કવિ: wcity

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.15ની બે બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણી પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપી દીધો છે આ બેઠક પર 2021માં ચૂંટાયેલા તે સમયના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિત બે કોર્પોરેટરોએ પક્ષાંતર કરીને આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમને પક્ષાંતર વિરોધી ધારા હેઠળ મ્યુનિસિપલ વિભાગના સચિવ દ્વારા સભ્યપદેથી ગેરલાયક ઠેરાવાયા હતા.પરંતુ સાગઠીયાએ તે સામે હાઇકોર્ટમાં અરજી કરી છે તે ગાળા દરમ્યાન જ બે બેઠકોની પેટા ચૂંટણી જાહેર થઇ જતા સાગઠીયા ફરી હાઇકોર્ટમાં ગયા હતા અને હાઇકોર્ટ તેમને ગેરલાયક ઠેરવવા અંગેનો અરજીનો આખરી ચુકાદો ન આપે ત્યાં સુધી ચૂંટણી મોકુફ રાખવા કરેલી અરજી હાઇકોર્ટે સ્વીકારી હતી અને આગામી તા.22 ઓગષ્ટના રોજ યોજાનારી…

Read More

વાંકાનેર શહેર પોલીસમાં ફરજ બજાવતા પરબતભાઈ રબારી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મૂળ હળવદ તાલુકાના વતની પરબતભાઈ રબારી નો આજે જન્મદિવસ નિમિતે પરિવારજનો, પોલીસ પરિવાર તથા અગ્રણીઓ, મિત્રો અને સ્નેહીજનો તેના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે

Read More

વાંકાનેરના લાકડધાર ગામની સીમમાં યુવાન કેમિકલ પી જતા સારવારમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર લાકડધાર ગામની સીમમાં યુવાન કેમિકલ પી જતા તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી હતી બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ કેશોદનો રહેવાસી અને માટેલ રોડ લાકડધાર ગામની સીમમાં સ્ટારબઝ સ્ટીલ કંપની સામે મયુરભાઈ ખીમાનંદ પિઠીયા (૨૫) નામનો યુવાન હાર્ડનર કેમિકલ પી જતા તેને…

Read More

પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ગુનો આચારનાર શખ્સ વાંકાનેરના ઢુવા પાસેથી દારૂ ભરેલ કાર સાથે પકડાયો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરૂ રચીને પોલીસની ખોટી ઓળખ આપી અપહરણ વિથ એટ્રોસીટી, પ્રોહોબિશન અને સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી વાંકાનેર તાલુકાનાં ઢુવા નજીક વરમોરા સીરામીક પાસે રોડ ઉપરથી દારૂ ભરેલી કાર સાથે પકડાયો છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પીએસઆઈ બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમ ગુનેગારોને પકડવા પડે અને ગુનેગારોને ડામવા માટે કામ કરી રહી છે ત્યારે મયુરધ્વજસિંહ જાડેજા તથા હરીચંન્દ્રસિંહ ઝાલાને મળેલ હકિકત આધારે…

Read More

વાંકાનેર શહેર ખાતે રહેતા વૃદ્ધએ બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું…. વાંકાનેર શહેરની સિપાઇ શેરી સામે રહેતા દિલીપભાઈ જોબનપુત્રા નામના ઉદ્યોગપતિએ પોતાના ઘરે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી બનાવની જાણ વાંકાનેર સિટી પોલીસને થતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ બનાવની વધુ તપાસ શરૂ કરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ સિપાઈ શેરી સામે રહેતા ઉદ્યોગપતિ દિલીપભાઈ મણીલાલ જોબનપુત્રા નામના 76 વર્ષીય વૃદ્ધએ પોતાના ઘરમાં રસી વડે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ લાંબા સમયથી બિમાર હોય જેનાથી કંટાળી તેઓએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યુ છે…

Read More

વાંકાનેર : વાંકાનેરના આરોગ્ય નગરમાં જુના પ્રેમ પ્રકરણના મનદુઃખમાં બે પક્ષ વચ્ચે મારામારી થતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જ્વાસા રોડ ઉપર રહેતા હરેશભાઇ ઉર્ફે મુનાભાઈ કારીયાની ભત્રીજીને અગાઉ આરોપી શામજીભાઈ અશોકભાઈ ગોરીયા સાથે પ્રેમ સંબંધ હોય જેના મનદુઃખમાં આરોપી અમુભાઈ ઠાકરાણી, કેવલ ઠાકરાણી, શનિ ભરત ઠાકરાણી, ચિરાગ અશોક ઠાકરાણી અને શામજી અશોકભાઈ ગોરીયાએ આરોગ્યનગર ચોકમાં ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બીજી તરફ સામે પક્ષે શામજી અશોકભાઈ ગોરીયાએ આરોપી મુનાભાઈ કારીયા, દેવ મુનાભાઈ કારીયા, જેનિષ કારીયા અને કાળી વિરુદ્ધ…

