વાંકાનેર તાલુકાના શેખરડી ગામે આજે મોડી સાંજે વાટુકિયા અને મકવાણા પરિવારના લોકો વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતા ઇજાગ્રસ્ત પ્રથમ સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે તેવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થયા છેજાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના શેખરડી ગામે મારામારીનો બનાવ બન્યો છે જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત…
કવિ: wcity
વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક લઘુશંકા કરવા ઉભા રહેલ ટ્રક ચાલકનું હાર્ટ એટેકથી મોત…. વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતા એક ટ્રક ચાલક આધેડ લઘુશંકા કરવા ઉતરેલ હોય, જેને અચાનક હાર્ટ એટેક આવી જતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર આવેલ વઘાસિયા ટોલનાકા પાસે વૃંદાવન હોટલ ખાતે લઘુશંકા કરવા ગયેલ ટ્રક ચાલક બબાભાઈ નાગજીભાઈ રબારી (ઉ.વ. 53, રહે. ખરચારીયા, પાટણ) નામના આધેડને હાર્ટએટેક આવી જતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે…
… વાંકાનેર શહેર ખાતે પેસેન્જર વાહનોમાં જોખમી રીતે પેસેન્જર બેસાડી સમાન તથા પેસેન્જરોનું ગેરકાયદેસર ઓવરલોડેડ વહન કરતા વાહન ચાલકોનો વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થતાં બાબતે વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા આવા ત્રણ વાહન ચાલકોની અટકાયત કરી હતી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જીલ્લામાં બહારના રાજ્યોમાંથીમોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુરો મજુરીકામ કરવા આવતા હોય ત્યારેઆ મજુરોને વાહનોમાં ખચો-ખચ અને જોખમી રીતે બેસીને તથાસમાન ભરીને આવતા હોવાથી રોડ પર કોઈ દુર્ઘટના સર્જાવાની શક્યતારહેલ હોય, જેનો એક વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થતાંબાબતે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા અલગ-અલગ નાકા, રસ્તાઉપર વોચ, તપાસ, વાહન ચેકીંગ કરતા શહેરમાંથી જોખમી રીતે ખચો-ખચ મોટી સંખ્યામા માણસો ભરી તથા…
LOKSABHA ELECTION 2024: કોંગ્રેસ એક્ઝિટ પોલની ડિબેટમાં ભાગ નહીં લે, પાર્ટીના ટોચના નેતૃત્વએ કર્યો નિર્ણય ! લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા બાદ 1 જૂને એક્ઝિટ પોલ જાહેર થવાના છે. રાજકીય પક્ષોની સાથે સામાન્ય લોકો પણ આના પર ખાસ નજર રાખે છે. એક્ઝિટ પોલને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે નિર્ણય લીધો છે કે પાર્ટી એક્ઝિટ પોલની ચર્ચામાં ભાગ નહીં લે. લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા બાદ 1 જૂને એક્ઝિટ પોલ જાહેર થવાના છે. રાજકીય પક્ષોની સાથે સામાન્ય લોકો પણ આના પર ખાસ નજર રાખે છે. એક્ઝિટ પોલને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસે નિર્ણય લીધો છે કે પાર્ટી…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાતાવીરડા ગામની સીમમાં આવેલ ખરાબમાં દરોડો પાડી આઠ બોટલ વિદેશી દારૂ સાથે સ્થળ પરથી એક શખ્સને ઝડપી લીધો હતો, જ્યારે આ બનાવમાં અન્ય એક યુવાનની સંડોવણી ખુલતા તેની સામે પણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સિરોન્જા સિરામિક કારખાનાની બાજુમાં સરકારી ખરાબામાં ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી જીતુભાઇ ચોથાભાઈ ભવાણિયા (ઉ.વ. ૨૩, રહે.રાતાવીરડા)ને આઠ બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 2720) સાથે ઝડપી લીધો હતો…. જ્યારે આ બનાવમાં અન્ય આરોપી ચોથાભાઈ ખીમાભાઈ કૂણપરાની સંડોવણી ખુલતા તે સ્થળ…
. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ઢુવા-માટેલ રોડ ઉપર ભવાની કાંટા નજીકથી આરોપી મહેન્દ્રસિંગ રામપ્રસાદ બલાઇ(ઉ.વ. ૩૦)ને વરલી મટકાનો જુગાર રમી રમાડતા રંગે હાથ રોકડ રકમ રૂ. 650 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી રેતી ચોરી કરતા બે ડમ્પર ઝડપાયાં…. મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રાજકોટ રોડ પરથી રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર રીતે રેતી ખનીજનું વહન કરતા બે ડમ્પરને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરની સૂચના મુજબ ભુસ્તરવિજ્ઞાન અને ખાણ-ખનીજનાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી અને માઇન્સ સુપરવાઈઝર મિતેષ ગોજીયા દ્વારા વાંકાનેર તાલુકાના ભલગામ નજીક રાજકોટ રોડ ઉપરથી ડમ્પર નંબર GJ O3 BW 6548 અને GJ 03 BY 8288 ને રોયલ્ટી ભર્યા વગર સાદી રેતી ખનીજનાં ગેરકાયદેસર…
વાંકાનેર તાલુકા પંચાયત ખાતે રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ… વાંકાનેર તાલુકા પંચાયત ખાતે મિટિંગ હોલમાં રાજકોટ TRP ગેમઝોનમાં અઘટીત દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી કોંઠીયા સાહેબ હરીસિંહ ઝાલા, ચેરમેન જિજ્ઞાસાબેન મેર, સદસ્ય રણજીતભાઈ વિરસોડીયા તથા તાલુકા પંચાયત સ્ટાફ અને તાલુકાના તલાટી મંત્રીશ્રીઓએ હાજરી આપી હતી.
વાકાનેર : વાંકાનેર તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના વતની રાજેન્દ્રકુમાર હરિરામ યાદવ ઉ.37 નામના યુવાનને ઇલેક્ટ્રિક મોટરમાંથી વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
નકલી ટોલનાકાનો વિવાદ ફરી વકર્યો ! બે શખ્સોએ ટોલબુથ કર્મચારીને ભડાકે દેવાની ધમકી આપી વાંકાનેરના વઘાસિયા નજીક નકલી ટોલનાકુ બંધ કરાવ્યાનો ખાર રાખી હુમલો કરાયાનો આરોપ વાંકાનેર : વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક આવેલ વાઈટ હાઉસ નામની ફેકટરીમાં ધમધમતું ગેરકાયદેસર ટોલનાકુ બંધ કરાવ્યાનો ખાર રાખી વઘાસિયા ગામના બે શખ્સોએ અલ્ટો કારમાં ધસી આવી ટોલનાકાના સુપરવાઇઝરને ભડાકે દેવાની ધમકી આપી હું કહું તે ગાડી જવા દે જે નહિતર કચડી નાખીશ તેવી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર – મોરબી હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકામા સુપરવાઈઝર તરીકે નોકરી કરતા દેવેન્દ્રસિંહ જયુભા ઝાલા ઉ.37…