વાંકાનેરના મકતાનપર પાસે પાણીના ખાડામાંથી દારૂની બોટલો મળી, બુટલેગરની શોધખોળ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની પાછળ વરડુસર ગામ તરફ જવાના રસ્તા ઉપર ભરેલ પાણીના ખાડામાં દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની પાંચ બોટલો મળી આવતા પોલીસે ૧૮૭૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને એક શખ્સની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં વરડુંસર ગામ તરફ જવાના રસ્તે કાચા રસ્તા પાસે પાણીનો ખાડો ભરેલ છે…
કવિ: wcity
વાંકાનેર ના સતાપર ગામે કોમ્યુનિટી હોલનું ખાતમુહુર્ત તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેનમેર હસ્તે કરવામાં આવ્યું વાંકાનેર તાલુકાના સતાપર ગામે તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેરના હસ્તે કોમ્યુનિટી હોલનું ખાતમુરત કરવામાં આવ્યું હતું વાંકાનેર ના સતાપર ગામે સમસ્ત ગામ લોકો અને તાલુકા પંચાયતના સદસ્ય જિજ્ઞાસાબેન મેરના હસ્તે કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાત મુહૂર્તમાં ગામના આગેવાનો સરપંચ તથા ગામના સભ્યો અને સમસ્ત ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા પંચાયત સદસ્ય જિજ્ઞાસાબેન મેર નો ગામ લોકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 108 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમના બાઉન્ડ્રી ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક સફેદ કલરની વરના કારનો ચાલક પોલીસને જોઈ પોતાની કાર રેઢી મુકી નાસી જતાં પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 108 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે કુલ રૂ. 4.43 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર તાલુકા પોલીસ ટીમના વાંકાનેર બાઉન્ડ્રી નજીક વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થતી એક હ્યુન્ડાઇ કંપનીની વરના કાર નંબર GJ 11 S 8188 નો ચાલક પોલીસને જોઈ પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી…
પોલીસ બની બુટલેગર : એવી હિંમત બતાવી કે… SMC એ પકડેલો દારૂ જ ચોરી લીધો પીપલોદ પો.મથકમાં પંચનામુ કરવા મુકેલી 916માંથી દારૂની 23 પેટી પોલીસ જ ચોરી કરી હોવાનું સામે આવ્યું બનાવની વિગતો એવી છે કે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલા અસાયડીથી SMCએ શનિવારે દારૂ પકડ્યા બાદ વિદેશી દારૂની 916 પેટી પીપલોદ પોલીસ મથકના પ્રાંગણમાં મુકી રાખી હતી. બપોરે તકનો લાભ લઇને કોન્સ્ટેબલની આગેવાનીમાં જીઆરડી, ટીઆરબી સહિતના લોકોની ટોળકીએ જથ્થામાંથી દારૂની 23 પેટી ચોરી કરીને લઇ ગયા હતાં. આ અંગેની જાણ થયા બાદ એસ.પીના આદેશથી એલસીબીની તપાસ શરુ કરી તેમાંમાં ઘટસ્ફોટ થયો હતો. તપાસના અંતે 15 સામે પીપલોદ પોલીસ…
જામનગરના બેડી વિસ્તારમાં નશીલા પદાર્થ ગાંજાના વેચાણના મામલે SOG ત્રાટકી ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો જામનગરમાં બીડી વિસ્તારમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ ગઈ રાત્રે દરોડો પાડયો હતો.પોતાના મકાનમાંથી ગેરકાયદે રીતે ગાંજાનું વેચાણ કરી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે. તેની પાસેથી ગાંજા નો જથ્થો કબજે કરી લીધો છે. આ દરોડાની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અકબર ઉર્ફે બટેટી ઓસમાણભાઈ નગામણાં દ્વારા પોતાના રહેણાંક મકાનમાંથી ગેરકાયદે રીતે ગાંજા નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તેવી ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે એસ.ઓ.જી. ત્રાટકી હતી.જે દરોડા દરમિયાન આરોપી અકબર ઉર્ફર બટેટી પોતાના ઘરમાં હાજર હતો. તેની તલાસી લેતાં…
નાસાનું આગામી આર્ટેમિસ મિશન પણ ચંદ્રયાન-3 ના આંકડાના આધારે કામ કરશેનવી દિલ્હી: ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહેલીવાર કોઈ યાન પહોંચ્યું છે. ભારતના આ મિશનનો ફાયદો માત્ર આપણને જ નહીં, પુરી દુનિયાને મળશે. ઈસરોની સાથે મળીને કામ કરતી દુનિયાની અન્ય અંતરિક્ષ એજન્સીઓ પણ તેનું વિશ્ર્લેષણ કરશે. ખાસ કરીને અમેરિકી એજન્સી નાસાનું આગામી આર્ટેમિસ મિશન પણ તેના આંકડાના આધારે કામ કરશે. લેન્ડીંગ બાદ પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર 14 દિવસ સુધી ફરી ફરીને આંકડા એકત્ર કરશે. તેમાં લાગેલા બે ઉપકરણોમાંથી અલ્ફા પાર્ટિકલ એકસ-રે સ્પેકટ્રોમીટર ચંદ્રની સપાટીનું રાસાયણીક વિશ્ર્લેષણ કરશે જયારે બીજું લેસર ઈન્ડયુસ્ડ બ્રેકડાઉન સ્પેકટ્રોસ્કોપ સપાટી પર ધાતુને શોધીને અને તેની ઓળખ…
બ્રિકસ સમિટના ફોટોસેશન દરમ્યાન જયારે વડાપ્રધાન મોદી સાઉથ આફ્રિકાનાં પ્રેસિડેન્ટ સિરિલ રામફોસા સાથે મંચ પર પહોંચ્યા તો તેમને મંચ પર તિરંગો પડેલો જોવા મળ્યો. વડાપ્રધાને ક્ષણનોય વિલંબ કર્યા વિના નીચા વળીને તરત એ તિરંગો ઉઠાવ્યો અને સંભાળીને પોતોના જેકેટમાં રાખી દીધો. આ દરમ્યાન રામફોસાએ પણ નીચે પડેલ પોતાના દેશનો ફલેગ ઉઠાવ્યો પણ તે તેમણે તેના સ્ટાફને સોંપી દીધો, જયારે એક અધિકારીએ મોદી પાસેથી પણ તિરંગો લેવાની વિનંતી કરી તો તેમણે વિનમ્રતાથી ઈન્કાર કરી દીધો.
