કવિ: wcity

વાંકાનેર એસટી ડેપો કર્મચારીએ રિસેસ દરમિયાન સૂત્ર ચાર અને ઘંટનાદ વગાડી વિરોધ કર્યો સંકલન સમિતિના આદેશ મુજબ વાંકાનેર એસ. ટી. ડેપો કેન્દ્ર ખાતે રાજકોટ વિભાગ ના યુનિયન પ્રમુખશ્રી જયુભા. ડી. જાડેજા ની આગેવાની માર્ગદર્શન સાથે જયદેવસિંહ જાડેજા(જે. જે.), મેહબૂબભાઈ લાહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જે. બી. ઝાલા,હિતેષભાઇ પરમાર, રહીમભાઈ પરમાર, જયદેવસિંહ ઝાલા,અશોકભાઈ થુલેટીયા,હમિદભાઈ કાદરી, સંભુપરિ ગોસ્વમી, જયપ્રકાશભાઈ પાઠક,અભિષેક ઠાકર,મુકેશભાઈ મારૂ,વિજયસિંહ જાડેજા,નરેશભાઈ હરીયાણી,ગીતાબેન પટેલ, વાલજીભાઈ પરમાર દરેક કમૅચારીઓ એ પોતાની ફરજો શરૂ થતાં પહેલાં કાળીપટ્ટી ઘારણ કરીને ફરજ ઉપર હાજર થઈ નિયત માગાણીઓ સાથે તમામ કાર્યક્રમ મુજબ નું રીસેસ દરમ્યાન સુત્રોચાર અને ઘંટનાદ કરવામાં આવ્યોહતો.

Read More

વાંકાનેરના વાંકીયા રોડે શાળા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારી પકડાયા વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ગામે વાંકીયા રોડ ઉપર આવેલ સરકારી શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોડ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૨૨,૮૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે વાંકીયા રોડ ઉપર આવેલ સરકારી શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા…

Read More

વાંકાનેર ખાતે વિજ્યાદશમી (દશેરા)ની પરંપરાગત ઉજવણી કરાઇ, રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન વિધિ યોજાઈ…. મહારાણા કેશરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં વિદ્યાર્થી સન્માન સમારોહ તથા શસ્ત્ર પૂજન વિધિ યોજાઈ…. વાંકાનેર ખાતે ગઇકાલે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષતામાં વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા વિજ્યા દશમીએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા…. વાંકાનેર રાજપૂત સમાજ દ્વારા આયોજીત આ 15 માં વિજ્યાદશમી મહોત્સવ તથા વિદ્યાર્થી સન્માન સમારોહની શરૂઆત ક્ષત્રિય સમાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શસ્ત્ર પૂજન કરી કર્યા બાદ ક્ષત્રિય સમાજની દીકરીઓએ તલવાર રાસ રજૂ કર્યા હતા,…

Read More

પંચાયત વિભાગમાં બદલીનો ઘાણવો, 164 TDOની બદલીના આદેશ રાજ્યભરના 164 TDOની બદલીના આદેશ કરી તેમને અન્ય સ્થળે ફરજ સોંપવામાં આવી છે. જ્યારે 19 અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે. દિવાળી પહેલા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ દરમિયાન હવે TDOની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે આદેશ રાજ્યભરના 164 TDOની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. TDOની બદલી અંગે સત્તાવાર યાદી જાહેર જાહેર કરવામાં આવી છે.ગુજરાતમાં એક તરફ તહેવાર નો માહોલ જામ્યો છે. બીજી તરફ લોકસભાની ચૂંટણી અગાઉ સરકારી અધિકારીઓની બદલીની મોસમ ખીલી છે. રાજ્યભરના 164 TDOની બદલીના આદેશ કરી તેમને અન્ય…

Read More

રાજસ્થાનની ચૂંટણીમાં પતિ-પત્ની વચ્ચે જામી શકે છે જંગ, જાણો શું છે મામલો રાજસ્થાનની દાંતારામગઢ વિધાનસભા સીટ પર 25મી નવેમ્બરે પતિ-પત્ની વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી શકે છે. જો જનનાયક જનતા પાર્ટીએ પત્નીને ઉમેદવાર બનાવ્યા છે તો કોંગ્રેસ તેમના પતિને ટિકિટ આપી શકે છે. રાજસ્થાનની દાંતારામગઢ વિધાનસભા સીટ પર 25મી નવેમ્બરે પતિ-પત્ની વચ્ચે ચૂંટણી જંગ જોવા મળી શકે છે. હરિયાણામાં મજબૂત પકડ ધરાવતા જનનાયક જનતા પાર્ટી (JJP)એ આ બેઠક પરથી રીટા ચૌધરીને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી તેમના પતિ અને વર્તમાન ધારાસભ્ય વીરેન્દ્ર સિંહને ટિકિટ આપી શકે છે. બીજી તરફ અલવરની રામગઢ સીટ પરથી વર્તમાન ધારાસભ્ય શાફિયા…

