વાંકાનેર : અમરસર ફાટક પાસે બાઇક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત, એક ઇજાગ્રસ્ત રિપોર્ટર શાહરૂખ ચૌહાણ વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે દુધની ડેરી સામેથી પસાર થતા એક પદયાત્રી મહિલાને ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જ્યારે બાઇક ચાલક યુવાનને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે દુધની ડેરી સામે આજે રાત્રીના 8 વાગ્યાની આસપાસ એક બાઇક ચાલકે ત્યાંથી પસાર થતા મહિલા પદયાત્રીને હડફેટે લેતા ગંભીર અકસ્માત…
કવિ: wcity
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે નવા કારોબારી ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેરની અધ્યક્ષતામાં પ્રથમ કારોબારી બેઠક યોજાઇ હતી.જેમાં વાંકાનેર તાલુકાના વિકાસને વેગ આપવા માટે વિવિધ કામોને બહાલી આપવામાં અંગે, ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ખર્ચની મંજુરી અંગે, ઓરિયા ધોરીયાની આવેલ અરજીઓની બહાલી અંગે, વિદ્યાર્થીઓના નામ, અટકમાં સુધારા અંગે તથા ડેડ સ્ટોક રદ કરવા બાબતના કામો તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સૌપ્રથમ વાંકાનેર તાલુકા પંચાયત ખાતેથી જ તાત્કાલિક પંચાયત ગ્રાઉન્ડની સાફ સફાઈ કરવામાં આવી હતી l
વાંકાનેરની લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું મોત વાંકાનેરથી ભોજપર ગામ તરફ જઈ રહેલા આધેડના બાઇકને લુણસર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતમાં ઇજા પામેલા આધેડને રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છેબનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભોજપર ગામે રહેતા રાધેશ મૂળજીભાઈ ચાવડા (૫૦) નામના આધેડની વાંકાનેરમાં બુટ પોલીસની દુકાન…
વાંકાનેરમાં આવી પહોચેલ મહિલાને અભયમની ટીમે આશ્રય અપાવ્યો વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપર એક મહિલા પોતાના ૨ નાના બાળકો સાથે વાંકાનેર આવી પહોંચી હતી. જે બાદ અન્ય વ્યક્તિ દ્વારા ૧૮૧ નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં ૧૮૧ ના કો.ઓર્ડીનેટર તુષાર સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં મહિલા કાઉન્સિલર જાગૃતિ ભૂવા દ્વારા કોલ લેવામાં આવ્યો હતો. જે બાદ ૧૮૧ ટીમ વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ગયેલ જ્યાં મહિલાને મળી અને શાંત્વના પાઠવી હતી. ત્યારબાદ મહિલા કાઉન્સિલર જાગૃતિ બેન એસ મહિલાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલા તેના પતિ સાથે મૂળી ગામ પાસે આવેલ એક વાડીમાં રહે છે કે જે બાદ તેના પતિ…
વિકસિત ભારત સંકલ્પ યાત્રાવાંકાનેરના ઢુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન “વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારી યોજનાઓ ઘર આંગણે આવી છે.”- સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું નિદર્શન નિહાળ્યું ; વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના ઢુવા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું.આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, “આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરકારશ્રીની યોજનાઓનો લાભ કેવી રીતે…
વાંકાનેર : વાંકાનેરમાં જીનપરા રોડ ઉપર રહેતા યુવાનની રિસામણે ગયેલી પત્નીએ પોલીસ કેસ કરતા યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ખાતે જીનપરામાં રહેતા અને પીપરમેન્ટ બિસ્કિટની ફેરી કરતા અભીજીતભાઇ હસમુખભાઇ ભીંડોરા (ઉ.38)નામના યુવાને ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર અભીજીતભાઇ પીપરમેન્ટ બિસ્કીટની ફેરી કરી ગુજરાન ચલાવે છે અને માતા-પિતા સાથે રહે છે. થોડા વર્ષ પહેલા તેણે મોરબીના દિપ્તીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા અને દિપ્તીબેનના પણ આ બીજા લગ્ન હતાં. પરંતુ પાંચ છ…
વાંકાનેર નજીક એક્ટિવા આડે ખુટિયો આવતા સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું મોત વાંકાનેર નજીકના નવી રાતીદેવડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી આધેડ પોતાનું એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના એક્ટિવાની આડે ખુટિયો ઉતર્યો હતો જેથી કરીને આધેડે પોતાના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો અને તે રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડાના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે બનાવી જાણવા મળતી માહિતી મુજબ…
સુરત માં ઉધના વિસ્તાર માં આવેલ અક્ષરકુંજ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં લાગેલી આગનો ભેદ ઉકેલાયો, પેટ્રોલ ચોરી કરતી વેળાએ સિગારેટ સળગાવતા આગ લાગી હતી સુરતના ઉધના તરણકુંડ પાસે આવેલા અક્ષરકુંજ એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં ગત 13 નવેમ્બરના રોજ આગ લાગી હતી. જેમાં 18 મોટર સાયકલ તેમજ 20 ડીજીવીસીએલ કંપનીના ઇલેક્ટ્રિક મીટર તથા વાયરીંગ બળીને કુલ 5.84 લાખ જેટલું નુક્શાન થયું હતું. આ ઘટનામાં પોલીસે એક કિશોર સહીત 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પેટ્રોલ ચોરી કરવા ગયા હતા. આ દરમિયાન માચીસથી સિગારેટ સળગવતા આગનો બનાવ બન્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, સુરતના ઉધના તરણકુંડની બાજુમાં અક્ષરકુંજ એપાર્ટમેન્ટ આવેલું છે. ગત 13…
વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી પરિવાર દ્વારા માર્કેટ ચોકમાં કરાયું પ્રસાદનું વિતરણ વાંકાનેરમાં જલારામ જયંતિ નિમિત્તે શહેરનાં હાર્દ સમા માર્કેટ ચોક ખાતે રઘુવંશી સમાજ દ્વારા પ્રસાદ વિતરણ કરી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. “દેને કો ટૂકડા ભલા લેને કો હરી કા નામ, જય જય જલારામ” વાંકાનેરમાં 224 મી જલારામ જયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજન અર્ચન, આરતી, ભક્તિ સંધ્યા જેવા કાર્યક્રમોનું આયોજન ફળેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા તથા શહેરનાં માર્કેટ ચોક ખાતે રઘુવંશી પરિવાર દ્વારા જલારામ બાપાની મૂર્તિનું પૂજન અર્ચન કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો, 67વાંકાનેર કુવારવા ધારાસભ્ય જીતુભાઈ…
કેરાળા ફાયરિંગ પ્રકરણમાં નવો વળાંક : ઇજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો…. વઘાસીયા ટોલનાકા નજીક ફાયરીંગ પ્રકરણમાં ફરાર આરોપી વૃદ્ધ પર ચાર શખ્સોએ હુમલો કર્યો’તો, અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત…. વાંકાનેર તાલુકાના કેરાળા ગામે થયેલ ફાયરિંગ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે, જેમાં નવા વર્ષના દિવસે થયેલ ફાયરિંગ પ્રકરણમાં ફરાર આરોપી પર વઘાસીયા નજીક બે દિવસ પૂર્વે ચાર શખ્સોએ હુમલો કરી બેફામ માર માર્યો હતો, જેમાં ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજે મધ્યરાત્રિના આ ઈજાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે…. બનાવની આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગત તા. ૧૪, મંગળવારના રોજ…