વાંકાનેર સીટી પોલીસ મથકે ફરજ બજાવતા ત્રણ પોલીસ જવાનોની બદલી કરાઈ દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા અને પ્રતિપાલસિંહ વાળાની બદલી કરવામાં આવી જીલ્લા પોલીસ વડા દ્વારા બદલી કરાઇ… દિવ્યરાજસિંહ ઝાલાને માળિયા,કૃષ્ણરાજસિંહને ટંકારા અને પ્રતિપાલસિંહ વાળાની મોરબી ટ્રાફિક શાખામાં બદલી…
કવિ: wcity
વાંકાનેર તથા સમગ્ર જૈન સમાજનું ગૌરવ સમા મેહુલ પી. શાહને દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટના જજ તથા યુનિયન મિનિસ્ટરના હસ્તે ઇન્ટરનેશનલ એક્સલન્સ એવોર્ડ 2023 એનાયત કરાયો વાંકાનેર વિસ્તારમાં શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સતત સક્રિય રહી પોતાની આગવી પ્રતિભાથી ઉચ્ચતમ કાર્યસિદ્ધિ મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યા બાદ મેહુલભાઈ પી. શાહ (કિડ્ઝલેન્ડ સ્કુલ / જ્યોતિ વિદ્યાલય) દ્વારા હવે દેશમાં પણ પોતાનું નામ ગુંજતું કર્યું છે, જેમાં શ્રેષ્ઠ સંચાલન અને સક્રિય શિક્ષણ પ્રણાલી શ્રેણીમાં મેહુલ પી. શાહને દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ એક્સલન્સ એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો છે…વાંકાનેર તથા સમગ્ર જૈન સમાજનું ગૌરવ એવા મેહુલ પરિમલભાઈ શાહને આજે દિલ્હી મુકામે ભારત સરકારના પુર્વ યુનિયન મિનિસ્ટર…
વાંકાનેરના ચંદ્રપુર બ્રિજ પાસેથી નવ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહેલ સેન્ટ્રો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની નવ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને ગાડી મળીને ૧,૦૪,૬૮૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેજાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંહતી ત્યારે વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ઓવરબ્રિજ પાસેથી સેન્ટ્રો ગાડીનંબર જીજે ૧ બીકે ૭૮૪૪ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીનેપોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવતા…
અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી જેઠ – જેઠાણીએ ધમકી આપતા વાંકાનેર પોલીસે ગુન્હો નોંધ્યો વાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતી પરિણીતાએ અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખી રસ્તે મળી ગયેલા જેઠ અને જેઠાણીએ પરિણીતાને ભરણ પોષણનો કેસ પાછો ખેંચી લેવા અને પોતાનું નામ કઢાવી નાખજે નહિતર પુલ ઉપરથી ફેંકી દઈ માથે વીમા વાળી ગાડી ચડાવી દેવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર શહેરમાં ડોકટર દેલવાડિયાના દવાખાના પાછળ રહેતા ઉમાબેન મેહુલભાઈ ગોઢકિયા ઉ.29 નામના પરિણીતાને સાસરિયામાં અણબનાવ હોય અગાઉ કેસ કર્યા બાદ ભરણપોષણ મેળવવા કેસ કર્યો હોવાથી ગત તા.8ના રોજ તેઓને રસ્તામાં આરોપી એવા જેઠ સુરેશભાઈ મનુભાઈ ગોઢકિયા અને જેઠાણી દક્ષાબેન મળતા બન્નેએ…
માલધારીની વાડીમાં ઘુસી મારણ કર્યું વાંકાનેર : વાંકાનેર પંથકના ફરી દીપડાએ રંજાડ શરૂ કરી હોવાના અહેવાલો વચ્ચે રામપરા વિડી વિસ્તાર નજીક આવેલ મહિકા અને હોલમઢ વચ્ચેની માલધારીની વાસીમાં ઘુસી દીપડાએ એક વાછરડીનું મારણ કરતા વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીપડાના સગડ મેળવવા તેમજ જરૂર જણાયે પીંજરું ગોઠવવા તજવીજ શરૂ કરી છે.વાંકાનેર તાલુકામાં જંગલ વિસ્તારને કારણે રાનીપશુ દીપડાઓની વસ્તીમાં વૃદ્ધિ વચ્ચે છાસવારે દીપડાઓ પશુઓનું મારણ કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં થોડો સમય રાહત રહ્યા બાદ ગઈકાલે વાંકાનેર તાલુકાના હોલમઢ અને મહિકા વચ્ચે આવેલ કાબરાની ઢાળ વાળી સીમમાં ગેલાભાઈ ભરવાડની વાડીએ દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું.વાંકાનેર વન…
વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓએ નામદાર મોરબી કોર્ટના આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી રિજેક્ટ કરી હોવાનું જાણવા મળે છે.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી ટોલનાકા પ્રકરણમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ જાતે ફરિયાદી બનાવના પ્રકરણમાં આરોપી ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ ઝાલાએ આગોતરા જામીન મેળવવા નામદાર મોરબી કોર્ટમાં અરજી કરતા મોરબી કોર્ટ દ્વારા બન્ને આરોપીઓની આગોતરા જામીન અરજી રિજેક્ટ કરી હતી.
આ વખતે લોકો પોતાના બાળકોને પણ હજ પર લઇ જઇ શકશે હજ યાત્રા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20ડિસેમ્બર છે નવા વર્ષમાં એટલે કે 2024માં હજ પર જનારા લોકો માટે સાઉદી અરેબિયા તરફથી સારા સમાચાર આવ્યા છે., હજ કરી રહેલા લોકો માટે આ એક મોટી રાહતના સમાચાર છે. હજ યાત્રા પર જનારાઓ માટે મોટા સમાચાર છે. સાઉદી સરકારના નિર્ણયથી આ પ્રવાસ પર થતા ખર્ચમાં ઘટાડો થશે. આવતા વર્ષથી સાઉદી અરેબિયાની હજ યાત્રાના કુલ ખર્ચમાં આ વર્ષ એટલે કે 2023ની સરખામણીમાં 50,000 રૂપિયાનો ઘટાડો થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આવું એટલા માટે થયું છે કારણ કે સાઉદી અરેબિયાની સરકારે ‘મોઅલિમ’ના ખર્ચમાં 2521…
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન જૂની પોટરી લાઇન વિસ્તારમા દરોડો પાડી આરોપી કરણભાઈ સનસુગમભાઈ નાયકરને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 460 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી
વાંકાનેરના માટેલ રોડ ઉપર કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ યુવાનનુ મોત વાંકાનેર તાલુકાની હદમાં આવતા માટેલ રોડ ઉપર કારખાનામાં કામગીરી દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ તેના વતનમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યુ હતુ જેથી કરીને આ બનાવની ભોપાલની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ એમપી ના મલાવરના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રાજેશકુમાર ગુલશી વર્મા…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ઢોર ચરાવા બાબતે માલધારી ઉપર પાંચ શખ્સોના હુમલા અંગે ગઈકાલે ફરિયાદ નોંધાયા બાદ સામાપક્ષે પણ ચાર શખ્સો વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોતે ખેડવા રાખેલ ખેતરે માલધારી પોતાના માલ-ઢોર લઈને આવતા તેને સમજાવવા જતા એકદમ ઉશ્કેરાઈને માલધારી સહિતના ચાર શખ્સોએ હુમલો કર્યાનું જાહેર કરાયું છે.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે રહેતા અને ખેતી કરતા ચોથાભાઇ બેચરભાઇ શાપરાએ આરોપી કરમણ ખીમા ભરવાડ, દાના ખીમા ભરવાડ, રામા સીંધા ભરવાડ અને વેલા ગોકળ ભરવાડરહે. બધા ગુંદાખડા તા.વાંકાનેર જી.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે ફરિયાદી ચોથાભાઈની સાથે રહેલ પોપટભાઈ કે જેઓએ ચારવા રાખેલ…