વાંકાનેર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગાંગીયાવદર અને કાછીયાગાળા ગામ ખાતે પહોંચ્યો હતો, જેમાં આ વિસ્તારના તાલુકા પંચાયતના સદસ્ય દામજીભાઈ ધોરીયા અને ગામ લોકોએ આ રથને આવકારી અનેરૂ સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
કવિ: wcity
બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર શહેર સીએનજી પંપ સામે હિટ એન્ડ રનમાં થાર કારના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત …વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક બ્લેક કલરની થાર કારના ચાલકે બેદરકારી દાખવી હાઇવે પરથી પસાર થતી એક મહિલાને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઇજાના કારણે મહિલાનું મોત થયું હતું…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામના બોર્ડ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઇવે પરથી પસાર થતા હસીનબેન ઇસ્માઇલભાઇ શેરસીયા…
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે નિમવામાં આવેલ તપાસ સમિતિની બેઠક યોજાઇ, તપાસનો ધમધમાટ શરૂ. …વાંકાનેરના વઘાસીયા ટોલનાકાની પાસે જ છેલ્લા દોઢ વર્ષ કરતાં વધારે સમયથી બોગસ ટોલનાકું બનાવી વાહનચાલકો પાસેથી ઓછા પૈસા ઉઘરાવી સરકારી ટોલનાકાને બાયપાસ કરાવવાના ષડયંત્રનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાયાં બાદ સફાળા જાગેલા જવાબદાર તંત્રએ બાબતે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી અને તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જે તપાસ સમિતિની આજરોજ બેઠક વઘાસીયા ટોલનાકા ખાતે યોજાઇ હતીબનાવ અનુસંધાને વાંકાનેર પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલ તપાસ સમિતિ દ્વારા મામલતદાર, ટીડીઓ, હાઇવે ઓથોરિટીના અધિકારી, બામણબોર ટોલપ્લાઝા એજન્સીના પ્રતિનિધિ, ટીઆરબી કંપનીના પ્રતિનિધિ, વાંકાનેર સીટી પોલીસ સહિતની ઉપસ્થિતિમાં આજરોજ બેઠક…
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મંગળવારે, દિવસના પ્રકાશમાં, મોપેડ પર સવાર બે હુમલાખોરો આવ્યા અને ગોગામેડી પર ગોળીબાર કર્યો. ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.રાજસ્થાનની રાજધાની જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઘટના બાદ ચકચાર મચી ગઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હુમલાખોરોની શોધ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, ગોગામેડી પર બદમાશોએ ચાર ગોળીઓ મારી છે. ઘટના સમયે ગોગામેડી તેના ઘરે હતો.પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ આસપાસના…
વાંકાનેર નજીક કારખાનામાં ગેરકાયદે ઉઘરાણા કરનારાઓને રોકવા જાય તો ટોલ પ્લાઝાના સ્ટાફને આપતા મારી નાખવાની ધમકી મોરબી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર વાંકાનેર તાલુકાના વઘાસીયા પાસે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા આવેલ છે અને તે ટોલ પ્લાઝાને બાયપાસ કરીને ગેરકાયદેસર કારખાનામાંથી અને વઘાસિયા ગામમાંથી રસ્તો બનાવીને ત્યાં ઉઘરાણા કરવામાં આવતા હતા જે બાબતે પોલીસ કર્મચારી દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં તેમણે જણાવ્યુ છે કે, કોઈપણ જાતની સત્તા કે પરવાનગી વગર ગેરકાયદેસર કારખાનામાંથીઅને ગામમાંથી રસ્તો બનાવીને ટોલ પ્લાઝા બાયપાસ કરાવી ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા અને કેન્દ્ર…
અમરેલીના બાબરામાં ભાજપના મહિલા નેતાના પતિના ઘરેથી નશાકારક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો..પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આર્યુવેદિક સિરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.. દર્શન પાનની દુકાનદારની દુકાને અને ઘરેથી બાબરા પોલીસે સિરપનો મોટો જથ્થો પકડાતા ખળભળાટ મચી ગયો છે..બાબરા પોલીસે બાતમીના આધારે રેડ પડતા દુકાન અને ઘરેથી 75 પેટી સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો.. ત્રણ હજાર સીરપની બોટલો બાબરા પોલીસે જપ્ત કરી છે..પોલીસે રૂપિયા 4 લાખ 50 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો..દુકાનદાર કશ્યપ મૂળશંકરભાઈ તેરૈયા નામની વ્યક્તિની બાબરા પોલીસે કરી અટકાયત કરી છે..ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ મૂળશંકર તેરૈયા પાસેથી આર્યુવેદિક સીરપનો જાથો પકડાયો હતો
IND VS AUS T20 મેચમાં સ્ટેડિયમમાં વીજળીની ખામી; બિલ ન ભરવાના લીધે કનેક્શન કાપી નાખ્યું આજે છત્તીસગઢની રાજધાની રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 મેચ રમાશે. રાયપુરમાં આયોજિત થનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચને જોવા માટે લોકો દૂર-દૂરથી ઉમટી પડ્યા છે. પરંતુ આ દરમિયાન આશ્ચર્યની વાત એ છે કે જે ગ્રાઉન્ડમાં આ ક્રિકેટ મેચ રમાશે તેની લાઈટો હજુ બંધ છે. કારણ કે છત્તીસગઢ વિદ્યુત વિભાગે રાયપુર ક્રિકેટ સ્ટેડિયમનું વીજળી કનેક્શન કાપી નાખ્યું છે. કારણ એ છે કે સ્ટેડિયમનું 3 કરોડ 25 લાખ રૂપિયાનું બાકી વીજ બિલ જમા થયું નથી. આજે સાંજે 7…
વાંકાનેર : વાંકાનેર શહેરના ગ્રીન ચોકમાંથી સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન આરોપી હનીફભાઈ બચુભાઇ ભટ્ટી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપીયા 700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી
વાંકાનેરના સિંધાવદર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એક ઇજાગ્રસ્ત….વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આજે બપોરના સમયે એક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના બસ સ્ટેન્ડથી આગળ જતાં રેલ્વે ફાટક નજીક વળાંક પાસે રાજકોટ-વાંકાનેર રોડ પર એક ટ્રક નં. GJ 01 CU 1676ના ચાલકે બેદરકારી દાખવી ત્યાંથી પસાર થતા બાઈક નં. GJ 03 CD 9464 ના ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા વૃદ્ધને સરપંચ એવા સગા નાનાભાઈએ નજીવી બાબતે લાકડીથી ફટકારતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતાં ચતુરભાઇ ભનુભાઇ દેલવાડીયા ઉ.60 નામના વૃધ્ધને સાંજે તેના નાના ભાઇ પતુભાઇએ લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. ચતુરભાઇએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે પોતાને પેરેલીસીસ હોઇ હાલ કામધંધો કરી શકતાં નથી. પોતાના નાના ભાઇ પતુભાઇ ગામના સરપંચ છે. ગામમાંથી ગેરકાયદેસર રીતે વાહનો નીકળતાં હોઇ…