વાંકાનેરના વડસર નજીક ચાલતી ખનીજચોરી પર ખાણ ખનીજ વિભાગના દરોડા, બે હિટાચી અને એક ડમ્પર પકડી પાડ્યુ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વડસર નજીક ચાલતી ખનીજચોરી પર આજે સવારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો, જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થળ પરથી ખનીજચોરી કરતા બે હિટાચી મશીન અને એક ડમ્પરને જપ્ત કરવામાં આવ્યા હતા બનાવની પ્રાપ્ત વિગતો · મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં વડસર નજીક આવેલ ગાયત્રી સ્ટોન ક્રશર સામે છેલ્લા ઘણા સમયથી બેફામ ખનીજચોરી ચાલતી હોય, જેમાં આજે સવારે મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડી…
કવિ: wcity
◙ રાજકોટમાં છેલ્લા બે મહિનાથી ધડાધડ લૂંટ-ચોરીઓ થઈ રહી હોય પોલીસે ગેંગને દબોચવા રાત-દિવસ એક કર્યા: ગેંગના 12 લોકોની ધરપકડ, આઠ હજુ ફરાર: આરોપીઓ પાસેથી ગીલોલ, ડીસમીસ, દાંતરડા, લોખંડના સળિયા સહિતના હથિયારો પણ મળ્યા ◙ રાજકોટ શહેર-જિલ્લો, ગોંડલ, સુરેન્દ્રનગરના થાન, જામજોધપુર, બોટાદ, ખેડાના માતર, અમદાવાદના બોપલ સહિતના વિસ્તારોમાં લૂંટ-ચોરીને આપ્યો’તો અંજામ: પોલીસે કોન્ટ્રાક્ટર બનીને ગેંગની ઓળખ કરી’ને પછી વારાફરતી તમામને પકડ્યા રાજકોટ જ નહીં બલ્કે આખા સૌરાષ્ટ્ર-ગુજરાતની પોલીસ માટે પડકાર બની ગયેલી ચડ્ડી-બનીયાનધારી ગેંગને દબોચી લેવામાં અંતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા સાંપડી છે. છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકીને ચોરી લૂંટને અંજામ આપતી આ ગેંગના 12 લોકોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ…
2021માં જાહેર કરેલા કૌભાંડ મામલે સુરત પોલીસે કાર્યવાહી કર્યાનો દાવો અમદાવાદ, તા. 26પેપર લીક અને તોડકાંડ મામલે પોલીસની કસ્ટડીમાં 3 મહિના રહ્યા બાદ યુવરાજસિંહ જાડેજા જામીન પર જેલમાંથી બહાર આવતાની સાથે જ ફરીથી ભરતી પરીક્ષામાં થતી ગેરરીતિ અને કૌભાંડ પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઉર્જા વિભાગની ભરતીમાં ગેરરીતિથી પાસ થવાના કૌભાંડમાં યુજીવીસીએલના 11 કર્મચારીઓની ધરપકડ કરી હતી. જે અંગે યુવરાજસિંહે ટવીટ કરીને કહ્યું છે કે, તેમણે જાન્યુઆરી 2021માં જ્યારે ઉર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ કૌભાંડને ઉજાગર કર્યું હતું.યુવરાજસિંહ જાડેજાએ ટવીટ કરીને લખ્યું છે કે, ઊર્જા વિભાગની પરીક્ષા ચાલુ હતી(4…
વાંકાનેરમાં દિવાનપરામાં યુવાનને ગાળો આપીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરમાં દિવાનપરામાં આવેલ પૂજા પાન પાસે ઝઘડો થયો હતો અને ત્યારે યુવાનને પાંચ શખ્સો દ્વારા ગાળો આપવામાં આવી હતી અને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના દિવાનપરા શેરી નં-૧ માં રહેતા કેવલભાઈ રાજેશભાઈ સુરેલા જાતે કોળી (૨૪)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે હરેશ ઉર્ફે મુન્નો વ્રજલાલ કારીયા, સન્નીભાઈ દિલીપભાઈ કારીયા, કાલી, કિશનભાઇ રાજેશભાઈ કારીયા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને પાંચ શખ્સોની…
