કવિ: wcity

વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં ડિમોલેશન કામગીરી શરૂ કરાઇ નોટિસ આપ્યા બાદ બે મહિના પછીકેમ ડિમોલેશન કરવામાં આવ્યું લોક મુખ્ય ચર્ચાઈ રહ્યું છે વાંકાનેર નગરપાલિકા દ્વારા છેલ્લા થોડા દિવસોથી શહેરભરમાં દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી હોય, જેમાં આજે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર નગરપાલિકાની ટીમ દ્વારા બુલડોઝર સાથે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, આ સાથે જ આગામી સમયમાં પણ આવી જ રીતે તમામ દબાણોને દુર કરવામાં આવશે તેવું ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.

Read More

વાંકાનેરના વણઝારા ગામે અકળ કારણોસર પરિણીતાએ અંતિમ પગલું ભર્યું વાંકાનેર તાલુકાના વણઝારા ગામે મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વણઝારા ગામે રહેતા ચોથાભાઈ વાઢેર જાતે કોળીના પત્ની નીતાબેન ચોથાભાઈ વાઢેર જાતે કોળી (૩૦)એ કોઈ કારણોસર પોતે પોતાના ઘરે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના ડેડબોડીને…

Read More

મોરબી : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આગામી તા.22ના રોજ સવારે 11 કલાકે આઈટીઆઈ વાંકાનેર, વાંકાનેર-રાજકોટ રોડ, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રોના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે…

Read More

AADHAAR CARD નહીં માન્ય રહે જન્મતારીખ પુરાવા માટે, UIDAI આ કારણે ઉઠાવ્યું પગલું Aadhaar Card Update: UIDAI એ છેતરપિંડી રોકવા માટે કડક પગલાં લીધાં છે. આધાર કાર્ડ એ કોઈપણ વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. તેની સુરક્ષાને લઈને નવા અપડેટ્સ વારંવાર આવતા રહે છે. તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન કાર્ડ ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ નવા નિયમ અનુસાર, આધાર કાર્ડ હવે જન્મતારીખનો પુરાવો રહેશે નહીં. આ માટે જન્મ પ્રમાણપત્ર જરૂરી રહેશે. આ નિયમ આ મહિનાથી લાગુ થશે. છેતરપિંડી રોકવા લેવાયા પગલાંUIDAI સાથે જોડાયેલા અધિકારીઓએ તેમના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે આ…

Read More

વાંકાનેર પાસે બાઇક ચાલકે સગર્ભા મહિલાને હડફેટે લેતા પેટમાં રહેલા બાળકેને માથામાં હેમરેજ થવાથી મોત વાંકાનેર નજીક આવેલ રાણેકપર ગામની સીમમાં મારુતિ મિનરલ કારખાનાના ગેઇટની સામેથી સગર્ભા મહિલા પસાર થઈ હતી ત્યારે બાઈક ચાલકે તેને હડફેટે લેતા તે મહિલા નીચે પેટ ભર પડી હતી જેથી કરીને તેને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલ સુધી સારવાર માટે લઈ જવામાં આવી હતી અને ત્યાં સિઝેરિયન કરીને બાબાનો જન્મ કરાવેલ હતો જો કે, બાબાને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા થઈ હોવાથી તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું…

Read More

વાંકાનેર સીટી પોલીસ મથકે ફરજ બજાવતા ત્રણ પોલીસ જવાનોની બદલી કરાઈ દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા અને પ્રતિપાલસિંહ વાળાની બદલી કરવામાં આવી જીલ્લા પોલીસ વડા દ્વારા બદલી કરાઇ… દિવ્યરાજસિંહ ઝાલાને માળિયા,કૃષ્ણરાજસિંહને ટંકારા અને પ્રતિપાલસિંહ વાળાની મોરબી ટ્રાફિક શાખામાં બદલી…

