કવિ: wcity

અમરેલીના બાબરામાં ભાજપના મહિલા નેતાના પતિના ઘરેથી નશાકારક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો..પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આર્યુવેદિક સિરપનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.. દર્શન પાનની દુકાનદારની દુકાને અને ઘરેથી બાબરા પોલીસે સિરપનો મોટો જથ્થો પકડાતા ખળભળાટ મચી ગયો છે..બાબરા પોલીસે બાતમીના આધારે રેડ પડતા દુકાન અને ઘરેથી 75 પેટી સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો.. ત્રણ હજાર સીરપની બોટલો બાબરા પોલીસે જપ્ત કરી છે..પોલીસે રૂપિયા 4 લાખ 50 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો..દુકાનદાર કશ્યપ મૂળશંકરભાઈ તેરૈયા નામની વ્યક્તિની બાબરા પોલીસે કરી અટકાયત કરી છે..ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ મૂળશંકર તેરૈયા પાસેથી આર્યુવેદિક સીરપનો જાથો પકડાયો હતો

Read More

IND VS AUS T20 મેચમાં સ્ટેડિયમમાં વીજળીની ખામી; બિલ ન ભરવાના લીધે કનેક્શન કાપી નાખ્યું આજે છત્તીસગઢની રાજધાની રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 મેચ રમાશે. રાયપુરમાં આયોજિત થનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચને જોવા માટે લોકો દૂર-દૂરથી ઉમટી પડ્યા છે. પરંતુ આ દરમિયાન આશ્ચર્યની વાત એ છે કે જે ગ્રાઉન્ડમાં આ ક્રિકેટ મેચ રમાશે તેની લાઈટો હજુ બંધ છે. કારણ કે છત્તીસગઢ વિદ્યુત વિભાગે રાયપુર ક્રિકેટ સ્ટેડિયમનું વીજળી કનેક્શન કાપી નાખ્યું છે. કારણ એ છે કે સ્ટેડિયમનું 3 કરોડ 25 લાખ રૂપિયાનું બાકી વીજ બિલ જમા થયું નથી. આજે સાંજે 7…

Read More

વાંકાનેર : વાંકાનેર શહેરના ગ્રીન ચોકમાંથી સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન આરોપી હનીફભાઈ બચુભાઇ ભટ્ટી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપીયા 700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી

Read More

વાંકાનેરના સિંધાવદર ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એક ઇજાગ્રસ્ત….વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આજે બપોરના સમયે એક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના બસ સ્ટેન્ડથી આગળ જતાં રેલ્વે ફાટક નજીક વળાંક પાસે રાજકોટ-વાંકાનેર રોડ પર એક ટ્રક નં. GJ 01 CU 1676ના ચાલકે બેદરકારી દાખવી ત્યાંથી પસાર થતા બાઈક નં. GJ 03 CD 9464 ના ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં…

Read More

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા વૃદ્ધને સરપંચ એવા સગા નાનાભાઈએ નજીવી બાબતે લાકડીથી ફટકારતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી છે.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતાં ચતુરભાઇ ભનુભાઇ દેલવાડીયા ઉ.60 નામના વૃધ્ધને સાંજે તેના નાના ભાઇ પતુભાઇએ લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. ચતુરભાઇએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે પોતાને પેરેલીસીસ હોઇ હાલ કામધંધો કરી શકતાં નથી. પોતાના નાના ભાઇ પતુભાઇ ગામના સરપંચ છે. ગામમાંથી ગેરકાયદેસર રીતે વાહનો નીકળતાં હોઇ…

Read More

વાંકાનેર તાલુકાના પીવાના પાણી અને સિંચાઇના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાને રાજ્યસભાના સાંસદશ્રી કેશરીદેવસિંહ ઝાલા અને લોકસભાના સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા દ્વારા રજુઆત કરવામાં આવી.જેમાં સૌપ્રથમ વાંકાનેર તાલુકાના ઢુવા અને ચંદ્રપુર જિલ્લા પંચાયત સીટમાં આવતા અતિ પછાત વિસ્તારના ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે કોઈપણ સગવડતા ન હોય જેથી કરીને કાયમી ઉકેલ લાવવા ખાસ યોજના બનાવવા માટે ગાંધીનગર સચિવાલય ખાતે બાવળિયા સાહેબને શ્રી કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યો, વાંકાનેર તાલુકા ભાજપ પ્રમુખ, માજી પ્રમુખો તથા તાલુકા સંગઠન, સરપંચો અને આગેવાનો સાથે રાખીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી.

Read More

31 લાખની લૂંટને અંજામ આપનાર ગણતરીની મીનીટોમાં ઝડપાયા, જાણો સમગ્ર ઘટના…શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે, જેમાં નેશનલ હેન્ડલુમમાંથી રોકડ લઈને નીકળેલા વ્યક્તિને આંતરી બે મિત્રોએ 31 લાખથી વધુની લૂંટ કરી હતી, જોકે આસપાસના લોકોએ અને પોલીસે સમય સુચકતા વાપરીને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લાખો રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે, જેમાં નેશનલ હેન્ડલુમમાંથી રોકડ લઈને નીકળેલા વ્યક્તિને આંતરી બે મિત્રોએ 31 લાખથી વધુની લૂંટ કરી હતી, જોકે આસપાસના લોકોએ અને પોલીસે સમય સુચકતા વાપરીને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પેટ્રોલ પંપ પર અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા…

Read More

વાંકાનેરમાં આવેલા જુના જીઈબી મકાનનો ઇમલો તોડતી વખતે દૂર્ઘટના સર્જાઇ હતી. જેમાં છત માથે પડતાં દબાઇ જવાથી એમપીના બે મજૂરના મોત થયા છે.જાણવા મળ્‍યા મુજબ વાંકાનેરમાં જુની જીઇબી કચેરી જ્‍યાં અગાઉ બેસતી હતી તે મકાનનો ઇમલો હાલમાં ખાનગી પાર્ટીએ ખરીદી લીધો હોઇ જુનુ બાંધકામ તોડવા માટે કોન્‍ટ્રાક્‍ટ અપાયો હતો. જેમાં મજૂરો કામે આવ્‍યા હોઇ ગઇકાલે આ બાંધકામ તોડતી વખતે છત માથે પડતાં બે મજૂર દબાઇ ગયા હતાં. જેમાં મુળ મધ્‍યપ્રદેશના રાજેશ બાલસીંગ પરમાર (ઉ.વ.૧૮)નું ઘટના સ્‍થળે જ મોત થયું હતું, જ્‍યારે મુળ એમપીના મુનસિંગ મોહનભાઇ ડામોર (ઉ.વ.૪૫)ને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેનું મોત નિપજતાં…

Read More

મોરબીના ચકચારી કેસમાં આરોપી વિભુતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઇ સહિતના ત્રણ આરોપીની ધરપકડ મોરબીની રવાપર ચોકડીએ પગાર લેવા માટે ઓફિસે બોલાવીને યુવાનને માર માર્યો હતો અને મોઢામાં પગરખું લેવડાવવામાં આવ્યું હતું જે બનાવમાં લૂંટ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ભોગ બનેલા યુવાને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના કુલ ૧૨ સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીના રિમાન્ડ નામંજૂર આરોપીને કરવામાં આવેલ છે દરમિયાન આજે બપોરના સમયે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા તથા તેનો ભાઈ સહિત ત્રણ આરોપીઓ મોરબીમાં પોલીસ સમક્ષ રજૂ…

Read More

વાંકાનેરના વઘાસિયા ટોકનાકા નજીક માવઠામાં કરા પડતાં દસ જેટલા કારખાનામાં મોટું નુકશાન મોરબી જિલ્લામાં આજે સવારથી માવઠાની અસર જોવા મળી રહી છે અને છૂટો છવાયો વરસાદ પણ થયેલ છે ત્યારે વાંકાનેર તાલુકાનું વાત કરીએ તો તોફાની પવન અને આકાશમાંથી કરા પડ્યા હતા જેથી કરીને સીરામીક કારખાનાના શેડ હાલમાં ચારણી જેવા થઈ ગયા છે અને વઘાસિયા પાસે એક કે બે નહીં પણ ૧૦ જેટલા કારખાનામાં મોટું નુકશાન થયેલ છે જેથી કારખાનામાં કામ બંધ કરવામાં આવ્યું છે હાલમાં મળી રહેલી માહિતી મુજબ વઘાસિયા ટોલનાકા પાસે આવેલ ક્યુરેક્સ સિરામિક, મલ્ટીસ્ટોન સિરામિક, સ્નોબ સેનેટરીવેર્સ, આઇકોન સિરામિક સહિતના ૧૦ જેટલા કારખાનામાં શેડ ચારણી જેવા બની…

Read More