વાંકાનેરના ઓળ ગામે ગૌચરમાં થતી ખનીજચોરી રોકવા માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ…. ગ્રામ પંચાયત દ્વારા ખનીજચોરી માટે જમીનની લ્હાણી કરાઈ હોવાનાં ગંભીર આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ગેરકાયદેસર ખનન રોકવા માંગ… વાંકાનેર તાલુકાના ઓળ ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોય, જે બાબતે આ ખનીજ ચોરી રોકવા ગામના માલધારી સમાજ દ્વારા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અને ગામની ગૌચરની જમીનમાં થતી ખનીજ ચોરી રોકવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ માલધારી સમાજ દ્વારા ગામનાં સરપંચ, ઉપસરપંચ સહિતની ગ્રામ પંચાયતની બોડી પર ખનીજચોરોને ગૌચરની જમીનની લાણી કરવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ…
કવિ: wcity
વાંકાનેરના ઢુવા પાસે ડેમુ ટ્રેન હડફેટે ચડી જતાં યુવાનનું મોત વાંકાનેર તાલુકાના ઢુવા રેલવે ફાટક પાસેથી પસાર થતી ડેમુ ટ્રેનમાં આવી જતા ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના પચ્છીમ સિંહભુમ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા આવેલ અમૃત પાસે સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મહેશ નારણભાઈ ગાગરાઈ (ઉંમર ૧૮) ઢુવા નજીક આવેલ રેલ્વે ફાટક પાસે ડેમુ…
વાંકાનેર શહેર નજીક હસનપર બ્રીજ પાસે હાઇવે પર બેકાબૂ ટ્રક ચાલકે ચાર વાહનોને અડફેટે લીધા… અકસ્માતના બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી, ત્રણ કાર અને એક રિક્ષામાં નુકશાની પહોંચી…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર આજરોજ હસનપર બ્રીજ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં બેકાબૂ બનેલા એક લોડેડ ટ્રકના ચાલકે ત્રણ કાર અને એક રીક્ષાને હડફેટે લીધી હતી, જેમાં સદનસીબે કોઈને ફણ ઇજાઓ પહોંચી નહોતી પરંતુ ચારેય વાહનોમાં નુકસાની પહોંચી હતી….બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે પર આજરોજ હસનપર બ્રીજ ઉતરતા સાઈડમાં ઉભેલા વાહનોને ત્યાંથી પસાર થતા એક લોડેડ ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતા હડફેટે લીધા હતા, જેમાં એક સ્કોર્પિયો, ટીઆગો અને…
વાંકાનેરમાં રિક્ષા વાળાને માર મારતા જમદારને સમજાવવા ગયેલા પાલિકાના માજી સભ્યને જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં પોલીસ જમાદાર રિક્ષાવાળા સાથે બોલાચાલી કરીને ગાળો આપી માર મારતો હતી જેથી રિક્ષા વાળાએ વાંકાનેર નગરપાલિકાના માજી સભ્યને ફોન કરતાં તે ત્યાં આવ્યા હતા અને ઝઘડો ન કરવા માટે અને માર ન મારવા માટે સમજાવ્યું હતું ત્યારે પોલીસ જમાદારના સગાએ પાલિકાના માજી સભ્યના ફોન ઉપર ફોન કરીને “હું હમીર ભગતનો છોકરો કુંભારપરામાંથી બોલું છું શું કાંઈ હવા આવી ગઈ છે તમે ગમે એની ઉપર હાલી જાઓ છો” તેવું કહીને ધમકી આપી હતી અને ત્યારબાદ પાલિકાના માજી સભ્ય ટાઉનહોલ પાસે બેઠા હતા ત્યારે આવીને “અમારા…
મોરબીથી વાંકાનેર જતી ડેમુ ટ્રેન રસ્તામાં મકનસર પાસે બંધ: મુસાફરો હેરાન વાંકાનેર મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં રોજે રોજ ટેકનિકલ ખામી કે અન્ય કોઈ કારણોસર ધાંધિયા થતા હોય છે જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડતું હોય છે આવી જ રીતે વધુ એક વખત મોરબીથી વાંકાનેર તરફ જવા માટે નીકળી ડેમુ ટ્રેન મકનસર નજીક બંધ પડી ગઈ હતી જેથી કરીને મુસાફરોને હેરાન થવું પડ્યું હતું અને મોડી રાત સુધી તે ડેમુ ટ્રેન ચાલુ થઈ ન હતી અને આજે સવારે પણ ડેમુ ટ્રેન તેના સમય મુજબ મોરબીથી વાંકાનેર તરફ જવા માટે રવાના થઈ ન હોવાથી વાંકાનેરથી આગળના રૂટની ટ્રેન પકડવા માટે મુસાફરોને…
વાંકાનેરના શક્તીપરા વિસ્તારમાં રહેતા કરમશીભાઈ લવજીભાઈ વાઘેલા (૩૫) નામના યુવાનને ગત તા. ૨૩/૯ ના રોજ સંજયે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા કરમશીભાઈને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે
વાંકાનેરના રાતીદેવડી નજીક ઇકો ગાડીમાં પાછળથી ઇકો અથડાયા બાદ યુવાનને માર માર્યો વાંકાનેરના રાતીદેવડી તરફ જતા રસ્તા ઉપરથી યુવાન તેની ઇકો ગાડી લઈને જતો હતો ત્યારે તેના વાહન આડે ઢોર આવ્યું હતું જેથી તે યુવાને પોતાના વાહને બ્રેક કરી હતી ત્યારે પાછળના ભાગે આવી રહેલ ઇકો ગાડી તેના વાહનમાં અથડાઇ હતી ત્યારે બાદ વાહનમાં નુકશાન થયું છે તેવું કહીને યુવાનની સાથે બોલાચાલી કરીને માર માર્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં ખીજડીયા ગામે રહેતા અબ્દુલકુર્દૂસભાઈ આમદભાઈ સેરશિયા (૩૫) નામનો યુવાન રાતના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેરના રાતી દેવડી…
વાંકાનેરના મેસરીયામાં જુગારની રેડ પડતાં નાશભાગ: ત્રણ જુગારી પકડાયા, ચાર ફરાર વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે આવેલ દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જોકે, સ્થળ ઉપરથી પોલીસ દ્વારા ત્રણ જુગારીઓને પકડીને તેની પાસેથી ૨૩,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જો કે, નાસી છૂટેલા ચાર જુગારીઓને પકડવા માટે હાલમાં તાલુકા પોલીસ દ્વારા તજવીક શરૂ કરવામાં આવી છબનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેતા વિનાભાઈ કેશાભાઈ કોળીની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા…
વાંકાનેરના હસનપરમાં ઉછીના રૂપિયા આપવાની ના કહેતા યુવાનને માર માર્યો વાકાનેર નજીક હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા યુવાન ઉછીના પૈસા માંગતા તેણે પૈસા આપવાની ના પાડી હતી જે બાબતનું પાસે મનદુઃખ રાખીને આરોપીએ તેના ઘર પાસે જઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને યુવાનને જમણા હાથની આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ તેને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા સંજયભાઈ…
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું, રાજકીય આગેવાનોએ લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું…. કેન્દ્ર સરકાર દ્વારા આજથી જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાયો છે, જે ટ્રેનને વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે પણ સ્ટોપેજ મળેલ હોય, ત્યારે આજે વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સામાજિક તથા રાજકીય આગેવાનો અને વાંકાનેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા… આ ટ્રેન આજે બપોરે વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે પહોંચતા જ તેનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, વાંકાનેરના ધારાસભ્ય…