Read More

વાંકાનેરના મહીકામાં ચેક રિટર્નના કેસનો ખાર રાખીને યુવાનને પંચ વડે માર માર્યો: બે શખ્સોની સામે ફરિયાદ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા યુવાને સાથે ચેક રીટનના કેસનો જૂનો ખાર રાખીને મારામારી કરવામાં આવી હતી ત્યારે એક શખ્સ તેના હાથમાં પહેરેલા પંચ વડે યુવાનને પગ, હાથ અને છાતીના ભાગે ઇજા કરી હતી અને બીજા શબ્સે તેને પકડી રાખીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મારામારી, એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર…

Read More

વાંકાનેર શહેર ખાતે નવનિયુક્ત સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનુ મુસ્લિમ સમાજ દ્વારા ગ્રીન ચોક ખાતે સન્માન કરવામાં આવ્યું વાંકાનેર આવતા મહારાણા કેશરીદેવસિંહ ઝાલાનું સ્વાગત કરી વિજય સરઘસની શરૂઆત થશે, જે વાંકાનેર શહેર ખાતે પહોંચી શહેરના રાજમાર્ગો પર આવશે ત્યારે વાંકાનેર મુસ્લિમ સમાજદ્વારા ગીન ચોક ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વાંકાનેર મહારાણા કેસરી દેવસિંહ ઝાલા ને રાજ્ય સભાના સંસદ તરીકે નિમણૂક થતા સ્વાગત માટે વિજય સરઘસ માં ગ્રીન ચોક ખાતે વાંકાનેર મુસ્લિમ સમાજ દ્વારા રાજ્ય સભાના સંસદ કેસરી દેવસિંહ ઝાલા નું સન્માન કરવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ સમાજના આગેવાન ગુલમામદભાઈ બ્લોચ તથા મહંમદભાઇ રાઠોડ અકીલા પત્રકારઝાકીરભાઇ બ્લોચપૂર્વ કાઉન્સિલરમુસ્તાકભાઈ બ્લોચઅમીનભાઈ બ્લોચ પૂર્વ સરપંચ સમઢીયાળાજલાભાઈ…

Read More

ઓગસ્ટ મહિનામાં રાજ્ય થશે પાણી પાણી : અંબાલાલ પટેલની આગાહી 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું, ગુજરાતમાં અતિવૃષ્ટી થશે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત પાણી પાણી થશે. 17 જુલાઈથી ભારેથી અતિભારેથી વરસાદની આગાહી છે. નર્મદા, તાપી સહિતની નદીઓમાં પુર આવશે, સરદાર સરોવર ડેમ છલકાશે.રાજ્યમાં 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતના પલસાણામાં સાડા ચાર ઈંચ…

Read More

આવતીકાલે વાંકાનેર શહેર ખાતે નવનિયુક્ત સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનુ મુસ્લિમ સમાજ દ્વારા ગ્રીન ચોક ખાતે સન્માન કરવામાં આવશે ચોટીલા ટોલ પ્લાઝા ખાતેથી વાંકાનેર આવતા મહારાણા કેશરીદેવસિંહ ઝાલાનું સ્વાગત કરી વિજય સરઘસની શરૂઆત થશે, જે વાંકાનેર શહેર ખાતે પહોંચી શહેરના રાજમાર્ગો પર આવશે ત્યારે વાંકાનેર મુસ્લિમ સમાજદ્વારા ગીન ચોક ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા વાંકાનેર મહારાણા કેસરી દેવસિંહ ઝાલા ને રાજ્ય સભાના સંસદ તરીકે નિમણૂક થતા સ્વાગત માટે વિજય સરઘસ નીકળવાનું છે ત્યારે વાંકાનેર મુસ્લિમ સમાજ દ્વારા રાજ્ય સભાના સંસદ કેસરી દેવસિંહ ઝાલા નું સન્માન કરવામાં આવશે

Read More