વાંકાનેર મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ વીર જવાનોને રાખડી મોકલી વાંકાનેર શહેર ખાતે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા આગામી રક્ષાબંધન તહેવાર નિમિત્તે દેશના સૈનિકોની રક્ષા માટે રાખડી મોકલવામાં આલી હતી. આ તકે આર્મી ઓફિસર સુબેદાર દેવેન્દ્રસિંહ તથા નિવૃત્ત આર્મી ઓફિસર કૃષ્ણસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા…. આ કાર્યક્રમમાં મહિલા કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રીમતી શીતલબેન શાહ દ્વારા શાબ્દિક અભિવાદન કરી આર્મી ઓફિસરને પ્રતીકરૂપે રાખડી બાંધવામાં આવી હતી. જે બાદ વિધાર્થિનીઓએ દેશભક્તિ ગીત ગાઈ કાર્ડ બનાવી રાખડીઓ આપી દેશની સરહદ પર ફરજ બજાવતા સૈનિકોની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. આ તકે ઉપસ્થિત આર્મી સુબેદારશ્રી તથા…
ભણેલા ગણેલા નોકરી માટે ફાંફા મારે અને અભણ નેતાજીને પ્રવાસ ભથ્થા આપવામાં સરકારે તિજાેરી જ ખૂલ્લી મૂકી દીધી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખો માટે સરકારે નાણાની તિજાેરી ખૂલ્લી મૂકી દીધી છે. તેમના પ્રવાસ ભથ્થામાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખને પ્રવાસ ભથ્થા પેટે રૂા.૮૦,૦૦૦ મળતા હતા તેમાં વધારો કરીને હવે સીધા ૧ લાખ ૩૦ હજાર કરી આપવામાં આવ્યા છે. આવી જ રીતે તાલુકા પંચાયત પ્રમુખને અગાઉ પ્રવાસ ભથ્થા પેટે ૪૦,૦૦૦ મળતા હતા તેમાં વધારો કરીને હવે સીધા રૂા.૬૦,૦૦૦ કરી આપવામાં આવ્યા છે. બોલો, છે ને નેતાજીઓને જલસા, આવા જલસા ક્યાંય જાેવા મળશે નહી. મોંઘવારીનો માર આ…
ગેરકાયદે હથિયાર વેંચાણ નેટવર્કમાં કાશ્મીર કનેકશન ગુજરાત પોલીસનું જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન : નિવૃત સૈન્ય જવાન – ગનશોપ માલિકની સંડોવણીનો ખુલાસો, કુલ 12ની ધરપકડ: બનાવટી લાયસન્સ પર હથિયારો વેંચતા હતાઅમદાવાદ તા.22 : ડુપ્લીકેટ લાયસન્સના આધારે હથિયારો વેચતી કાશ્મીરી ગેંગનો પર્દાફાશ થયો છે. સોલા પોલીસે આસામ રાઈફલના નિવૃત જવાનને હથિયાર સાથે ઝડપીને તપાસ કરતા હથિયારના બનાવટી લાયસન્સના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેમા જમ્મુમાં રહેતા રસપાલકુમાર અને ગનશોપનુ નામ પોલીસ તપાસમાં સામે આવતા સોલા પોલીસે જમ્મુ-કાશ્મીરમાં 12 લોકોની ટીમ સાથે ઓપરેશન હાથ ધર્યું હતુ. જેમા પોલીસે એકસ આર્મીમેન રસપાલકુમાર ચંદગાલ, ગન હાઉસના માલિકના પુત્ર ગૌરવ કોતવાલ અને મેનેજર સંજીવ શર્માની ધરપકડ કરી પૂછપરછ…