કવિ: wcity

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે મકાનો અને ઈમારતો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે હાલ જૂનાગઢની વંથલી કન્યા વિદ્યાલયની જર્જરિત છત ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વંથલી કન્યા વિદ્યાલયની છત ધરાશાયી થતાં ૪થી ૫ વિદ્યાર્થિનીઓને માથાના ભાગે ઈજા પહોંચી છે. જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળતી મહિતી અનુસાર, જૂનાગઢની વંથલી કન્યા વિદ્યાલયની જર્જરિત છત ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સ્કૂલની થતાં ૪થી ૫ વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.આ અંગેની જાણ થતાની સાથે…

Read More

સુરત એરપોર્ટ પરથી ઝડપાયેલી ૪૮ કિલો સોનાની દાણચોરી મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. એરપોર્ટ પર સોનાની સ્મગલિંગમાં અરપોર્ટ ઇમિગ્રેશન અધિકારી અને સુરત શહેરના PSI પરાગ દવેની સંડોવણી બહાર આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. હાલ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ઈમિગ્રેશન અધિકારી પરાગ દવેની ધરપકડ કરી છે. પરાગ દવેને દાણચોરીમાં બમણુ કમિશન મળતું હોવાનો ખુલાસો થયો છે.ગત ૭ જુલાઈના રોજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યોગ્ય બાતમીના આધારે DRIના અધિકારીઓએ એક ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન શારજહાથી આવેલા ત્રણ મુસાફરોને અરપોર્ટ પર અટકાવી તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 5 બ્લેક બેલ્ટમાં છુપાયેલા ૨૦ સફેદ રંગના પેકેટોમાં પેસ્ટ સ્વરૂપમાં…

Read More

વાંકાનેરના અદેપરમાં તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને આધેડને માર માર્યો વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા આધેડને તારી દીકરીને કહી દેજે અમારી સામે ન જોવે તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને લોખંડના પાઇપ વડે બે શખ્સો દ્વારા માથામાં અને બંને હાથમાં માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા આધેડ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતાને ખેતી કામ કરતા ગોરધનભાઇ…

Read More

વાંકાનેરના આંબેડકરનગર અગાઉની બોલાચાલીનો ખાર રાખીને મહિલાને માર મારીને મારી નાખવાની ધમકી વાંકાનેરના આંબેડકરનગર શેરી નં-૫ માં રહેતી મહિલા શેરીમાંથી પસાર થઈ હતી ત્યારે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને મહિલા તથા તેની સાથે રહેલ વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકાપાટુનો માર મારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવી જાણવા મળતી હકીકત પ્રમાણે વાંકાનેરમાં આવેલ આંબેડકર નગર શેરી નં-૫ માં રહેતા જયશ્રીબેન દિનેશભાઈ ઝાલા (૩૭)એ દીપકભાઈ બાબુભાઈ વાઘેલા રહે. આંબેડકર નગર શેરી નં-૫ વાંકાનેર વાળાની સામે…

Read More

ઇકોમાં ભૂરાનો દેશી દારૂ લઈને નીકળેલો અશોક ઝડપાયો વાંકાનેરની પાડધરા ચોકડી નજીક પોલીસની કાર્યવાહીવાંકાનેર : વાંકનેર તાલુકાના સતાપર ગામના ભૂરા નામના શખ્સ પાસેથી દેશી દારૂનો જથ્થો મેળવી ઇકો કારમાં હેરાફેરી કરી રહેલા અશોક નામના શખ્સને વાકાનેર તાલુકા પોલીસે પાડધરા નજીકથી ઝડપી લઈ 3.08 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ઇકોમાં ભૂરાનો દેશી દારૂ લઈને નીકળેલો અશોક ઝડપાયો પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પાડધરા નજીક વાહન ચેકીંગ સમયે જીજે – 13 – AH – 9850 નંબરની ઇકો કારને અટકાવી તલાસી લેતા ઇકો કારમાંથી આરોપી અશોક પ્રતાપભાઈ અબસણીયાના કબ્જામાંથી રૂ.8000ની કિંમતનો દેશી દારૂ મળી આવતા પોલીસે ત્રણ લાખની કાર સહિત 3.08 લાખનો મુદ્દામાલ…

