટ એટેકથી વધુ એક નાગરિકનો ભોગ લેવાયો છે, જેમાં શહેરના માર્કેટ ચોક ખાતે ઇલેક્ટ્રોનિકની દુકાનમાં હાર્ટ એટેકથી આધેડનું મોત થયું હોવાનું સામે આવ્યું છે… પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની હવેલી શેરીમાં દરબારગઢ ખાતે રહેતા તરૂણસિંહ ખોડુભા (ઉ.વ. 53) નામના આધેડને શહેરના માર્કેટ ચોક ખાતે નાનાલાલ આઇસ્ક્રીમની બાજુમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાં હાર્ટએટેક આવી જતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવની વાંકાનેર સીટી…
ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં લાગી ભીષણ આગ, 15થી વધુ દુકાનો આગની ઝપેટમાંસુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોકમાં આવેલ અલગ અલગ દુકાનોમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. વહેલી શોપિંગ સેન્ટરમાં સવારે લેબોટરી, રેડીમેઇડ કપડા, સાડી, ક્ટલેરી, લેડીઝ આઇટમો સહિત અંદાજે 15થી વધુ દુકાનોમાં આગ લાગી હતી. એક તરફ તહેવારો નજીક આવી રહ્યા છે. બીજી તરફ તહેવારોને લઈ બજારમાં ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 15 જેટલી દુકાનોમાં ફેલાઇ ગઇ હતી.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં આગની ઘટના સામે આવી છે. વહેલી સવારે લાગેલી આગ…