ગુજરાતની નગરપાલિકાઓના 27 ચીફ ઓફિસરોની એક ઝાટકે બદલી, જાણો કયા કયા
કવિ: wcity
બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં નવ દોષિતોએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમયની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતોને રવિવાર સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તેની વધુ મુદત વધારવાની અરજી ફગાવી દીધી છે. ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં નવ દોષિતોએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમયની વિનંતી કરી હતી. શુક્રવારે દોષિતોની અરજીને ફગાવીને જસ્ટિસ બીવી નાગરથનાની આગેવાની હેઠળની બેન્ચે દોષિતોને રવિવાર સુધીમાં જેલમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.…
વડોદરા હરિણી લેક દુર્ઘટના : પીએમ મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવાર માટે 2 લાખની સહાય જાહેર વડોદરા હરિણી લેક દુર્ઘટના મામલે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, “દુ:ખની આ ઘડીમાં હું શોકગ્રસ્ત પરિવારો સાથે છું, ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાથના સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય કરી રહ્યું छे” આ ઉપરાંત મૃતકોના પરિવારને 2 લાખની સહાય જાહેર, ઘયલોને 50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઘયલોને 50 હજારની મદદ અને મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિધાર્થીઓ પિકનિક મનાવવા માટે હરણી તળાવ ખાતે પહોંચ્યા હતા.…
વડોદરાના હરણી તળાવમાં નાવ ડૂબી જવાની ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે અગાઉ 12 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ જે બાદ હવે આંકડો વધીને 14 થયો છે. મળતી માહિતી મુજબ બોટમાં 31 લોકો સવાર હતા, જેમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 બોટનો સ્ટાફ હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડુબેલા લોકોને બચાવવાની કાંમગીરીમાં NDRFની ટીમ લાગેલી છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક છે. આ દુર્ઘટનામાં જીવ…
વાંકાનેરના લાકડધાર ગામના પરિવારને ટીકર નજીક નડ્યો અકસ્માત, કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત…. ગત મધ્યરાત્રિના મુળીના ટીકર ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક દંપતી તથા પુત્ર એમ ત્રણની જીંદગી હોમાઈ… સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાનાં ટીકર ગામ નજીક ગત મધ્યરાત્રિના એક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના એક પરિવારના સભ્યો કોઈ કામસર મુળી તરફ જઇ રહ્યા હોય ત્યારે તેમની અલ્ટો કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં પતિ, પત્ની અને એક પુત્ર એમ ત્રણ લોકોના મોત થયા હતા… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે રહેતો ડાભી…
વાંકાનેર : વાંકાનેરની જામસર ચોકડી પાસેથી સ્થાનિક પોલીસે આરોપી મુકેશ મનસુખભાઇ દંતેસરિયા નામના શખ્સને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપીને દારૂની આ બોટલ આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા જીલુભા ઝાલા રહે.નાળધરી, તા.મૂળી જિલ્લો સુરેન્દ્રનગર વાળો આપી ગયાની કબુલાત આપતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી : ‘એલ્ડર હેલ્પ લાઈન 14567’ દ્વારા વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની એસ.એમ.પી. સ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીને સ્વરક્ષણ તાલીમ આપી વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઈન 14567, વૃદ્ધોના અધિકાર, વૃદ્ધોના કાયદા, ટ્રાફિક અવરનેસ તથા સાઇબર ક્રાઇમ 1930 હેલ્પ લાઇન વિશે જાણકારી આપી વિવિધ સરકારી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી મહિલાલક્ષી ‘SHE ટીમ’ની કામગીરી સહિત મહિલા તથા કિશોરીને ઘરેલુ હિંસા વિશે માહિતી આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના પીએસઆઇ એલ. એ. ભરગા, તાલુકા પોલીસ સ્ટેશન ટીમ, એલ્ડર હેલ્પ લાઈન, મોરબી જિલ્લા ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ…
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરતી પોલીસ…. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, તેના ભાઇ અને અન્ય એક આરોપીની પોલીસે ધરપકડ કરી, પાટીદાર અગ્રણી પુત્ર હજુ પણ ફરાર…. વાંકાનેર વઘાસીયા બોગસ ટોલનાકા પ્રકરણ મામલે લાંબા સમયથી તપાસ ચાલી રહી હોય, જેમાં પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હોય, જે બાદ આજે આ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે… બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા સરકારી ટોલનાકાની બાજુમાં જ ખાનગી જગ્યામાં નકલી ટોલનાકું ઉભું કરી ગેરકાયદેસર ટોલ ઉઘરાવવાના ષડયંત્રનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાતાં બાબતે મૂકપ્રેક્ષક બનેલ પોલીસે દ્વારા સીદસર ઉમિયાધામના પ્રમુખ…
વાંકાનેરના રાતીદેવરી ગામ ખાતે પિવાના પાણીની માંગ સાથે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ મહિલાઓ પીવાના મીઠા પાણીની માંગ સાથે રોડ પર ઉચરી આવી, લેખિતમાં બાંહેધરી મળતાં મામલો થાળે પડ્યો .વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે આજે સવારે ગામની મહિલાઓ પીવાના શુદ્ધ મીઠાં પાણીની માંગ સાથે રોડ પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો, જેમાં બાબતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, જેમાં બે કલાક કરતાં વધારેની સમજાવટ બાદ સરપંચ તથા મંત્રી દ્વારા લેખિતમાં બાંહેધરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની મહિલાઓ આજે પિવાન પાણી પ્રશ્ને બેડા સાથે રોડ પર ઉતરી આવી, વાંકાનેર-જડેશ્વર મુખ્ય માર્ગ…
લોકસભાની ચૂંટણી પહેલા ગરમાવો: વાંકાનેર શહેર ભાજપના પ્રમુખે પદ ઉપરથી મૂક્યું રાજીનામું મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા હાલમાં જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપવામાં આવ્યું છે અને હાલમાં પોતાના કુટુંબની જવાબદારી વધી ગઈ હોવાથી તે પક્ષને પૂરતો સમય આપી શકતા ન હોય તે માટે થઈને આ રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ તેમણે રાજીનામાં પણ કરેલ છે મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓથી લઈને ધારાસભા તેમજ સંસદ સુધી સતામાં છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના હોદ્દાને લેવા માટે થઈ પણ કાર્યકર્તાઓમાં પડાપડી થતી હોય તેવું ઘણી વખત જોવા મળેલ છે જોકે જિલ્લાના પાંચ…