વાંકાનેરના તીથવા ગામે યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરનારા પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો વાંકાનેરના તીથવા ગામે વાડીએ આવેલા મંદિરે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાડોશમાં વાડી ધરાવતા વ્યક્તિને જમવા માટે થઈને ન કહ્યું હતું જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં યુવાનના પિતાએ બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રમેશભાઈ ખીમજીભાઇ મેસરિયા (૫૫)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગોવિંદભાઈ…
કવિ: wcity
લૂંટ ?: વાંકાનેરના રાજ ખીજડીયા ગામે ઘરમાં ઘૂસી બાળકને છરી બતાવીને બે હિંદીભાષી ૫૦ હજાર લઈ ગયા ! વાંકાનેર તાલુકાના રાજ ખીજડીયા ગામે લૂંટની ઘટના બની હતી જેમાં બાળક શાળાએથી ઘરે આવ્યા બાદ પોતાનું ઘર ખોલીને ઘરમાં જતાની સાથે જ બે અજાણ્યા હિન્દીભાસી શખ્સો તેની પાછળ તેના ઘરમાં આવ્યા હતા અને તે બાળકને લાફા મારીને છરી બતાવીને કબાટની ચાવી ક્યાં છે ? તે પૂછ્યું હતું ત્યારબાદ કબાટના ખાનામાંથી ૫૦,૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ કરીને તે બંને શખ્સો ભાગી ગયા હતા જો કે આ અંગેની ભોગ બનેલા પરિવારના વ્યક્તિ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને જોકે હજુ સુધી આ…
બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં ખાતે એક જ પરિવારની એક માતા અને બે પુત્રીનો સામુહિક આપઘાત…. માતા અને બે પુત્રીએ વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું…. વાંકાનેર શહેર નજીક આવેલા ભાટીયા સોસાયટીમાં રહેતા એક જ પરિવારના માતા અને બે પુત્રીએ વહેલી સવારે સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે, જેમાં બનાવની જાણ થતાં મૃતકના પરિવારનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને હાલ બનાવની જાણ પોલીસ વિભાગને કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના મંજુલાબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 45), સેજલબેન ભરતભાઈ…
વાંકનેર તાલુકાના વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં લાંબો સમય વીતવા છતાં એક પણ વગદાર આરોપીઓ પોલીસ ગિરફ્તમાં ન આવતા અનેક આક્ષેપો થયા હતા. પોલીસ રાજકીય ઈશારે આરોપીઓને છાવરતા હોવાના આરોપ વચ્ચે ગઈકાલે એલસીબીએ આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને ઝડપી લીધા બાદ આ બન્ને આરોપીઓને વાંકાનેર પોલીસે 14…
વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાંથી મેસરિયા ગામ તરફ જવાના રસ્તા ઉપર પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે ૧૧૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને અજીતભાઈ બાબુભાઈ તકમરીયા જાતે કાઠી દરબાર (૩૧) રહે. જાની વડલા તાલુકો ચોટીલા વાળો મળી આવતા પોલીસે તેને ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે
વાંકાનેર તાલુકમાં દારૂની બે રેડ: ૩૧ બોટલ દારૂ-૪૦ બીયરના ટીન કબજે, એક આરોપી પકડાયો-એકની શોધખોળ વાંકાનેર તાલુકાનાં લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે ખરાબમાંથી દારૂની બોટલો તથા બિયરના ટીન મળી આવ્યા છે જેથી પોલીસે કુલ મળીને ૧૪,૬૦૦ ની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યારે સ્થળ ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર ત્યાં હાજર મળી આવતા તેને કબજામાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમને લાકડધાર ગામ પાસે આવેલ તળાવ નજીક ખરાબાની જગ્યામાં…
વાંકાનેરના ખીજડીયા ગામે ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે આવેલ ખરાવાડ વિસ્તારમાં ખૂંટીયા ઉપર બે શખ્સ દ્વારા જ્વલંતશીલ પ્રવાહી નાખવામાં આવ્યું હતું જેથી હાલમાં આ ઘટના સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સીમમાં આવેલ ખારાવાડમાં રજડતા ખૂંટીયા ઉપર જ્વલંતશીલ પ્રવાહી નાખવામાં આવ્યું હતું જે ઘટનાને લઈને ખીજડીયા રાજ ગામે રહેતા જીવણદાસ વીરદાસ મકવાણા જાતે અનુ. જાતી (૭૨)એ હાલમાં ઇલમુદ્દીનભાઈ ઇબ્રાહીમભાઇ વકાલીયા અને ઈસ્માઈલભાઈ જલાલભાઈ શેરસીયા રહે. બંને…
વાંકાનેર તાલુકાની સતાપર ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં ડીડીઓનો હુકમ વાંકાનેર તાલુકાના સતાપર ગામના મહિલા સરપંચ દ્વારા તેઓના પતિ અને સાવકા પુત્રના વાઉચરો બનાવીને સરકારી નાણા નું ચુકવણું કરેલ છે જેથી સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે જેથી કરીને ડીડીઓ દ્વારા સત્તા પર ગ્રામ પંચાયતના સરપંચને હોદા ઉપરથી દૂર કરવા માટે હુકમ કરાયો છે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના સતાપર ગ્રામ પંચાયતના સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાએ તેમના પતિ રમેશભાઈ કેશાભાઇ ગણાદિયાનાં નામે કુલ ૪ કામો માટે તેમજ તેમના સાવકા પુત્ર અજયભાઈ રમેશભાઈ ગણાદિયાના નામે કુલ ૫ કામો માટે વાઉચરો બનાવીને નાણાનું ચુકવણું કરેલ હતું. આમ, સરપંચે…
વાંકાનેર નજીક ડુબ્લીકેટ ટોલનાકા મામલે બે આરોપીને ઝડપી લીધા વાંકાનેરમાં ડુબલીકેટ ટોલનાકાનો પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે ફરિયાદી બની પાંચ આરોપીઓના નામજોગ અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.જેમાંથી બે આરોપીનો પોલીસે ધરપકડ કરી છે. બનાવની મળતી વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે આરોપીઓ અમરશીભાઈ જેરામભાઈ પટેલ , રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે. ટોલપ્લાઝાની બાજુમાં આ લોકો બીજો રસ્તો આપી અનઅધીકુત રીતે ટોલ ઉઘરાવતા હોવાથી ફરિયાદ નોધાઇ હતી જેથી…
વાંકાનેર તાલુકાના ભલગામે જાહેરમાં જુગાર રમતા બે પત્તા પ્રેમી પકડાયા બે ફરાર એક મોબાઈલ કિ, 5000,,રોકડા રૂપિયા 2700 સહિત કુલ 7700 મુદ્દામાલ કબજે વાંકાનેર તાલુકાના ભલગામે જાહેરમાં કુંડળ વાળી જુગાર રમતા (1)દિનેશભાઈ ભવાનભાઈ મકવાણા (2) બુધેશ ઉર્ફે બુધો ધીરુભાઈ ભાલીયા પકડાયા હતા અને ગડો પોપટભાઈ ભાલીયા તથા ગોપાલભાઈ દેવશીભાઈ ભાલીયા પોલીસને જોય નાસી છૂટયા હતા વાંકાનેર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી