કવિ: wcity

વાંકાનેર તાલુકામાં ઢુવા નજીક આવેલ ફ્રિડમ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મહિલાએ કોઈ કારણોસર લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતે તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકને બુટી લેવી હતી અને મજૂરી કામ કર્યા બાદ જે પૈસા એકત્રિત થયા હતા તે પૈસા મૃતક મહિલાના પતિએ પોતાના વતનમાં પોતાના પરિવારને ટ્રેક્ટર લેવા માટે…

Read More

ચોટીલા હાઇવે પર ની હોટલમાં સ્ટેટ મોનેટરી સેલ દ્વારા પેટ્રોલ ડીઝલ ચોરીનું કૌભાંડ પકડવામાં આવ્યું ચોટીલા નેશનલ હાઇવે પર ની હોટલમાં સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા પેટ્રોલ ડીઝલનું ચોરીનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાંજાંબેશ્વર રામદેવ હોટલમાં હોલ્ટ કરતા ટેન્કરોમાંથી પેટ્રોલ, ડીઝલ તેમજ કેમિકલ કાઢી લઇ વેચવામાં આવતુ હતુ. જે અંતર્ગત ૧૦૩૦૦ લીટર પેટ્રોલ, ડીઝલ તેમજ ૨૦ હજાર લીટર કેમિકલ ભરેલ ટેન્કર ઝડપાયુ હતું. તેમજ ૩ વાહનો, પાંચ મોબાઇલ, ઇલેક્ટ્રિક મોટર સહીત કુલ રૂપિયા ૫૧.૮૫ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સો ઝડપાતા તમામને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પેટ્રોલ ડીઝલ ચોરીના કૌભાંડના મુખ્ય સુત્રધાર સહીત બે…

Read More

– બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી ચારવિસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લાવશેસાવધાન રહેજે- ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના : ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફરાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે અને જેના કારણે સારા વરસાદની આશા બંધાઈ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમના કારણે આગામી ચાર દિવસમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, આવનારા ચાર દિવસ રાજ્ય માટે ભારે છે અને જુલાઈમાં જાવા મળ્યો હતો તેવો વરસાદ જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં પાંચ ઈંચથી લઈ ૭ ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. વરસાદના આક્રમક બે રાઉન્ડ હજુ…

Read More

શું 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર? ભાજપ સરકારની ચૂંટણી પહેલાં જ જાહેરાત Gas Price: ગેસ સિલિન્ડરની જરૂરિયાત દરેક ઘરમાં જોવા મળે છે. જોકે, સિલિન્ડરની કિંમત ઘણી વધારે છે. હવે ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી સામાન્ય જનતાને ઘણો ફાયદો થવાનો છે. ચાલો તેના વિશે જાણીએ… LPG Price: દેશમાં લોકસભાની ચૂંટણી અને આગામી થોડા મહિનામાં કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ અંગે વિવિધ સરકારો દ્વારા ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરવામાં આવી રહી છે. દરેક ઘરમાં ગેસ સિલિન્ડરની જરૂર પડે છે. આ દરમિયાન આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશની ભાજપ સરકારે ઉજ્જવલા યોજના અને…

Read More

વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે ખેડૂત દ્વારા સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી ખેતીવિષયક દબાણ કરતા બાબતે વાંકાનેર મામલતદાર દ્વારા અનેક સમજુતી બાદ પણ આરોપીએ દબાણ મુક્ત નહીં કરતા આખરે મામલતદારે ફરિયાદી બની આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રેવન્યુ સર્વે નંબર 179 પૈકીની જમીન ઉપર અલગ અલગ ચાર શખ્સો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી ખેતી કરતા હોય, આ મામલે લેન્ડગ્રેવિંગ એક્ટ મુજબ પગલાં ભરવા ફરિયાદ કરતા મામલતદાર દ્વારા પ્રથમ દબાણ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવતા ત્રણ શખ્સોએ કબ્જા ખાલી કરી આપ્યા હતા, પરંતુ આરોપી જલાલભાઇ નુરમામદભાઇ માથકીયા…