Read More

વાંકાનેરના રાતાવિરડામાં જુગારની રેડ: બે જુગારી પકડાયા, પાંચ ફરાર વાંકાનેર નજીક આવેલ રાતાવિરડા ગામે ચબૂતરા પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, સ્થળ ઉપરથી બે જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને પાંચ જુગારી નાસી ગયા હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે અને હાલમાં જે આરોપી પકડાયા હતા તેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળીને કુલ ૧૫૨૫૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે…

Read More

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધને હડફેટે લઈ બાઈક ઉપર કાબુ ગુમાવનાર મોરબીના બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઇવે ઉપર નવાપરા નજીક રસ્તો ઓળંગી રહેલા વાલજીભાઈ મોહનભાઇ ગોધાણી ઉ.65ને બાઈક નંબર જીજે – 03 – LC – 3220ના ચાલક અજય વીરેન્દ્રસિંહ પઢીયાર રહે. વાંકાનેર વાળાએ હડફેટે લેતા વાલજીભાઈને શરીરે ઇજાઓ પહોંચી હતી અને બાઈકનું બેલેન્સ ગુમાવી દેતા બાઈક ચાલક અજયનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે વાલજીભાઈની ફરિયાદને આધારે બાઈક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Read More

વાંકાનેર શહેરમાં રહેતા રાજ્યસભાના પૂર્વ એમપી લલીતભાઈ મહેતાનું દુઃખદ અવસાન થયેલ છે ત્યારે વાંકાનેર સહિત શિક્ષણ જગતને કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી હોય તેમના પરિવારજનો સહિતના લોકો સોકાતુર બન્યા છે વાંકાનેર પંથકમાં શિક્ષણ જગતના ભીષ્મપિતામાં તરીકે જાણીતા અને રાજ્યસભાના પૂર્વ એમપી લલિતભાઈ મહેતાનું તા ૮/૭/૨૩ ને શનિવારના રોજ હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયેલ છે ત્યારે મહેતા પરિવાર તેમજ વાંકાનેરમાં કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે અને અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઈને વર્ષો સુધી લોક ઉપયોગી અને સેવાકીય કામ કરીને લોકોના હૃદયમાં સ્થાન મેળવનારા પૂર્વ એમપી લલીતભાઈ મહેતાના દુઃખદ અવસાનના સમાચાર સાથે વાંકાનેર પંથકમાં શોખનું મોજુ ફરી વળ્યું…

Read More

ભાવનગર શહેરમાં ૪ વર્ષની બાળાનું રમતા રમતા બિલ્ડીંગના ચોથા માળેથી પડી જતા કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર નજીક આવેલ હમીરજી પાર્કની બાજુમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સી. વીંગમાં ચોથા માળે રહેતા ગીરીશકુમાર મારૂની ચાર વર્ષની પુત્રી નિત્યા બાજુમાં રહેતા પડોશીના ઘરે રમવા ગઇ હતી તે વેળાએ રૂમમાં રાખેલ સેટીમાં ઉપર ચડીને બારીમાંથી નીચે જોવા જતા ગ્રાઉન્ડ ફ્લોરમાં પટકાઇ હતી. તેને ગંભીર ઇજા સાથે તાત્કાલિક સર.ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરેલ. પરિવારમાં એકની એક દિકરીનું મૃત્યુ નિપજ્યું જતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી છે.

Read More

ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર સર્ક્યુલેશન બન્યું છે. આ સાથે ઓફસોર ટ્રોફશોર પણ સક્રિય થયું છે તેના કારણે હવામાન વિભાગ દ્વારા આજથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવા કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે. આજે આજે જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, ગીર સોમનાથ…

Read More