લ્યો ! ખેડામાં હરતું ફરતું જુગારધામ, ચાલતી ટ્રકમાં જુગાર રમતા 42 જુગારી ઝડપાયા જુગારની લત ધરાવતા લોકો જુગાર રમવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે. ખેડામાં રનિંગ ગેમ્બલિંગ ટેકનીકથી ચાલુ આઈસર ટ્રકમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. આ કેસમાં 42 જુગારીઓની અટકાયત કરવામાં આવી છે.: ખેડામાં ચાલતી ટ્રકમાં જુગારધામનો પર્દાફાશ થયો છે. ખેડા LCB મહુધા-ડાકોર રોડ પર ઉંદરા ફાટક પાસેથી પસાર થતી આઈસર ટ્રકમાં ચાલતો જુગારનો અડ્ડો ઝડપી પાડ્યો છે. ચાલુ આઈસર ટ્રકમાં રનિંગ ગેમ્બલિંગ ટેકનીક અપનાવી જુગાર રમતા 42 ઈસમોને કુલ રૂ.4.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.હરતું ફરતું જુગારધામ : ખેડા LCB માંથી મળતી…
કવિ: wcity
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં ચોરી રાત્રિના અંધારામાં આવેલા તસ્કરો દ્વારા 28 તોલા સોનું તથા 6 લાખ રોકડાની ચોરી અંદાજે 25 લાખથી વધુના મુદ્દા માલની ચોરી કરીને તસ્કરો રાત્રિના અંધારામાં ઓગળી ગયા ઘરધણી ફળિયામાં અને અગાસી ઉપર સુતા રહ્યા અને તસ્કરો ઘરમાંથી હાથ સાફ કરીને છનનન જેપુર ગામે એક જ રાતમાં પુર્વ સરપંતના મકાન સહિત ત્રણ મકાનમાં તાસ્કરોએ ધામા નાખ્યા હતા
વાંકાનેર : વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા તળે જેલ હવાલે કરતી તાલુકા પોલીસ ટીમ….. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પાસા વોરંટ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટના આદેશ મુજબ આરોપીને પાસા તળે અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા આરોપી આશીષભાઈ હેમુભાઈ ઉઘરેજીયા (ઉ.વ. ૨૫, રહે. જોરાવરનગર, હનુમાન ચોક, સુરેન્દ્રનગર) સામે પોલીસ દ્વારા પાસા વોરંટ તૈયાર કરતા આ વોરંટ મોરબી જિલ્લા કલેકટર દ્વારા મંજૂર કરતાં પોલીસે આરોપીની અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી…
વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી દારૂની નાની ૩૨ બોટલ સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની ૩૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી અને ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની…
વાંકાનેર શહેરમાંહાઈ ડીગ્રી તાપમાન વચ્ચે પીજીવીસીએલના લાઈટમાં ધાંધિયા લોકો પરેશાન હાલ ઉનાળેલું ધમધમ તું તાપમાન 42 ડિગ્રીને વધી જાય છે ત્યારે વાંકાનેર પીજીવીસીએલ દ્વારા અનેક વિસ્તારમાં લાઈટ આવક જાવક ના પ્રશ્નો બની રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરના અનેક વિસ્તારમાં ભર ઉનાળે પીજીવીસીએલ લાઈટ ના ધાંધિયા થી લોકોને પરેશાની નો સામનો કરવો પડે છે ત્યારે વાંકાનેર પીજીવીસીએલ લાઈટ ના પ્રોબ્લેમ સામે તાત્કાલિક કામગીરી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે
વાંકાનેરના જોધપર ગામે વાડીએ હાર્ટએટેકથી આધેડનું મોત વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા આધેડ કાંતિભાઈકેશુભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (૫૫) જોધપર ગામે વાડીએહતા અને ખાટલામાં સુતા હતા ત્યારે કંઈ બોલતા ચાલતા ન હતાઅને બેભાન થઈ ગયા હતા જેથી હાર્ટ એટેક આવતા તેઓનેતાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યાહતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃતજાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેરતાલુકા પોલીસને જાણ કરવામાંઆવતા પોલીસે બનાવની નોંધકરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સિપાઈ શેરી યંગ ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો વાંકાનેર ખાતે સુન્ની મુસ્લિમ સિપાઈ જમાતખાને વાંકાનેર સિપાઈ શેરી યંગ કમિટી ગ્રુપ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ધોરણ-1 થી 12 ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે મુસ્લિમ સમાજના અગ્રણીઓ હસ્તે મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી જેમાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે સુન્ની મુસ્લિમ સિપાઈ જમાતખાને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલી હાજર રહ્યા હતા તેમાં સમાજના અગ્રણીઓ આગેવાનો હસ્તે ઇનામો મુમેન્ટો અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વાંકાનેર ના એડવોકેટ શકિલભાઈ પીરજાદા તેમજ મુસ્લિમ સમાજ અગ્રણી ઝાકીર ભાઈ બ્લોચ તથા પત્રકાર મહંમદભાઇ રાઠોડ અફઝલ…
વાંકાનેર સીપીઆઈ કચેરીમાં ફરજ બજાવતા શક્તિસિંહ જાડેજા આજે જન્મદિવસ વાંકાનેર સીપીઆઈ કચેરીમાં ફરજ બજાવતા શક્તિસિંહ જાડેજા આજે જન્મદિવસ છે તેઓ આજે 31પુરા શક્તિસિંહ જાડેજા કરીને 32વર્ષમાં પ્રવેશ કરશે પોતાનો મોટું મિત્ર સર્કલ ધરાવે છે આજે તેઓને જન્મદિવસ નિમિત્તે સગા સબંધી સ્નેહીઓ પરિવારજનો મિત્રો |મોબાઈલ નંબર8320324949અને રૂબરૂ જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે
વાંકાનેર તાલુકાના કાનપર ગામે રમતા રમતા બોલ વાગતાં દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત…. વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે દોઢ વર્ષના માસૂમ બાળકને રમતા રમતા બોલ(દડો) લાગી જતાં બાળક પડી જઇ બેભાન થઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ફરજ પરના તબીબે તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામ ખાતે રહેતા હરસુરભાઈ ઉર્ફે રાહુલભાઈ ખરા/ચારણ ના દોઢ વર્ષના બાળક પ્રભાતને રમતા રમતા બોલ(દડો) લાગી જતાં પડી જતાં બાળક બેભાન થઇ જતાં તાત્કાલિક…
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે વિજળી પડતાં સાત બકરાનો મોત…. વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે ગઇકાલે સાંજે છ વાગ્યે વીજળી પડવાની ઘટના સામે આવી છે, જેમાં કડાકાભડાકા તથા પવનના સુસવાટા સાથે શરૂ થયેલ વરસાદ વચ્ચે વિજળી પડતા એક માલધારીના સાત બકરાના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે… બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે ગઇકાલે સાંજે છ વાગ્યાની આસપાસ ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલ ભરવાડ મસરૂભાઈના બકરા પર વિજળી પડતા સાત જેટલા બકરાના મોત થયા હતા. જેથી આ બનાવની જાણ તલાટી મંત્રી દ્વારા વાંકાનેર તાલુકા પંચાયતને કરવામાં આવી હતી…