વાંકાનેરના કોઠારીયા ગામની સીમમાં બાવળની જાળી સાથે દોરી બાંધી આધેડે અંતિમ પગલુ ભર્યુ ટંકારા તાલુકાના કોઠારીયા ગામે રહેતા આધેડ એકટીવા લઈને જડેશ્વર મંદિર પાસે ડુંગરાળ વીડી વિસ્તારમાં ગયા હતા અને ત્યાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જે બનાવો અંગેની મૃતકના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસનેસજાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા રાજેશભાઈ હંસરાજભાઈ ધુમલીયા જાતે પ્રજાપતિ એકટીવા લઈને જડેશ્વર મંદિર પાસે ડુંગરાળ વીડી વિસ્તારમાં ગયા હતા અને ત્યાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને…
કવિ: wcity
વાંકાનેરના માર્કેટ ચોક ખાતે લચ્છીની લારી સામે ગાડી ઉભી રાખતા દાદાગીરી સાથે ચાર શખ્સો યુવાન પર તુટી પડ્યા…. રોડ પર ગેરકાયદેસર રાખેલ લારી સામે ગાડી ઉભી રાખતા ઉશ્કેરાયેલા આરોપીઓનો યુવાન પર હુમલો…. વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે મહેમાનને તેડવા માટે ગાડી લઈને ઉભેલા એક યુવાન પર ત્યાં લચ્છીની લારી લઇને ઉભેલા શખ્સોએ દાદાગીરી સાથે ઝઘડો કરી ‘ મારી લચ્છીની લારી આડે કાર કેમ રાખી ? ‘ કહી ચાર શખ્સોએ યુવાન પર હુમલો કરી ગાડીના કાચ તોડી માર મારતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જાવેદભાઇ ઇસ્માઇલભાઈ આંબલીયા (ઉ.વ. ૨૫, રહે. આરોગ્યનગર, વાંકાનેર)એ આરોપી દિલીપ ભરવાડ તથા…
વાંકાનેરના કોટડાનાયાણી ગામની સીમમાં વાડીએ ઓરડીમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયાં…. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં આવેલ એક વાડીની ઓરડીમાં જુગારનો દરોડો પાડી ચાર પત્તાપ્રેમીઓને રંગેહાથ જુગાર રમતા રોકડ રકમ રૂ. 29,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામની આંકડીયા તરીકે ઓળખાતી સીમમાં આરોપી મહેબુબભાઇ ગગુભાઇ સમા કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં જુગાર રમતા શખ્સો પર દરોડો પાડી આરોપી ૧). મહેબુબભાઇ ગગુભાઇ સમા (ઉ.વ. ૬૧ રહે. કોટડાનાયાણી), ૨). સતાભાઇ કડવાભાઇ વરૂ (ઉ.વ.…
વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓના ઘરે રમઝાન માસ નિમિત્તે ઇફતારી માટે ફ્રુટ વિતરણ કરાયું… .શાળાની અનોખી પહેલેથી વિદ્યાર્થીઓ-વાલીઓ ખુશ, શાળાના સ્ટાફ દ્વારા ઘેર-ઘેર જઇ ફ્રુટ વિતરણ કરી રમઝાનની શુભકામનાઓ પાઠવાઇ…. વાંકાનેરની નામાંકિત કિડ્ઝલેન્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા આજરોજ શાળામાં અભ્યાસ કરતા વાંકાનેર વિસ્તારના 63 જેટલા ગામડાઓના વિદ્યાર્થીઓને સ્કૂલ સ્ટાફ દ્વારા ઘરે-ઘરે જઈ પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજેદારોને ઇફતારી માટે ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનાથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ ખુશ થઇ શાળા પરિવાનો આભાર વ્યક્ત કર્યો હતો….
વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક ઓરડીમાંથી ૧.૫૬૪ કિલો ગાંજા સાથે મહિલાની ધરપકડ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ પેપર મિલની બાજુમાં ખરાબાની જગ્યામાં ઓરડીમાં રહેતી મહિલા પાસે માદક પદાર્થ હોવાની એસઓજીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી ૧.૫૬૪ કિલો ગાંજાનો જથ્થો મળી આવતા ૧૫,૬૪૦ ની કિંમત નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને મહિલા આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એડીકોન…
મોઢામાં પડેલા ચાંદા ન મટતા રાજકોટના આધેડનો કોટડા નાયાણી ગામે આપઘાત વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામની સીમમાં વાડી ધરાવતા અને રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા સુરેશભાઈ મોહનભાઇ લીંબાસીયા ઉ.53નામના આધેડે ગત તા.28ના રોજ પોતાની કોટડા નાયાણી ગામે આવેલ વાડીએ જઈ ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે તેમના પુત્ર રવિભાઈએ જાહેર કર્યું હતું કે તેમના પિતાને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હોય કંટાળી જઈ આત્મઘાતી પગલું ભર્યું હતું, ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અક્સમાતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
વાંકાનેરના જેતપરડા ગામે શ્રમિક યુવનનો ગળાફાંસો આપઘાત વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં કામ કરતા અને કારખાનાની ઓરડીમાં જ રહેતા મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બેડવા ગામના વતની રાહુલભાઇ શંકરભાઇ ડામોર ઉ.19 નામના યુવાને અગમ્ય કારણોસર ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
ઓનલાઇન ક્રેડીટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી લેતી મોરબી એલસીબી ટીમ, અન્ય બે સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાય… મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં દરોડો પાડી ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સને રંગેહાથ ઝડપી લઈ અન્ય બે સટોડિયાઓના નામ આ બનાવમાં ખુલતા ત્રણ સામે વાંકાનેર સીટી પોલીસમાં ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં દરોડો પાડી શેરી નં. ૧૧ ખાતે ચામુંડા પાન પાસેથી આરોપી નીતિનભાઇ રસીકભાઇ વીંજવાડીયા (રહે. જીનપરા)ને આઇપીએલમાં રાજસ્થાન રોયલ…
Breking News : વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે પ્રેમ પ્રકરણ મામલે માતા-પિતા અને દિકરીએ મળી પુત્રીની હત્યા કરી નાખતા ખળભળાટ…. સગીરાને ગળેટૂંપો દઇ હત્યા કરી હાર્ટએટેકથી મોત થયાનું જણાવી અંતિમસંસ્કાર પણ કરી નાખ્યાં બાદ મામલા પરથી પડદો ઊંચકાયો…! વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામે ખાતે રહેતી એક સગીર વયની દિકરીને માતા-પિતાએ પ્રેમી સાથે વાત કરવાની ના પાડી હોય છતાં દિકરી પ્રેમી સાથે ફોનમાં વાત કરતા ઝડપાઇ જતાં આ મામલે માતા-પિતા અને મોટી દિકરીએ સાથે મળી સગીરાને મુંગો તથા ગળાટુપો આપી હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે રહેતા દિનેશભાઇ ગૌરીદાસ ગોંડલીયા (ઉ.વ.૪૪) નામના ફરિયાદીએ વાંકાનેર…
મૂળ ઓરિસ્સાનો અને હાલ વાંકાનેરના રંગપર ગામે શિલ્પ કંપનીમાં રહી કામ કરતો અકરુર રૂપાધર બગરતી ઉ.રર ગત રાત્રે કંપનીના બીજા માળે અગાસી પર પાળીએ બેઠો બેઠો ફોનમાં વાત કરતો હતો ત્યારે બેલેન્સ ગુમાવતાં નીચે પટકાતાં ગંભીર ઈજા થતાં વાંકાનેર સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહિ સારવાર દરમિયાણ મોત થતાં વાંકાનેર તાલુકા પોલીસએ જરૂરી કાર્યવાહી કરી હતી પ્રાથમિક તપાસમાં અકરૂર અગાઉ અહિ કામ કરી ગયો હતો અને બાદમાં વતન જતો રહ્યો હતો. હાલમાં બે ત્રણ દિવસ પહેલા જ ફરીથી કામ કરવા આવ્યો હતો અને ગત રાત્રે આ ઘટના બની હતી મૃતક ત્રણ ભાઈમાં બીજો અને અપરણિત હોવાનું જાણવા…