વાંકાનેરની ઢુવા ચોકડી આવેલ સ્પાના સંચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે શ્યામ પ્લાઝા કોમ્પલેક્ષમાં સ્પાની અંદર કામ કરતા વર્કરોની માહિતી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી અને સીસીટીવી કેમેરા ચાલુ ન હતા જેથી કરીને સપાના સંચાલક સામે જાહેરનામનો ભંગની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે અને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્પાની અંદર કામ કરતા કર્મચારીઓની વિગતો સ્થાનિક પોલીસ મથકમાં આપવા અને સીસીટીવી કેમેરા ચાલુ રાખવા માટે થઈને કલેકટર દ્વારા અવારનવાર જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમ છતાં પણ તેની અમલવારી ઘણી…
કવિ: wcity
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બળદેવસિંહ જાડેજા આજે જન્મદિવસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બળદેવસિંહ જાડેજા (કોટડા નાયણી)આજે જન્મદિવસ છે તેઓ આજે 37પુરા બળદેવસિંહ જાડેજા કરીને 38 વર્ષમાં પ્રવેશ કરશે પોતાનો મોટું મિત્ર સર્કલ ધરાવે છે આજે તેઓને જન્મદિવસ નિમિત્તે સગા સબંધી સ્નેહીઓ પરિવારજનો મિત્રો |મોબાઈલ નંબર7016421211અને રૂબરૂ જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે
વાંકાનેરના કોટડા નાયાણી ગામે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ મોરબી : સૌરાષ્ટ્રમાં આજે સાંજના અરસામાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાંકાનેરના કોટડા નાયાણી ગામે પણ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. આવી જ રીતે રાજકોટ, પડધરી અને જૂનાગઢ પંથકના પણ વરસાદી વાતાવરણ જામ્યું છે.
વાંકાનેર રાજકોટ રોડ ઉપર રીક્ષા ચાલકે વૃદ્ધને ઠોકરે ચડાવ્યા વાંકાનેર : વાંકાનેર – રાજકોટ હાઇવે ઉપર ગાત્રાળનગર ગામના પાટિયા નજીક પગપાળા જઈ રહેલા ગગજીભાઈ નાઝાભાઈ ચારોલીયા ઉ.70 નામના વૃદ્ધને જીજે -36 – એવી – 4952 નંબરના રીક્ષા ચાલક પ્રવીણ જેસાભાઇ મેરે હડફેટે લઈ હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
તસ્કરોનો પોલીસને પડકાર : વાંકાનેરના વડસર વિસ્તારમાં છેલ્લા પસંદ દિવસમાં પાંચ વખત કોપર વાયરની ચોરી, પોલીસ તપાસ કરતી રહી અને તસ્કરો ચોરી…. વડસર આસપાસ આવેલ ત્રણ સ્ટોન ક્રશરમાં રાત્રીના સમયે પાંચ વખતમાં ચાર લાખ કરતાં વધારેના કોપર વાયરની ચોરી, ફરિયાદ નોંધ્યા સિવાય પોલીસ હજુ તપાસ કરી રહી છે…! વાંકાનેર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી પોલીસ તંત્રને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં છેલ્લા પંદર દિવસમાં વડસર વિસ્તારમાં આવેલ ત્રણ સ્ટોન ક્રશરમાં અલગ અલગ પાંચ વખત તસ્કરોએ બેખોફ ચોરીના બનાવને અંજામ આપી ચાર લાખ કરતાં વધારેની કિંમતના કોપર વાયરની ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે,…
વાંકાનેર જીનપરા માથી જાહેરમાં જુગાર રમતા 5 પતા પ્રેમીઓ પકડાયા વાંકાનેર જીનપરામાં આવેલા રામજી મંદિર પાસે ચોકમાંથી જાહેરમાં જુગાર રમતા પાંચ પતા પ્રેમીઓ 12.100 રોકડા રૂપિયા સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ જીનપરા જકાતનાકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે જીનપરામા આવેલા રામજી મંદિર પાસે ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગારની મજા માણી રહેલા (૧)જનકભાઈ પરશોતમભાઈ બાવળીયા ઉવ.૩૭ રહે.વાંકાનેર જીનપરા શેરી નં.૧૨,(૨) સુનીલભાઈ રમેશભાઈ રાણેવાડીયા ઉવ.૨૦ રહે.વાંકાનેર જીનપરા શેરી નં.૧૨,(૩) રફીકભાઈ જુમાભાઈ કુરેશી ઉવ.૨૨ રહે.વાંકાનેર જીનપરા શેરી નં.૧૦,(૪) રમેશભાઈ રામજીભાઈ ડાભી ઉવ.૩૪ રહે.વાંકાનેર જીનપરા શેરી નં. ૧૨,(૫) હુશેનભાઈ વલીમામદભાઈ સેખાણી ઉવ.૩૬ રહે.વાંકાનેર જીનપરા…
વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે ઈલેક્ટ્રીકબાઈક અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત એકનું મોત વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે બપોરના 12 વાગ્યે આસપાસ ડમ્પર ચાલક એ ઇલેક્ટ્રિક ચાલક વૃદ્ધ ને અડફેટ લેતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે બપોરના 12, વાગ્યે આસપાસ ક્રોસિંગ કરતી વખતે ઈલેક્ટ્રીક બાઈક ચાલક ને ડમ્ફર GJ36X5551ચાલક એ હડફેટ લેતા વાંકાનેર વીસી પરામાં રહેતા સુરેશભાઈ થોધણભાઈ ધરોડીયા પ્રજાપતિ નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ ચલાવી રહી છે
વાંકાનેરના જીનપરા હાઇવે ઉપર કારનો દરવાજો ખોલીને મોબાઈલ ફોનની ચોરી વાંકાનેરના જીનપરા હાઇવે ઉપર આવેલ રાજવીર મોબાઇલ પાસે યુવાને પોતાની ગાડી ઉભી રાખી હતી દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ગાડીનો દરવાજો ખોલીને તેમાંથી સીલપેક મોબાઈલ ફોનની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં પ્રતાપ ચોક બ્રાહ્મણ શેરી ખાતે રહેતા ઉત્કર્ષભાઈ આશિષભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (૨૯)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે,…
વાંકાનેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સની ૫૩,૧૦૦ ના મુદામાલ સાથે ધરપકડ, એકની શોધખોળ વાંકાનેરમાં અમરસર ફાટક પાસે ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઓનલાઇન સોદાઓ કરીને રનફેરનો જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જે કરીને પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ ૫૩,૧૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના અમરસર ફાટક પાસે આવેલ ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં જાહેરમાં…
એમપીથી ઇકો ગાડીમાં આવેલા આઠ શખ્સો વાંકાનેરથી બે યુવાનોના અપહરણ કરી ગયા…! વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના યુવાનના સાળાએ આરોપીની દીકરીનું અપહરણ કર્યું હોવાનું બહાનું કાઢી ફેક્ટરીની બહાર બોલાવી, એમપીથી ઇકો કારમાં આવેલ આઠ શખ્સો બે યુવાનોના અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઇ બંને યુવાનોને ઢોર માર મારી, ખંડણી માંગતા બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિકાસ ગુડ્ડા બારેલા (ઉ.વ. 22, રહે. નવલપુરા, મધ્યપ્રદેશ)એ વાંકાનેર તાલુકા પોલીસ આરોપી રણજીત દોલા વસુનીયા, સંગ્રામ છગન કટારા, લવકુશ રામા મેડા, રામકિશન નામાલુમ તથા ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત…