કવિ: wcity

વાંકાનેરમાંથી મોબાઇલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો મોરબી : મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાંથી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડી બીજા ફરાર આરોપીને પણ ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કોડના માણસો મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે રણજીતભાઇ જેરામભાઇ માલણીયાત રહે. હાલ મોરબી પાડા પુલ નીચે વાળાને વાંકાનેર સીટી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસેથી ચોરી કરેલ મોબાઇલ ફોન સાથે પકડી પાડી મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરાવતા વાંકાનેર સીટી મીલ પ્લોટ ફાટક પાસે ફળીયામાંથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ચોરી કરેલ હોવાનુ જણાવતા જે…

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની સીમમાં સોયબભાઈ માથકીયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની જયંતિભાઈ ફાંકલીયાની 5 વર્ષની પુત્રી સુહાનીને સાપ કરડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Read More

વાંકાનેર ના પંચાસિયા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપીને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેર તાલુકા પોલીસના પીએસઆઈ બી પી સોનારાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પોલીસકર્મી ચમનભાઈ ચાવડા, સંજયસિંહ જાડેજા અને વિજયભાઈ ડાંગરને બાતમી મળી હતી કે પંચાસીયા ગામની વીડ તરીકે ઓળખાતી સીમના ખરાબામાં જાહેરમાં જુગાર રમી રમાતો હોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાં જુગાર રમી રહેલા આરોપી સહદેવસિંહ જયવીરસિંહ જાડેજા, રાઘવજીભાઇ અજાભાઇ દેસાઇ, અમ્રુતલાલ રાઘવજીભાઇ વીડજા, સુરેશભાઇ પરસોત્તમભાઇ કાવર અને મગનભાઇ સુંદરજીભાઇ દલસાણીયાને રોકડ રકમ રૂ. ૧૭,૩૦૦ સાથે ઝડપી…

Read More

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસી બે શખ્સે મહિલાની છેડતી કરતા દેકારો મચી ગયો હતો. બે પૈકીના એક શખ્સે અગાઉ મહિલાના પતિ પર છરીથી હુમલો કર્યો હતો, ત્યારથી તે શખ્સ મહિલા પર ઘૂરકિયા કરતો હતો અને ઘરમાં ઘૂસી પજવણી કરી હતી. પોલીસે બંને શખ્સની શોધખોળ શરૂ કરી હતી.ગાંધીગ્રામ વિસ્તારની સોસાયટીમાં રહેતી ૧૮ વર્ષની પરિણીતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઋષિરાજ ગોહિલ તથા તેની સાથેનો એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ નાણાવટી ચોકમાં ભાગીદારીમાં રસનો ચિચોડો ચલાવતા હતા, પોતે જ્યારે પતિને ટિફિન દેવા જતાં હતા ત્યારે ઋષિરાજ ગોહિલ તેની સામે ખરાબ…

Read More

વાંકાનેરમાં ભાજપ કાર્યાલયે જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં વાંકાનેરના મહારાજા કેસરી દેવસિંહજી ઝાલા, ભાજપના પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના હોદેદારો, આગેવાનો તેમજ મોરચા સેલના હોદેદારો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, પાલિકાના માજી સભ્યો, વિવિધ જ્ઞાતિના આગેવાનો હાજર રહ્યા હતા અને જિલ્લાના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે મહારાજા કેસરિદેવસિંહજીએ શાબ્દિક સ્વાગત પ્રવચન કરીને માર્ગદર્શન આપ્યું હતું અને રસિકભાઈ વોરાએ જિલ્લાના પ્રમુખનો રાજકીય પરિચય આપ્યો હતો તેમજ આભાર વિધિ ગાંડુભાઈ ધરજીયાએ કરેલ હતી અને આ કાર્યક્રમનું સંચાલન ગજેન્દ્રસિંહ રાઠોડ…

Read More

2000 લીટર આથો 600 લીટર દેશી દારૂ સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે સ્થાનિક પોલીસે બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી સમાન જબરદસ્ત ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યોવિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે મોટા પાયે દેશી દારૂ બનાવવામા આવી રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી રસિક છનાભાઈ અબાસણીયા રહે. રાતાવિરડા સંચાલિત દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી 600 લીટર દેશી દારૂ, 2000 લીટર દેશી દારૂ બનાવવા માટેનો ઠંડો આથો તેમજ રૂ. 10,900ના ભઠ્ઠીના સાધનો સહિત 26,900નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી રસિક…

Read More

વાંકાનેર : હેન્ડલ લોક કરેલા વાહનો પણ તસ્કર ચોરી જતા હોય છે ત્યારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે આવેલ રાજા કેટલ ફીડ નામના કારખાનાના પાર્કિંગમાંથી અમીભાઈ હાજીભાઈ કડીવારના પુત્રનું હેન્ડલ લોક ખરાબ થઈ ગયેલ અને ડાયરેકટ કરેલ રૂપિયા 10 હજારની કિંમતનું બાઈક તસ્કર ચોરી કરી લઈ જતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

Read More

પોલીસ સ્ટેશનથી 800 મીટર દૂર જ નશીલા પદાર્થનો કાળો કારોબાર ઝડપાયો વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ મથકના જુના બિલ્ડીંગની દીવાલને અડોઅડ તેમજ સીટી પોલીસ મથકથી માત્ર 800 મીટર દૂરથી ચા, પાન, બીડીની કેબિનમાંથી સ્થાનિક પોલીસે નશીલા પદાર્થનો કાળો કારોબાર ઝડપી લઈ 200 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લઈ એનડીપીએસ એકટ અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમને વાંકાનેર યાર્ડના ગેઇટ સામે જુના વાંકાનેર સીટી પોલીસ મથકના બિલ્ડીંગની દીવાલની અડોઅડ આવેલી ચા, પાન અને બીડીની કેબિનમા નશીલા પદાર્થનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડતા આરોપી નૂરમામદ હાજીભાઈ મકવાણા રહે. લક્ષ્મીપરા…

Read More

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમી પકડાયા વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે થી કોટડા નાયણી જવાના રસ્તા પર રાતના સમયે લાઇટ ના અજવાળું કરી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી કુલ 12.300 મુદ્દા માલ સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગ ફરતા દરમિયાન અગાભી પીપળીયા થી કોટડાનાયણી ની જવાના રસ્તા ઉપર લાઈટ ના અજવાળે જાહેરમાં જુગાર રમતા (૧) ભીખાભાઈ ભગવાનભાઈ કાનજીયા(૨) જગદીશભાઈ ઉર્ફે કાળુભાઈ શામજીભાઈ ઘેટીયા(૩) શાંતિલાલ અંબાલાલ મારુ(૪) હરખાભાઈ જીવરાજભાઈ ઘેટીયા(૫) મહેન્દ્રભાઈ ઉર્ફે નંદાભાઈ ગોપાલભાઈ શેરસીયા સહિત ને પકડીને કુલ રોકડા રૂપિયા 12.300 કબજે કરીને જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી…

Read More

ટીપુ સુલતાનની તલવારને ‘સુખેલા-શક્તિનું’ પ્રતિક કહેવામાં આવે છે.મૈસુર પાર શાશન કરનાર ટીપુ સુલતાનની તલવાર ૧૪ મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે ૧૪૨.૮ કરોડમાં વેંચાઈ

Read More