કવિ: wcity

વાંકાનેર : વાંકાનેર શહેરમા આવેલ પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા યોગેન્દ્રસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહીલ, રાજેશભાઈ કરશનભાઈ બાબરીયા, મોહમદભાઈ વલીમહમદભાઈ કુરેશી, રાજેન્દ્રસિંહ હરભમજી ઝાલા ભગવાનજીભાઈ નારણભાઈ જાદવ અને અસરફભાઈ કાસમભાઈ સર્વદીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 12,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં સીટી પોલીસે દરોડો પાડી આરોપી પાંચાભાઇ રૂપાભાઇ ઉર્ફે ભુપત સંગપરાના ઝુંપડામાંથી મેકડોવેલ નંબર -1 બ્રાન્ડ વ્હીસકીની 1 બોટલ, એક વોડકાની બોટલ તેમજ ત્રણ બીયરના ટીન સહિત કુલ રૂપિયા 975નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા પોલીસે આરોપીને ફરાર દર્શાવ્યો છે.

Read More

એસઓજી પોલીસ ટીમનું સફળ ઓપરેશન : 6.42 લાખના મેફેડ્રોન સહીત 7,19,460નો મુદામાલ કબ્જે કરાયો મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીને આધારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર પાનેલી ગામ પાટીયા પાસે સર્વીસ રોડ પરથી રૂપીયા 6.42 લાખના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લઈ કુલ રૂપિયા 7,19,469ના મુદામાલ સાથે ઝડપી લઈ અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી પીઆઇ એમ.પી.પંડયાની ટીમના એ એસ.આઇ. કિશોરદાન ગંભીરદાન ગઢવી તથા ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને બાતમી મળેલ કે, આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઇ બ્લોચ રહે.ચંન્દ્રપુર માર્કેટીંગ યાર્ડ સામે વાંકાનેર વાળો…

Read More

વાંકાનેર નર્સરી ચોકડી પાસે ટોલ નાકા દ્વારા બંધ કરવામાં આવેલો રસ્તો ને ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની રજૂઆત બાદ ખુલો મુકવામાં આવ્યો વાંકાને નજીક આવેલી નર્સરી ચોકડી પાસે થી હળવદ તાલુકા અને થાન તાલુકા તેમજ લુણસર વિસ્તારનાં ગામડાંના લોકોને આવવા જવાનો મુખ્ય રસ્તો ટોલનાકા દ્વારા જે બંધ કરવામાં આવ્યો હતો તે વિસ્તારનાં લોકોની રજુઆતને ધ્યાને લઈ અને આજ રોજ વાંકાનેર ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ની સુચનાથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હીરાભાઈ બાંભવા, મહામંત્રી શ્રી વાંકાનેર તાલુકા ભાજપ, કીશોરસિંહ બી ઝાલા મહામંત્રી શ્રી વાંકાનેર તાલુકા ભાજપ, અશ્વિન નવઘણભાઈ મેઘાણી ડિરેક્ટર શ્રી APMC વાંકાનેર, ડાયાભાઈ સરૈયા, રાજુભાઈ જાપડા, સહિતના આગેવાનો રૂબરૂ ટોલનાકે જઈ પ્લાઝા…

Read More

કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ રાજ્યસભાની ૧૦ બેઠકો માટે આગામી ૨૪ જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી માટે ૧૩ જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ૨૪ જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ૨૪ જુલાઈના રોજ ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળની ૧૦ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. રાજ્ય સભામાં જુલાઈ અને ઓગસ્ટમાં ૧૦ બેઠકો ખાલી થઈ રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર (ગુજરાત) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા ડેરેક ઓ’બ્રાયન (પશ્ચિમ બંગાળ)ની સીટો પણ સામેલ છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગોવાના સભ્ય…

Read More

વાંકાનેર સીટી પોલીસે એક દરોડામાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક વરલી ભક્તને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.મળતી માહિતી મુજબ દરોડામાં વાંકાનેર સીટી પોલીસે મિલપ્લોટ ચોકમાં દરોડો પાડી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા યુનુસભાઈ આરબભાઈ હાલાને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 850 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે ગુન્હો નોંધ્યો હતો

