કવિ: wcity

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી તા.16 મેના રોજ કરવામાં આવે છે. આ દિવસ મચ્છરજન્ય રોગ અને તાવ વિશે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે. ડેન્ગ્યુ એ એડીસ ઈજિપ્તી મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો થવાથી ઉત્પન્ન થાય છે. સ્વચ્છ પાણી ભરીને રાખેલા વાસણોમાં આ મચ્છર જન્મ લેતા હોય છે. રાજકોટ શહેરમાં ગત વર્ષે ડેન્ગ્યુના 267 કેસ નોંધાયા હતા જ્યારે ચાલુ વર્ષે 18 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં ગત વર્ષે 145 કેસ નોંધાયા હતા અને ડેન્ગ્યુને કારણે 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 15 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગર…

Read More

રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલમાં સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના સંતોએ મંદિરનું બાંધકામ કર્યું છે. આ બાંધકામ હાલ અટકાવાયું છે અને તેને લઈને તપાસના આદેશ અપાયા હતા જે કમિટીએ પોતાની તપાસ પૂરી કરી છે અને બુધવાર સુધીમાં કલેક્ટરને પોતાનો અભિપ્રાય પણ સુપ્રત કરી દેશે. પ્રાંત અધિકારી શહેર-1 તેમજ ડીઆઈએલઆરના અધિકારીઓની બનેલી તપાસ કમિટીએ ટ્રસ્ટ અને સામે પક્ષે ફરિયાદ કરનારા બંને પાસેથી વિવિધ ડોક્યુમેન્ટ મેળવ્યા હતા અને જવાબ અને પ્રતિજવાબોની પ્રક્રિયા કરી હતી. બાદમાં બંનેના મેળવીને રિપોર્ટ સોંપાય તે પહેલાં જ તેનો ટૂંકસાર ગત સપ્તાહે જ જિલ્લા કલેક્ટરને આપી દીધો હતો. હવે આ તપાસ પૂરી થતા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને અભિપ્રાય અપાશે અને ત્યારબાદ…

Read More

તંત્ર નિષ્ક્રિય, ભૂમાફિયા સક્રિય; ગામની નદી બૂરી દેવાતા ચોમાસામાં પાણી ગામમાં ભરાઈ જવાની દહેશત રાજકોટ શહેરની નજીકના ગામોમાં ગૌચર અને સરકારી ખરાબા હડપી લેવાના કૌભાંડ મોટાપાયે ચાલી રહ્યા છે કારણ કે, આવા કિસ્સાઓમાં તંત્ર જ આળસુ રહે છે. તંત્રના ધ્યાને આવવા છતાં નિષ્ક્રિય રહીને ભૂમાફિયાઓને પ્રોત્સાહન પૂરું પાડે છે. આવું જ કાંગશિયાળી ગામમાં થયું છે જ્યાં જમીન માલિકોએ ગૌચરમાં ગેરકાયદે રસ્તો તો બનાવ્યો પણ સાથે જ નદીને પણ બૂરી દીધી છે. કરોડોની જમીન હડપ કરી જવા મામલે પંચાયતે નોટિસ આપી છતાં હજુ કામ અટક્યું નથી. કાંગશિયાળી ગામ પાસે સરવે નં. 394ની જમીન છગન રૂપાપરા અને જયંતી રૂપાપરા તેમજ સરવે નં.…

Read More

રાજકોટ શહેરનાં હેમુગઢવી ઓડિટોરિયમ ખાતે આજે એક રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યના રેલમંત્રી દર્શનાબેન જરદોસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, જુના રેલવે મંત્રીઓ માત્ર વાયદાઓ કરતા હતા, અમે પરિણામો તરફી કામ કરીએ છીએ, ટૂંક સમયમાં સૌરાષ્ટ્રનાં સોમનાથ-દ્વારકા સહિતનાં સ્ટેશનોનું આધુનિકરણ થશે. આધુનિકરણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે.દર્શનાબેન જરદોસનાં જણાવ્યા મુજબ આઝાદી બાદ આટલા વર્ષોમાં જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થવું જોઈએ જેમ કે, કેબલિંગ-ડબલિંગ-પ્લેટફોર્મ સહિતનો વિકાસ થવો જોઈએ તે અગાઉના રેલમંત્રીઓએ માત્ર વાયદા કર્યા છે. જ્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની ડબલ એન્જીન સરકાર રેલવેના વિકાસ માટે કામ કરી રહી…

