રક્ષાબંધનના દિવસે ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો: વાંકાનેર તાલુકામાં વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત વાંકાનેર તાલુકાના ભલગામમાં રહેતા અને ખેતી કામ કરતા યુવાને થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા વિશાલભાઈ કાળાભાઈ મારુ (૨૨) નામના યુવાને ગત તા. ૨/૮/૨૩ ના રોજ વાડીએ…
કવિ: wcity
વાંકાનેરના કોઠારીયા નજીક વાડીના સેઢા પાસે માલ ઢોરને દૂર લઈ જવાનું કહેતા યુવાનને માર માર્યો વાંકાનેરના કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના રસ્તા ઉપર ખારા વિસ્તાર તરીકે ઓળખાતી યુવાનની વાડીના સેઢા પાસે માલ ઢોર લઈને આવેલા શખ્સને તેના માલ ઢોર દૂર લઈ જવા માટે કહ્યું હતું જે બાબતે ઉશ્કેરાઈ ગયેલા શબ્સે ફરિયાદીને ડાબા પગે ઢીંચણના ભાગે લાકડાના ધોકાના બે ઘા માર્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં તેને એક શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી…
ગુજરાતની 31 જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઇને મદદનીશ વિકાસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. 13 અને 14 સપ્ટેમ્બરના રોજ પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવશે. વિકાસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું વિકાસ કમિશનર સંદીપ કુમારે ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણીને લઇને જાહેરનામું બહાર પાડ્યું છે. 13 અને 14 સપ્ટેમ્બરે પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરવામાં આવશે. પ્રથમ દિવસે 16 જિલ્લા પંચાયતમાં હોદ્દેદારો નીમાશે જ્યારે 14 સપ્ટેમ્બરના રોજ 15 જિલ્લા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી થશે.
વેપારીના નામે ઓનલાઈન લોન પાસ કરાવી તેના ખાતામાંથી રૂપિયા ઉપાડી છેતરપીંડી કરીભાયાવદર વેપારીને બેંકમાં પાનકાર્ડ અપડેટ કરાવવાનું કહી સાયબર ગઠીયા એ વેપારીની જાણ બહાર તેના નામે રૂપિયા પાંચ લાખની લોન કરી તે પૈસા ગઢીયાએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી વેપારી સાથે છેતરપિંડી કરતા પોલીસે વેપારીની તરફથી ગઠીયા સામે ગુનો નોંધી કાર્યવાહી કાર્યવાહી હાથધરી છે.બનાવની વિગતો અનુસાર ઉપલેટાના ભાયાવદર ખાતે રહેતા કેતનભાઇ હરસુખરાય તન્ના નામના વેપારીe પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ભાયાવદર ગામ ખાતે સસ્તા અનાજની દુકાન ચલાવી પોતાના પરિવારજનોનું ગુજરાત ચલાવે છે. આજથી ચાર દિવસ પહેલા તેના મોબાઇલમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં સામે વાત કરતા શકશે…
રક્ષાબંધને સૌરાષ્ટ્ર-કચ્છની ધરતી ધણધણી: ભૂકંપના સાત આંચકા રાપરમાં એક, ઉનામાં બે અને કચ્છના ભચાઉમાં ચાર આંચકાથી લોકોમાં ભય: કોઈ જાનહાની નહિ રક્ષાબંધને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના કુલ સાત આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાપરમાં એક, ઉનામાં બે અને કચ્છના ભચાઉમાં ચાર આંચકાથી લોકોમાં ભય તો છે પણ કોઈ જાનહાની થવા પામી નથી. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે સાંજે 6:59 કલાકે ઉનાથી 17 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ સાંજે 7:29 કલાકે ઉનાથી 17 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. મોડી રાતે કચ્છના ભચાઉથી 16 કિમી દૂર 2.8ની…
વાંકાનેરના મેસરીયા પાસે ઇકો ગાડીના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા પાંચ વર્ષના બાળકનું મોત વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના બસ સ્ટેશન પાસે ઇકો ગાડીના ચાલકે પાંચ વર્ષના માસુમ બાળકને હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક બાળકના પિતા દ્વારા ઇકો ગાડીના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં રાજકોટમાં કોઠારીયા પાસે પેટ્રોલ પંપ નજીક…
વાંકાનેરના ઢુવા નજીક કારખાનામાં રમતા રમતા પાણીની ડોલમાં પડી ગયેલ ૧૦ મહિનાની બાળકી સારવારમાં વાંકાનેર તાલુકાના ઢુવા અને લાકડધાર રોડ ઉપર આવેલ કંપનીમાં પાણીની ડોલમાં રમતા રમતા પડી જવાથી ૧૦ મહિનાની બાળકીને ઇજા થયેલ હતી જેથી કરીને તેને ઇજા થયેલ હોવાથી બાળકીને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા અને લાકડધાર રોડ ઉપર આવેલ કનકોટ કંપની ખાતે રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા રમેશભાઈ નાયકની ૧૦…
વાંકાનેરના દર્શનકુમાર મેર ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર મેળવ્યો વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞાસાબેન મેરના દીકરા દર્શન કુમાર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવતાં મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે જેથી સમગ્ર ગુજરાતમાં ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી વિભાગમાં દર્શનકુમાર રાજેશકુમાર મેર યુનિવર્સીટીમાં પ્રથમ નંબર લાવી સમગ્ર મોરબી જિલ્લાનું અને કોળી સમાજનું નામ રોશન કરેલ છે. ત્યારે સમગ્ર જિલ્લામાંથી તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને દર્શનકુમાર મેરને શુભકામનાઓ મળી રહી છે
સાઉદી અરેબિયામાં હવે બાળકો શાળાએ ન જતા માતા-પિતા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વાસ્તવમાં,શિક્ષણ મંત્રાલયે અહીં કયું કે જે વિધાર્થીઓના માતા-પિતાકોઈપણ બહાના અથવા કારણ વગર 20 દિવસ સુધીશાળામાંથી ગેરહાજર રહે છે તેમને જેલની સજા થઇ શકેછે.સાઉદી અરેબિયા સ્થિત ન્યૂઝ ઓર્ગેનાઇઝેશને અહેવાલ આપ્યો છે કે જો કોઇ વિધાર્થી 20 દિવસ સુધી શાળામાં ન જાય, તો તે વિધાર્થીના માતાપિતાને રાજ્યના બાળ સંરક્ષણ કાયદા હેઠળ આવતા પબ્લિક પ્રોસિક્યુશન ઓફિસમાં મોકલવાની જવાબદારી શાળાની છે. રિપોર્ટ અનુસાર, પબ્લિક પ્રોસિક્યુશન ઓફિસ બાળકના શાળામાં ન આવવાના કારણોની તપાસ કરશે અને પછી કેસને ક્રિમિનલ કોર્ટમાં મોકલશે.આવી સ્થિતિમાં, જો એવું સાબિત થાય કે શાળામાં વિધાર્થીની ગેરહાજરી વાલીની બેદરકારીને…
વાંકાનેરમાં પરણીતા સાથે પ્રેમસબંધ હોય યુવાનને મહિલાના પતિ સહિત ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રહેતા યુવાનને પરણીતા સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે પરણીતાના પતિ સહિતના ચાર વ્યક્તિઓ દ્વારા તેને અમરસર ફાટક પહેલા દૂધની ડેરી સામે બોલાચાલી કરીને લાકડાના ધોકા, બેલ્ટ અને અને ચપ્પલ વડે માર મારીને ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ તે યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ વાંકાનેરમાં આરોગ્ય નગર પાસે આવેલ વેલનાથ પરાના…