કવિ: wcity

DDO ડી.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગની કાર્યવાહી મોરબી : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ગામના મુખ્ય માર્ગ ઉપર વર્ષો જુના દબાણ મોરબી જિલ્લા પંચાયત દ્વારા દુર કરવામાં આવ્યા છે. જુના રાજાવડલા ગામની વચ્ચે આવેલા મુખ્ય રસ્તાના બંને બાજુ દબાણો ઉભા કરેલ હતા જેને કારણે મુખ્ય રસ્તાનું કામકાજ બંધ પડેલ હતું તેમજ મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં હતો. આ પરિસ્થિતિના કારણે શાળાએ જતા બાળકો તેમજ મોટી ઉંમરના નાગરિકો સહિત ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ખાસ કરીને ચોમાસામાં સંપૂર્ણ રસ્તામાં પાંચ ફૂટના પાણી ભરતા હતા જેથી ગામની બહાર જવું મુશ્કેલ થઈ પડતું હતું. જેના પગલે લોકોને પડતી મેશ્કેલી નિવારવા મોરબી…

Read More

રાજકોટ શહેરના વિસ્તારમાં અવારનવાર નશીલા પદાર્થોની બનાવટ ,વેચાણની અસામાજિક પ્રવૃત્તિઓ જોવા મળી આવતી હોઈ છે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં પોલીસ પેટ્રોલીગ કરતી વેળાએ અલગ અલગ બે જગ્યાએથી પાંચ ટ્રકોમાંથી શંકાસ્પદ સીરપનો જથ્થો મળી આવ્યો છે. શહેરના નાગરિક બેંક ચોક પાસે આવેલ પાર્કિંગમાંથી તથા હુડકો ચોકડી પાસે આવેલા માધવ પાર્કિંગ પાસેથી એમ બે જગ્યા પરથી રૂ. ૭૩,૨૭,૫૦૦ની કિમતનો શંકાસ્પદ જથ્થો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. આ જથ્થો ક્યાંથી આવ્યો છે. તેનું કારણ હજુ અંકબંધ છે . આ સમગ્ર મામલે બી.ટી. ગોહેલની ટીમેં આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read More

વાંકાનેરના લીંબાળા ધાર પાસે ઇકો હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત વાંકાનેરના લીંબાળા ધાર પાસે ઇકો હડફેટે બાઈક ચાલક ઇજાગ્રસ્ત વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક લીંબાળા ધાર પાસે જીજે – 14 – E – 7061 નંબરના ઇકો ચાલકે બાઈક લઈને જઈ રહેલા વાંકાનેરના રહેવાસી ટપુભા મહોબતસિંહ જેઠવાને રસ્તો ઓળંગતી વખતે હડફેટે લેતા ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

Read More

એલસીબી ટીમે 6 શખ્સોને દબોચી લઈ 26.94 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ટંકારા : મોરબી એલસીબી ટીમે ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં આવેલ પ્લાસ્ટિકના કારખાનાના ગોડાઉનમાં દારૂનો જથ્થો સંગ્રહી વેચાણ કરતા છ શખ્સોને રૂપિયા 26.94 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાની સાથે આ ગોડાઉન ભાડે રાખી દારૂનો ધંધો કરતા માસ્ટર માઈન્ડ રાજસ્થાની શખ્સને ફરાર દર્શાવી સાત આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, લજાઈ – હડમતીયા રોડ ઉપર લજાઈ ગામની સીમમાં આવેલ ઉમા પ્લાસ્ટિક પ્લોટ નંબર 28ના ગોડાઉનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે…

Read More

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર તાલુકાના દલડી ગામે સામાજિક પ્રસંગમાં ભોજન કર્યા બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર…. બે અલગ અલગ જગ્યાએ સમુહ‌ ભોજન બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર થતા અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા… વાંકાનેર તાલુકાના દલડી ગામ ખાતે આજે યોજાયેલ બે અલગ-અલગ જગ્યાએ સામાજિક પ્રસંગમાં ભોજન કર્યા બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર થતા દોડધામ મચી ગઇ છે, જેમાં અસરગ્રસ્ત લોકોને વાંકાનેર વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામ ખાતે આજે યોજાયેલ બે અલગ-અલગ ઝીયારત અને લોબાનના સામાજિક પ્રસંગ બાદ ભોજન…

Read More

બિપરજોય વાવાઝોડાની અસર હજુ બજાર પરથી દૂર નથી થઈ. ત્યાં જ ચોમાસાની અસર બજાર પર જોવા મળી રહી છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે બિપોરજોયમાં વધેલા શાકભાજીના ભાવ ચોમાસુ શરૂ થવા છતાં પણ ઘટ્યા નથી. ત્યારે શાકભાજીના ભાવમાં વધારો થતા તેની જગ્યાએ લોકો કઠોળનો ઉપયોગ કરતા હોય છે. તેમાં પણ વરસાદના કારણે વધારો નોંધાયો છે. દરેક સિઝનમાં સિઝનેબલ વસ્તુમાં ભાવમાં વધારો નોંધાતો હોય છે. આ વર્ષે બિપોરજોય વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં જે વધારો થયો હતો તે તો યથાવત જ છે સાથે જ શાકભાજીની અવેજીમાં જે કઠોળનો ઉપયોગ લોકો કરતા હોય છે તેમાં વરસાદ દરમિયાન વધારો જોવા…

Read More

હવામાન વિભાગે ફરી એક વાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૨૪ કલાક રાજ્યમાં ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. આ સાથે જ ૨૪ કલાક પછી આગામી ૫ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસે તેવી શક્યતા છે. આગાહી અનુસાર આજના દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવના છે.આ ઉપરાંત પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ,ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં આજે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો…

Read More

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે. કચ્છ, જામનગર અને દેવભૂમી દ્વારકા તથા જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયા છે, પોરબંદર,ગીર સોમનાથ અને આણંદ તેમજ વડોદરા સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે જ્યારે તાપી,નવસારી,ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયા છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. ૨ જુલાઈએ હવાનું દબાણ સર્જાશે. જેનાથી ૫ જુલાઈ સુધી વરસાદ આવશે. તેમજ ૨ થી ૫ જુલાઈ સુધી…

Read More

છેલ્લા ઘણા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટે TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TATની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી ૬ ઓગસ્ટના રોજ પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) લેવામાં આવશે. જ્યારે ૧૭ સેપ્ટેમ્બરે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) યોજાશે. શિક્ષક અભિરૂચિ કસોટી (ઉચ્ચતર માધ્યમિક) TAT-HIGHER SECONDARY પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. TATની પરીક્ષા માટે ૫ જુલાઈથી ૧૫ જુલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ૫ જુલાઈથી ૧૭ જુલાઈ સુધી ફી સ્વીકાર કરવામાં આવશે. ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ અને નેટ બેકિંગ મારફત ફી ભરી શકશે.…

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે અલીભાઈ મામદભાઈ બાદીની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પરિવારની રકિનાબેન કાલરીયા ભંગડા ઉ.14 નામની કિશોરીને વાડીએ સાપ કરડી જતા ઝેરી અસર થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Read More