Read More

પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 19202/19201 પોરબંદર-સિકંદરાબાદ સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની સ્પીડ વધારીને એક્સપ્રેસથી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બદલવાનો તેમ જ તેના આવવા-જવાના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપરફાસ્ટ એક્સપ્રેસ થવાથી ટ્રેનના નંબરોમાં પણ ફેરફાર કરવામાં આવશે. તો ઉધના-સુરત અને કરંબેલી-વાપી સેક્શન વચ્ચે બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ સુપરફાસ્ટ તરીકે ચાલશેટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 19-07-2023થી અને ટ્રેન નંબર 19202 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 25-07-2023 તારીખથી સુપરફાસ્ટ ચાલશે. આ ટ્રેન દર મંગળવારે પોરબંદરથી 00:55 વાગ્યાનને બદલે 01:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બુધવારે 08:00 વાગ્યાને બદલે 7:40 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. પરત આવતા આ ટ્રેન દર બુધવારે સિકંદરાબાદથી…

Read More

ચોટીલા ડુંગર તળેટી વિસ્તારમાં રમકડાની દુકાનમાં રાત્રી ના સમયે આગ લાગતા લ‍ાખો રુપિયા નો સામાન બળીને ખાખ થઇ ગયો ઝાલાવાડ નુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા મા દેશભરમાંથી દર્શનાર્થે શ્રદ્ધાળુઓ આવતા હોય છે. દિવસે માઇભકતો ના અવિરત ઘસારા વચ્ચે રાત્રી ના સમયે રમકડાં ની દુકાન માં શોર્ટસર્કીટ થી આગ લાગતા અફડા તફડી મચી ગઇ હતી .ડુંગર તળેટી વિસ્તારમાં દુકાન આવેલી હોઇ રાત્રી ના દુર્ઘટના બનતા મોટી જાનહાની ટળી હતી.બનાવની જાણ ચોટીલા નગરપાલિકા માં થતા ફાયરફાઇટર હરેશભાઇ ઉપાધ્યાય ..ગોપાલસિંહ પરમાર અને નલિનભાઇ સહિત ફાયરબ્રિગેડ ટીમ બનાવ સ્થળે પહોંચી વિકરાળ આગ પર પાણી નો મારો ચલાવી કાબુ મેળ્વયો હતો.મોડીરાત્રી ના સમયે લાગેલી આગથી આજુબાજુ…

Read More

નવી દિલ્હી : યુક્રેનની કટોકટી વધુ ઘેરી બની રહી છે. આવી સ્થિતિમાં ત્યાં ફસાયેલા ભારતીયોની ચિંતા પણ વધી રહી છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફરીથી ઉચ્ચ સ્તરીય ઈમરજન્સી બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ચાર કેન્દ્રીય મંત્રીઓને યુક્રેનના સરહદી દેશોમાં મોકલવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ વીકે સિંહને યુક્રેનના પડોશી દેશોમાં મોકલી શકાય છે. આ મંત્રીઓ ઇવેક્યુએશન મિશન માટે અન્ય દેશો સાથે સંકલન કરશે અને ત્યાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે કામ કરશે. ઉલ્લેખનીય છે કે ભારતીય વિદ્યાર્થીઓને…

Read More

વાંકાનેર એક્સિસ બેન્ક પાસે આડેધડ પાર્કિંગથી લોકોને પરેશાની વાંકાનેર શહેરમાં આવેલી એક્સિસ બેન્ક બ્રાન્ચ પાસે આડેધડ વાહન પાર્કિંગથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે આમ જુઓ તો બપોરના સમયે સ્કૂલ છૂટવાનો સમય છે ત્યારે એક્સિસ બેન્ક પાસે બેંકમાં પૈસા ભરવા આવેલી કાર રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરતા લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે આ તકે વાંકાનેર શહેર પોલીસ આ જગ્યા પર ટીઆરબી જવાની બેસાડે તો ટ્રાફિક સમસ્યા દૂર થઈ શકે છે આજુબાજુ માં આવેલી સ્કૂલ લીધે વિદ્યાર્થીઓ છૂટે ત્યારે આ ચોકડી પર ટ્રાફિક સમસ્યા વારંવાર પ્રશ્ન બને છે

Read More