Read More

ચુંટણી પંચ હવે અનેક મુદાઓ પર ‘હાથ’ બંધાઈ જશે♦ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સમકક્ષનું સ્ટેટસ પાછું ખેંચાશે: સંસદના ખાસ સત્રમાં ખરડો: પંચ પણ ‘બાબુ’ શાહી હેઠળ નવી દિલ્હી: દેશમાં મુખ્ય ચુંટણી કમીશ્નર સહિતના ચુંટણી કમિશ્નરની નિયુક્તી પેનલમાં ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડીયાની બાદબાકી કર્યા બાદ હવે મોદી સરકારે ચુંટણી કમિશ્નરનું સ્ટેટસ પણ ડાઉનગ્રેડ કરીને તેને કેબીનેટ સેક્રેટરીના સ્તરે પુરી દીધા છે. અગાઉ ચુંટણી કમિશ્નરે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિના સમકક્ષનો હોદો સુવિધા અને પ્રીવિલેજ મળતા હતા. સંસદના ખાસ સત્રમાં કેન્દ્રની મોદી સરકાર આ અંગે એક ખરડો લાવી રહી છે. જયાં મુખ્ય ચુંટણી કમિશ્નર તથા અન્ય બે ચુંટણી કમિશ્નરની નિયુક્તિ માટે જે અગાઉ વડાપ્રધાન-…

Read More

દેશની અદાલતોમાં લાખો કેસોનાં ભરાવા વચ્ચે ફટાફટ નિકાલ માટે અનેકવિધ સુધારા કરવામાં આવ્યા છે. ત્યારે એક મહત્વની બાબત એ છે કે 2023 માં સુપ્રિમ કોર્ટમાં 95.7 ટકા કેસોનો નિકાલ આવી ગયો છે.સુપ્રિમ કોર્ટમાં ચીફ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની સર્વોચ્ચ અદાલતે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 82328 કેસોમાં ચુકાદા આવ્યા છે જે ગત વર્ષે આ ગાળામાં 75554 કેસોમાં ચુકાદા આવ્યા હતા.દેશમાં ઓલ ઈન્ડીયા જયુડીશ્યલ ડેટા ટ્રાન્સપરન્સી પોર્ટલ-નેશનલ જયુડીશ્યલ ડેટા ગ્રીડની રચનાના આઠ વર્ષ બાદ હવે સુપ્રિમ કોર્ટને ઓનબોર્ડ પ્લેટફોર્મ મળ્યુ છે. જયુડીશ્યલ ડેટા ગ્રીડની રચના 2015 માં થઈ હતી તેમાં તમામ રાજયોમાં તાલુકાથી માંડીને હાઈકોર્ટમાં પેન્ડીંગ કેસોની વિગતો ઉપલબ્ધ બનાવવામાં આવી હતી…

Read More

વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના કૈલાશબા ઝાલા અને ઉપપ્રમુખ તરીકે દેવુબેન વિંઝવાડીયાની નિમણૂક કોંગ્રેસના ફુટ : દસ સદસ્યોમાંથી બે સદસ્યો ગેરહાજર, જૂથવાદથી પર થઇ તાલુકા પંચાયતમાં ભાજપની પકડ મજબૂત… વાંકાનેર તાલુકા પંચાયતમાં આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદના જંગ માટે ભાજપ તરફથી કૈલાશબા હરિસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે દેવુબેન હનુભાઈ વીંઝવાડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી પ્રમુખ પદ માટે કુલસુમબાનું ઉસ્માનગની પરાસરા જયારે ઉપપ્રમુખ પદ માટે રહીમભાઈ ખોરજીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ભાજપના બંને ઉમેદવારોનો 13 સામે 8 મતોથી વિજય થયો છે….જેમની આજે ચૂંટણી થતા પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર કૈલાશબા હરિસિંહ ઝાલાને કુલ 13 મત મળ્યા…

Read More

વાંકાનેરમાં માતાએ ઠપકો આપતા દીકરીએ અંતિમ પગલું ભર્યું વાંકાનેરના પંચાસર રોડે આવેલ નવાપરા વિસ્તારમાં રહેતી યુવતીને તેની માતાએ ઘર કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી કરીને તેને લાગી આવતા યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ નવાપરા રામકૃષ્ણનગરમાં હનુમાનજી મંદિર પાસે રહેતા રીતિશાબેન અજયભાઈ રીબડીયા (૧૮) નામની યુવતીએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો ખાઈને…

Read More

વાંકાનેરના નવા રાજાવડલામાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ ચાર જુગારી પકડાયા વાંકાનેરના નવા રાજાવડલા ગામે રામાપીર મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી જ્યારે સ્થળ ઉપરથી બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૨,૯૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ નવા રાજાવડલામાં રામાપીર મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની વાંકાનેર સિટી પોલીસની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ભરતભાઈ અમૃતભાઈ ચાવડા (૩૫), કિશોરભાઈ…

Read More