મોરબી જિલ્લાના વાંકાનેરમાં શિક્ષક બદલી અરજીમાં પણ ભ્રષ્ટાચાર! મોરબી જિલ્લાનું વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો તેમ એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે હાલમાં મળતી વિગત મુજબ હાલ શિક્ષકોના બદલી કેમ્પ ચાલી રહ્યા છે અને ઓનલાઈન બદલી કેમ્પ પૂર્ણ થતાં જિલ્લાફેર બદલીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે અને જિલ્લાવાર સિનિયોરિટી લિસ્ટ બહાર પડેલ છે જેમાં ચોંકાવનારી માહિતી સામે આવેલ છે રાજકોટ કોર્પોરેશનનું બદલીના સિનિયોરિટી લિસ્ટના પેજ નં-૧૩ ના પ્રાથમિક વિભાગની પ્રતીક્ષા યાદીના કર્મ નં-૪ પર રહેલી યાદી મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બેન દશ વર્ષના બોન્ડ પર નોકરીએ લાગેલા હતા. અને વર્ષ-૨૦૨૦ માં એ બોન્ડ…
વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે નવાપરા વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અકરમ દાઉદભાઈ બૈજાણી, સંજય નાઝાભાઈ મૂંધવા અને લાલજી રામેશ્વરભાઈ ચાકરે નામના શખ્સને રોકડા રૂપિયા 3500 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
વાંકાનેર : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર ઢુંવા ઓવરબ્રિજ પાસે એમએચ – 18 – AA – 8764 નંબરના ટ્રક ચાલકે પગપાળા જઈ રહેલા બિહારના વતની શ્રમિક અવિષેકકુમાર સંજયભાઈ પાંડેને હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોંચાડતા અવિષેક કુમારનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ રોલ્ટા સિરામિક ફેકટરીના શેડ ઉપરથી પડી જતા મોરબીના વિદ્યુતનગરમાં રહેતા રણજીતભાઈ ભરતભાઇ ડાભી ઉ.22 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વાંકાનેર શહેર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા દ્રિતીય વિદ્યાર્થી તથા કર્મચારી સન્માન સમારોહ યોજાયો…. વાંકાનેર શહેરની પટેલવાડી ખાતે આજરોજ કોળી કેરિયર એકેડેમી દ્વારા દ્રિતીય વિદ્યાર્થી તથા કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થી અને સરકારી કર્મચારીઓને શિલ્ડ, સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના નાગરિકો, સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા… આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, 1008 મહા મંડલેશ્વરના મહંત શ્રી રૂષીભારતીજી બાપુ, કાળીયાઠાકર જગ્યાના મહંત વાલજીભગત સહિત વાંકાનેર વિસ્તારના સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી વિદ્યાર્થી તથા કર્મચારીઓને સન્માનિત કર્યા હતા…. આ સાથે જ પરિવર્તન કોળી…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના તરકિયા ગામે સરકારી ખરાબામાં ભેંસ ચરાવવા મામલે એક શખ્સે આ ખરાબો મે વાળી લીધો છે કહી કાકા અને ભત્રીજાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તરકિયા ગામે ફરિયાદી પ્રવીણભાઈ વિરાભાઈ ડાભીનો ભત્રીજો સંજય સરકારી ખરાબાની જગ્યામાં ભેંસ ચરાવવા માટે જતા આરોપી નાથાભાઇ વાઘજીભાઈ ગાંગડીયાએ આ ખરાબો મે વાળી લીધો છે કહી સંજયને લાકડી વડે ફટકારી બેફામ માર મારતા ફરિયાદી પ્રવીણભાઈ સમજાવવા જતા આરોપી નાથાભાઇ એ પ્રવીણભાઈને પણ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.