Read More

વાંકાનેરમાં દારૂબંધીના ધજાગરા…: ખાનગી શાળા સામે છેલ્લા બે વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા શાળાએ રજૂઆત કરવી પડી…. શાળા સામે ચાલતા હાટડાથી વિદ્યાર્થીઓ અને સમાજ પર શું અસર પડશે ? : બે વર્ષથી નિદ્રાધીન વાંકાનેર પોલીસને જગાડવા શાળાએ લેખિતમાં રજૂઆત કરી… વાંકાનેર શહેરમાં રીતસર દારૂબંધીના ધજાગરા ઉડાતો બનાવ સામે આવ્યો છે, જેમાં વાંકાનેરની એક ખાનગી શાળાની સામે છેલ્લા બે વર્ષથી ચાલતા દેશી દારૂના હાટડાથી કંટાળી આખરે શાળા દ્વારા નિદ્રાધીન પોલીસને લેખિતમાં અરજી કરી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ દેશી દારૂનો હાટડા બંધ કરવા રજૂઆત કરતા ખળભળાટ મચી ગયો છે… બાબતે વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા આજે વાંકાનેર સીટી…

Read More

વાંકાનેર અદેપર ગામની સીમમાં તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા ત્રણ રફુચક્કર વાંકાનેરના અદેપર ગામની સીમમાં તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા 3 પત્તાપ્રેમીઓનેકુલ રોકડા રૂપિયા.12300 સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય ત્રણ નાશી જતા તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અદેપર જતા રોડ પર ખોડીયાર માતાજીના મંદિર નજીક તળાવના કાંઠે જાહેરમાં જુગાર રમતા વનાભાઈ ગેલાભાઈ મેર, સંગ્રામભાઈ ધનજીભાઈ બાવરવા, મહેશભાઈ વેલજીભાઈ ડાભીને રોકડ રકમ રૂ.૧૨૩૦૦ સાથે ઝડપી પાડ્યા હતા તો અસ્વીનભાઈ બચુભાઈ કોળી,મુન્નાભાઈ ઉર્ફે ટીનો પાંચાભાઈ કોળી અને રામજીભાઈ વિનુભાઈ કોળી નાશી જતા તેને ઝપડી પાડવા વધુ…

Read More

વાંકાનેર શહેરમાં પરણીત ઢગાએ સગીરાને અવાવરૂ જગ્યાએ લઇ જઇ શારિરીક અડપલાં કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ. …વાંકાનેર શહેરમાં પરણીત યુવક દ્વારા ગોલો ખવડાવવાના બહાને પરિવારજનોને જાણ કર્યા વગર એક સગીરાનું અપહરણ કરી માર્કેટ યાર્ડ તરફ અવવારું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરતાં બાબતની જાણ પરિવારજનોને થતાં તેમણે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા એક સંતાનના પિતા એવા આરોપી સિરાજ મુન્ના બુખારી નામનાં પરણિત શખ્સે વાંકાનેરની સગીર વયની બાળાને પરિવારજનોને જાણ બહાર ગોલો ખવડાવવાના બહાને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ…

Read More

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે વેપારી સંમેલન યોજાયુ વાંકાનેર અમરસિંહ હાઇસ્કુલ હોલ ખાતે વેપારી સંમેલન યોજવામાં આવેલ આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સફળતાના નવ વર્ષ સુશાસન પૂર્ણ થવાના અવસરે જન સંપર્ક અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા વેપારી સંમેલન યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને તેજાબી વક્તા સાવરકુંડલાના માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમ અંતર્ગત ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જે સુંદર કામગીરી થયેલ તેના વિશે માહિતગાર કરેલ. વાંકાનેર ના તમામ વેપારી મંડળના પ્રતિનિધિઓ તેમજ વેપારી અગ્રણીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.વાંકાનેર ભાજપ…

Read More