Read More

વાંકાનેરના લુણસરિયા પાસેથી દારૂ ભરેલ ગાડીનો અકસ્માત, બે લાખથી વધુનો મુદામાલ કબ્જે: એકની ધરપકડ, એકની શોધખોળ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ પાસે દેશી દારૂ ભરેલ ઈકો ગાડી સુરાપુરાના ઓટલા સાથે અથડાઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારબાદ પોલીસે તે વાહનને ચેક કરતા તેમાંથી ૧૭૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ અને ગાડી સહિત ૨,૦૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સ નાસી ગયો હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામ પાસે આવેલા હનુમાનજીના મંદિર પાસે સુરાપુરાના ઓટલા સાથે ઇકો ગાડી નંબર જીજે…

Read More

ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી વખતે જ ઝઘડી પડ્યાં બે જજ, જાણો શું છે મામલો રિપોર્ટર શાહરૂખ ચૌહાણ ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટની અંદર બે જજ વચ્ચે દલીલ થઈ હતી. કોર્ટ રૂમમાં હાજર લોકો આ ઘટના જોઈને ચોંકી ગયા હતા. વરિષ્ઠ ન્યાયાધીશ ગુસ્સામાં સુનાવણી અધવચ્ચે છોડીને ચેમ્બરમાં જતા રહ્યાં.ગુજરાત હાઈકોર્ટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કોર્ટરૂમની અંદર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ લડાઈ વકીલો વચ્ચેની કોઈ દલીલ પર ન હતી. આ અનોખા કેસમાં બે જજો એકબીજા સાથે ઝઘડ્યા હતા. જજોની બેન્ચ એક કેસની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન બંને એકબીજા સાથે સહમત નહોતા. જેના કારણે તેઓ બોલાચાલી કરવા લાગ્યા હતા. દલીલ એટલી…

Read More

પાલનપુર ખાતે નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી પાલનપુર આરટીઓ સર્કલ પર બ્રિજનો સ્લેબનો એક ભાગ ધરાશાયી. સ્લેબનો ભાગ ધરાશાયી થતાં ટ્રેક્ટર અને રીક્ષા નીચે દબાયા. બ્રિજનો ભાગ ધરાશાયી થતાં વાહનોને નુકશાન. મોટી જાનહાનિ ટળી. પાલનપુર આરટીઓ સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આજે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જ ચાલુ કામ દરમિયાન સ્લેબનો એક ભાગ ધરાશાઇ થતા નીચે પડેલા ટ્રેક્ટર અને રીક્ષા દબાયા હતા. પાલનપુર આરટીઓ સર્કલ પર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજનો ભાગ ધરાશાયી થતા વાહનોને નુકશાન થયું છે. બ્રિજના કાટમાળમાં 3 લોકો દટાયાની આશંકા છે. આ દરમિયાન બ્રિજના 5…

Read More

વાવાઝોડું તેજ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું : ગુજરાત પર થશે મોટી અસર- તેજ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા – 24 કે 25 ઓક્ટોબરે આફ્રિકા, યમન અને ઓમાન વચ્ચે ટકરાશે વાવાઝોડું- 23 ઓક્ટોબરે વાવાઝોડું ગંભીરથી અતિ ગંભીર બને તેવી આશંકા By Shahrukh Chauhan અરબી સમુદ્રમાં ઉદભવેલું ચક્રવાતી તોફાન મજબૂત અને વિનાશક બન્યું છે. વાવાઝોડા તેજ અંગે હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આજે બપોર સુધી તેજ વાવાઝોડું અત્યંત ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 23 ઓક્ટોબરે વાવાઝોડું ગંભીરથી અતિ ગંભીર બને તેવી આશંકા છે. તેથી લોકોને દરિયાકિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે…

Read More

મોરબી બ્રીજ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો આક્ર્મક મૂડમાં, SIT તપાસ પર લગાવ્યા ગંભીર આરોપકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, લિલત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ નવા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓને બચાવવાનો ભઆરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત કગથરા, લિલત વસોયા અને ધારાસભ્ય કિરીટ પટેલ નવા આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યાં છે. તેમણે મોરબી બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ…

Read More