વાંકાનેર શહેર નજીક હાઇવે પર અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા સર્જાયો ગંભીર અકસ્માત…. (રિપોર્ટર શાહરૂખ ચૌહાણ )વાંકાનેર શહેર નજીક ચોટીલાથી વાંકાનેર નેશનલ હાઇવે પર આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બાઉન્ડ્રીથી વાંકાનેર શહેર તરફ નેશનલ હાઇવે પર આજે સાંજના સમયે બાઇક લઇને પસાર થતાં પરજેશ(રહે. અમરનાથ સોસાયટી, વાંકાનેર) નામના બાઈક ચાલકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ…
કવિ: wcity
વાંકાનેર માં સરકાર શ્રી ના અભિયાન ” શુભ યાત્રા સ્વચ્છ યાત્રા ” અંતર્ગત રાજકોટ વિભાગ ના વાંકાનેર એસ. ટી ડેપો ખાતે રાખવામાં આવેલ રક્ત દાન (બ્લડ ડોનેશન ) કેમ્પ માં રાજકોટ વિભાગ કર્મચારી મંડળ ના પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા ના માર્ગદર્શન સાથે અને નાથાણી વોલન્ટરી બ્લડ બેન્ક ના સહયોગ આયોજીત ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબ બહોળી સંખ્યા માં કર્મચારીઓ હાજર રહી ૫૧ બોટલ બ્લડ આપવામાં આવ્યું હતું જેમાં સફાઈ કામદાર થી લઈ, એપ્રેન્ટિસ, કંડક્ટર ભાઈઓ અને બહેનો,ડ્રાઈવર, એ. ડી. એમ સ્ટાફ, વર્કશોપ સ્ટાફ સાથે હાજર રહી રક્ત દાન કરવામાં આવ્યું હતું.
KARNATAKA : હિજાબ પ્રતિબંધ હટાવવાથી ભાજપ નારાજ, કહ્યું સરકાર ધાર્મિક આધાર પર વિભાજન કરી રહી છે ભાજપના પ્રદેશ પ્રમુખ બીવાય વિજયેન્દ્રએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ પાછો ખેંચવાનો મુખ્ય પ્રધાનનો નિર્ણય આપણી શૈક્ષણિક સંસ્થાઓના બિનસાંપ્રદાયિક સ્વભાવ વિશે ચિંતા પેદા કરે છે. કર્ણાટકમાં ફરી એકવાર શાળાઓમાં હિજાબ પહેરવા કે ન પહેરવાને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુક્રવારે શાળાઓમાં હિજાબ પહેરવા પરનો પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી હતી, જેની ભાજપે આકરી ટીકા કરી હતી. કહ્યું કે મુખ્યમંત્રીના આ નિર્ણયથી શૈક્ષણિક સંસ્થાઓના ‘સેક્યુલર સ્વભાવ’ અંગે ચિંતા થાય છે. સિદ્ધારમૈયાએ શુક્રવારે કહ્યું હતું કે, તેમણે કપડાં અને ભોજનની…
પ્રોહીબીશનના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ઇસમ વિરુદ્ધ પોલીસે પાસાની કાર્યવાહી કરી છે પાસા હેઠળ ડીટેઈન કરી આરોપીને વડોદરા જેલ ધકેલવામાં આવ્યો છેમોરબી જીલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પીઆઈ દ્વારા જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલવામાં આવી હતી જેમાં આરોપી વિશાલ મંછારામ ગોંડલીયા રહે યજ્ઞપુરૂષનગર (ગારીયા) તા. વાંકાનેર વાળાનું પાસા વોરંટ ઈશ્યુ થયું હોય જેથી સત્વરે અટકાયત કરવા એલસીબીની ટીમ બનાવી વિશાલ મંછારામ ગોંડલીયા (ઉ.વ.૨૩) વ્ગલાને આજે પાસા એક્ટ તળે મોરબી લીલાપર ચોકડી પાસેથી ડીટેઈન કરી મધ્યસ્થ જેલ વડોદરા હવાલે કરવામાં આવ્યો છે