Read More

વાંકાનેર તથા સમગ્ર જૈન સમાજનું ગૌરવ સમા મેહુલ પી. શાહને દિલ્હી ખાતે સુપ્રીમ કોર્ટના જજ તથા યુનિયન મિનિસ્ટરના હસ્તે ઇન્ટરનેશનલ એક્સલન્સ એવોર્ડ 2023 એનાયત કરાયો વાંકાનેર વિસ્તારમાં શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સતત સક્રિય રહી પોતાની આગવી પ્રતિભાથી ઉચ્ચતમ કાર્યસિદ્ધિ મેળવી સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યા બાદ મેહુલભાઈ પી. શાહ (કિડ્ઝલેન્ડ સ્કુલ / જ્યોતિ વિદ્યાલય) દ્વારા હવે દેશમાં પણ પોતાનું નામ ગુંજતું કર્યું છે, જેમાં શ્રેષ્ઠ સંચાલન અને સક્રિય શિક્ષણ પ્રણાલી શ્રેણીમાં મેહુલ પી. શાહને દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ એક્સલન્સ એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો છે…વાંકાનેર તથા સમગ્ર જૈન સમાજનું ગૌરવ એવા મેહુલ પરિમલભાઈ શાહને આજે દિલ્હી મુકામે ભારત સરકારના પુર્વ યુનિયન મિનિસ્ટર…

Read More

વાંકાનેરના ચંદ્રપુર બ્રિજ પાસેથી નવ બોટલ દારૂ ભરેલ કાર સાથે એક શખ્સની ધરપકડ વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહેલ સેન્ટ્રો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની નવ બોટલ મળી આવતા પોલીસે દારૂ અને ગાડી મળીને ૧,૦૪,૬૮૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેજાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંહતી ત્યારે વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ઓવરબ્રિજ પાસેથી સેન્ટ્રો ગાડીનંબર જીજે ૧ બીકે ૭૮૪૪ પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીનેપોલીસ દ્વારા તેને ચેક કરવામાં આવતા…

Read More

અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી જેઠ – જેઠાણીએ ધમકી આપતા વાંકાનેર પોલીસે ગુન્હો નોંધ્યો વાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતી પરિણીતાએ અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખી રસ્તે મળી ગયેલા જેઠ અને જેઠાણીએ પરિણીતાને ભરણ પોષણનો કેસ પાછો ખેંચી લેવા અને પોતાનું નામ કઢાવી નાખજે નહિતર પુલ ઉપરથી ફેંકી દઈ માથે વીમા વાળી ગાડી ચડાવી દેવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર શહેરમાં ડોકટર દેલવાડિયાના દવાખાના પાછળ રહેતા ઉમાબેન મેહુલભાઈ ગોઢકિયા ઉ.29 નામના પરિણીતાને સાસરિયામાં અણબનાવ હોય અગાઉ કેસ કર્યા બાદ ભરણપોષણ મેળવવા કેસ કર્યો હોવાથી ગત તા.8ના રોજ તેઓને રસ્તામાં આરોપી એવા જેઠ સુરેશભાઈ મનુભાઈ ગોઢકિયા અને જેઠાણી દક્ષાબેન મળતા બન્નેએ…

Read More

માલધારીની વાડીમાં ઘુસી મારણ કર્યું વાંકાનેર : વાંકાનેર પંથકના ફરી દીપડાએ રંજાડ શરૂ કરી હોવાના અહેવાલો વચ્ચે રામપરા વિડી વિસ્તાર નજીક આવેલ મહિકા અને હોલમઢ વચ્ચેની માલધારીની વાસીમાં ઘુસી દીપડાએ એક વાછરડીનું મારણ કરતા વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીપડાના સગડ મેળવવા તેમજ જરૂર જણાયે પીંજરું ગોઠવવા તજવીજ શરૂ કરી છે.વાંકાનેર તાલુકામાં જંગલ વિસ્તારને કારણે રાનીપશુ દીપડાઓની વસ્તીમાં વૃદ્ધિ વચ્ચે છાસવારે દીપડાઓ પશુઓનું મારણ કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે જેમાં થોડો સમય રાહત રહ્યા બાદ ગઈકાલે વાંકાનેર તાલુકાના હોલમઢ અને મહિકા વચ્ચે આવેલ કાબરાની ઢાળ વાળી સીમમાં ગેલાભાઈ ભરવાડની વાડીએ દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું.વાંકાનેર વન…

Read More