વાંકાનેરમાં જમીનના દલાલને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા સાત વ્યાજખોરોની સામે ફરિયાદ વાંકાનેરમાં નવા બસ સ્ટેન્ડની સામે આરોગ્યનગર ખાતે રહેતા અને જમીનની દલાલીનું કામ કરતાં યુવાને સમયાંતરે રૂપિયાની જરૂર હોવાથી જુદાજુદા સાત વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને વ્યાજે લીધેલ રૂપિયાની સામે અનેક ગણું વધારે વ્યાજ ચૂકવી આપેલ છે તો પણ તેની પાસેથી પેનલ્ટી વસૂલ કરવા માટે ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવેલ છે અને તેને મોતનો ભય બતાવીને કાર અને જમીનના સોદાખત કરાવી લીધેલ છે તેમજ કોરા અને રકમ લખેલા ચેક સહી કરાવીને મેળવી લીધેલ છે તેમજ જંગમ તથા સ્થાવર મિલ્કત બળજબરીથી કઢાવી લેવા…
કવિ: wcity
ગાંધીનગર : રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત, 1 ઇજાગ્રસ્ત ધેજાપેથાપર હાઈવ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. કારચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કાર ઝાડ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારમાં કુલ છ લોકો સવાર હતા.રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અકસ્માતની વધુ એક ઘટના પાટનગર ગાંધીનગરમાં બની છે. રાંધેજા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માતની ઘટનાને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. ગાંધીનગરના રાંધેજા પેથાપર હાઈવ પર ગત મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં…
વાંકાનેરના કેરાળા ગામે થયેલ ફાયરિંગના ગુનાના આરોપી ઉપર નવા વઘાસીયા પાસે ચાર શખ્સોએ કર્યો હુમલો વાંકાનેર તાલુકાના કેરાળા ગામે નવા વર્ષના દિવસે રામરામ કરવા બાબતે બોલાચાલી ઝઘડો અને ફાયરિંગ કર્યું હતું જે ઘટનાના આરોપી ઉપર વાંકાનેરના નવા વઘાસીયા ગામ પાસે ફાટક નજીક ચાર શબ્દો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ફોરવીલ કારમાં આવેલા શખ્સોએ વૃદ્ધના બાઇકને રોકાવીને તેને લાકડી વડે જેમ ફાવે તેમ માર મારીને ગાળો આપી હતી અને બંને હાથે અને પગે ગંભીર ઇજા કરી હતી તેમજ મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં સારવાર લીધા બાદ વૃદ્ધે નોંધાવેલ…
સુરત માં ભાઈબીજ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાગડી લોકો માટે દર્શન માટે મુકવામાં આવી હતી રીપોટર સુનિલ ગાંજાવાલાસુરત સુરત માં ભાઈબીજ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાગડી લોકો માટે દર્શન માટે મુકવામાં આવતી હોય છે. ત્યારે સંવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રી ફળ આપ્યાં હતાં. જે આજે 199 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે. અને જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છેસુરતના પરિવારે આ પાઘડી આજથી ૧૯૪ વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. આ પાઘડી…
જસદણ ભાજપમાં જૂથવાદનો મામલો, ભુપતભાઈ કેરાળીયા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા આમને-સામનેગુજરાત ભાજપ જસદણમાં વિખવાદનો મામલો સામે આવી રહ્યો છે. ગુજરાત ભાજપના ટોચના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો વિસ્તારમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળીયાનો આક્ષેપ છે કે જૂના ભાજપના કાર્યકરોને બાવળીયા હેરાન કરે છે. આ આક્ષેપ બાદ જસદણ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાત ભાજપ જસદણમાં વિખવાદનો મામલો સામે આવી રહ્યો છે. ગુજરાત ભાજપના ટોચના નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો વિસ્તારમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું છે. ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાળીયાનો આક્ષેપ છે કે જૂના ભાજપના કાર્યકરોને બાવળીયા હેરાન કરે છે. આ આક્ષેપ…
નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…: વાંકાનેરના કેરાળા ગામે આધેડ પર વગર કારણે ત્રણ રાઉન્ડ ફાયરિંગથી ખળભળાટ…. નવા વર્ષ નિમિત્તે મંદિરે દર્શન કરી પરત ફરતા આધેડ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ, તલવારનો ઘા…વાંકાનેર વિસ્તારમાં આજે નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી થતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં તાલુકાના કેરાળા ગામ ખાતે આજે વહેલી સવારે નવા વર્ષ નિમિત્તે મંદિરે દર્શન કરી પરત ફરતા આધેડ પર વગર કારણે પિતા-પુત્રએ હુમલો કરી તલવારનો એક ઘા તથા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં ખળભળાટ મચી ગયો છે. સદનસીબે આ બનાવમાં આધેડનો આબાદ બચાવ થયો હતો, જેમાં બે રાઉન્ડ મિસ ફાયરીંગ તથા એક ગોળી શરીરની બાજુમાંથી નીકળી ગઇ હતી…બાબતે સુત્રો પાસેથી પ્રાપ્ત…
બંધુનગર નજીક કાર ચાલકએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલ અકસ્માતમાં વાંકાનેરના વેપારી યુવાનનું મોત….વાંકાનેરના વેપારી યુવાન શહેબાઝ મેમણનું દુઃખદ અવસાન, મર્હુમની આવતીકાલે જીયારત…. વાંકાનેર તાલુકાના બંધુનગર નજીક નેશનલ હાઇવે પર ગતરાત્રીના એક i-20 કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેરના વેપારી યુવાનનું મોત થયું હતું, જ્યારે આ આકસ્માતના બનાવમાં અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચી હતી….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની બાગે સંજર સોસાયટી ખાતે રહેતા અને મેઇન બજારમાં સાહેલી સેલ નામની દુકાન ચલાવતા શેહબાઝ રફીકભાઈ મેમણ (ઉ.વ. ૨૫) નામનો વેપારી યુવાન ગતરાત્રીના પોતાની આઇ-20 કાર લઈને મોરબીથી વાંકાનેર પરત આવી રહ્યો હોય, ત્યારે બંધુનગર પાસે…
ડો એસ.એચ. પાસલિયા તરફથી દિવાળી અને નવા વર્ષની શુભકામના વાંકાનેર પાસલીયા હોસ્પિટલના ડોક્ટર એસ.એચ. પાસલિયા તથા પાસલિયા હોસ્પિટલ સ્ટાફ તરફથી દિવાળી અને નવા વર્ષની શુભકામના
વાકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાશાબેન મેર નું સતાપર ગામ દ્વારા સન્માન કરવામાં આવ્યું વાંકાનેર તાલુકાના સતાપર ગામે તાલુકા પંચાયતના નવનિયુક્ત કારોબારી ચેરમેન તરીકે ચૂંટાયેલા શ્રીમતી જિજ્ઞાસબેન મેરનું સરપંચ, સભ્યો, ગામના આગેવાનો તથા સમસ્ત ગામ લોકો દ્વારા વાજતે ગાજતે ફટાકડા ફોડીને સન્માન કરવામાં આવ્યુંઆ તકે જિજ્ઞાસાબેન મેરે સમસ્ત સતાપર ગામ લોકોનો આભાર માન્યો હતો.