વાંકાનેર રેલવે સ્ટેશન ઉપર RPFના ASI ઉપર છરીથી હુમલો રેલવે પોલીસે ગુનો નોંધી હુમલાખોર બેલડીની કરી ધરપકડ વાંકાનેર રેલવે સ્ટેશને બે શખ્સોએ તોડફોડ કરી આરપીએફ જવાન ઉપર છરી વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે આ અંગે વાંકાનેર શક્તિપરામાં રહેતા રાજેશ સોલંકી અને ભાવેશ ડાભી સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ યુપીના અને હાલ વાંકાનેર આરપીએફ બેરેકમાં રહી આરપીએફમાં એએસઆઈ તરીકે નોકરી કરતાં વિનોદકુમાર દુધનાથ યાદવ ઉ.૩૬ વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર જનરલ સુપર વિઝન તરીકે ફરજ ઉપર હતો અને સાંજે ૪ વાગ્યે વાંકાનેર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.ર ઉપર પોલીસ કચેરીમાં હતો. વાંકાનેર રેલવે સ્ટેશનના મુખ્ય…
વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં ડિમોલેશન કામગીરી શરૂ કરાઇ નોટિસ આપ્યા બાદ બે મહિના પછીકેમ ડિમોલેશન કરવામાં આવ્યું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી શહેરભરમાં દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી હોય, જેમાં આજે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર નગરપાલિકાની ટીમ દ્વારા બુલડોઝર સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, આ સાથે જ આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ દબાણોને દુર કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.
વાંકાનેરના વણઝારા ગામે અકળ કારણોસર પરિણીતાએ અંતિમ પગલું ભર્યું વાંકાનેર તાલુકાના વણઝારા ગામે મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વણઝારા ગામે રહેતા ચોથાભાઈ વાઢેર જાતે કોળીના પત્ની નીતાબેન ચોથાભાઈ વાઢેર જાતે કોળી (૩૦)એ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના ડેડબોડીને…
મોરબી : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આગામી તા.22ના રોજ સવારે 11 કલાકે આઈટીઆઈ વાંકાનેર, વાંકાનેર-રાજકોટ રોડ, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે…
AADHAAR CARD નહીં માન્ય રહે જન્મતારીખ પુરાવા માટે, UIDAI આ કારણે ઉઠાવ્યું પગલું Aadhaar Card Update: UIDAI એ છેતરપિંડી રોકવા માટે કડક પગલાં લીધાં છે. આધાર કાર્ડ એ કોઈપણ વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. તેની સુરક્ષાને લઈને નવા અપડેટ્સ વારંવાર આવતા રહે છે. તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન કાર્ડ ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ નવા નિયમ અનુસાર, આધાર કાર્ડ હવે જન્મતારીખનો પુરાવો રહેશે નહીં. આ માટે જન્મ પ્રમાણપત્ર જરૂરી રહેશે. આ નિયમ આ મહિનાથી લાગુ થશે. છેતરપિંડી રોકવા લેવાયા પગલાંUIDAI સાથે જોડાયેલા અધિકારીઓએ તેમના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે આ…
વાંકાનેર પાસે બાઇક ચાલકે સગર્ભા મહિલાને હડફેટે લેતા પેટમાં રહેલા બાળકેને માથામાં હેમરેજ થવાથી મોત વાંકાનેર નજીક આવેલ રાણેકપર ગામની સીમમાં મારુતિ મિનરલ કારખાનાના ગેઇટની સામેથી સગર્ભા મહિલા પસાર થઈ હતી ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા તે મહિલા નીચે પેટ ભર પડી હતી જેથી કરીને તેને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલ સુધી સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યાં સિઝેરિયન કરીને બાબાનો જન્મ કરાવેલ હતો જો કે, બાબાને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા થઈ હોવાથી તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું…