બિલ્કીસના ગુનેગારોને ફરીથી જેલમાં જવું પડશે, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની માફી રદ કરીગુજરાતના બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે. ગુજરાતના બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે. ઓગસ્ટ 2022 માં, ગુજરાત સરકારે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા…
કવિ: wcity
વાંકાનેરના કણકોટ પાટીયા પાસેથી ૧૯૨ બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા વાંકાનેર તાલુકાના કણકોટ ગામના પાટીયા પાસેથી પસાર થતી આઈ-૨૦ કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાંથી ૧૯૨ બોટલ દારૂ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, બે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ મળીને ૩.૯૫ લાખના મુદામાલ સાથે હાલમાં બે શખ્સોની ધરપકડ કરી છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છેવાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ખોરાણા ગામ બાજુથી નીકળીને કુવાડવા ગામ તરફ આઈ-૨૦ કાર જવાની છે જેમાં દારૂનો જથ્થો ભરેલ છે તેવી…
વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે ઝડપાયેલ બંને આરોપીઓના જામીન મંજુર…. વાંકાનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય, જે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થયા બાદ જેલહવાલે કરવામાં આવ્યા હોય, જે બંને આરોપીઓએ પોતાના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા… બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હોય, જે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા, જે બાદ બંને આરોપીઓએ પોતાના વકીલ…
વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં ગેસ ટેન્કરમાંથી વિદેશી દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી, રૂ. 58.86 લાખનો મુદ્દામાલ જપ્ત… વાંકાનેર વિસ્તારમાં દારૂની રેલમછેલ કરવા માટે મંગાવવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાના કટીંગ સમયે પોલીસ ત્રાટકી હતી, જેમાં જાલીડા ગામની સીમમાં ગેસના ટેન્કરમાંથી વિદેશી દારૂના કટીંગ સમયે મોરબી એલસીબીએ ત્રાટકી અને કુલ 8,004 બોટલ વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ વાહનોને ઝડપી પાડી લીધા હતા… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ હોટલ દ્વારકાધીશ પાછળ પડતર ખરાબા ખાણ વિસ્તારમાં ગેસના ટેન્કરમાંથી અલગ અલગ વાહનોમાં થતાં દારૂના કટીંગ સમયે દરોડો પાડી 667 પેટી વિદેશી…
વાંકાનેર શહેરના સાતનાલા નજીક રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત…. વાંકાનેર શહેર ખાતેથી પસાર થતા રેલ્વે ટ્રેક પર જીનપરા વિસ્તારમાં સાતનાલા નજીક આજે એક યુવાનને કોઈ અગમ્ય કારણોસર સૌરાષ્ટ્ર મેઇલ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક જીનપરા વિસ્તારમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક પર સાતનાલા નજીક આજે સવારે જગદીશભાઈ વશરામભાઇ વોરા (ઉ.વ. ૪૧, રહે. પેડક સોસાયટી, દિગ્વિજયનગર, વાંકાનેર) નામના યુવાનને કોઈ અગમ્ય કારણોસર મુંબઈથી આવતી…
વાંકાનેર તાલુકાના ફૂલેત્રા સ્ટીલ કંપનીના પ્રદૂષણથી થાક્યા કણકોટના ગ્રામજનો… ખીજડીયાની જમીનમાં સ્થપાયેલ ફૂલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ ચાલુ થતાં જ પ્રદૂષણની માત્રા કણકોટના લોકોને જેવા મળી હતી અને કણકોટના જાગૃત લોકો દ્વારા ૩ જાન્યુઆરીના દિવસે કણકોટ ગામના ચોકમાં એક મીટીંગનું આપોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના સરપંચ અને ગ્રામ લોકોએ હાજરી આપી હતી. આ મિટિંગમાં ઉસ્માનગની શેરસિયા દ્વારા ફૂલેત્રા સ્ટીલ પ્રોજેક્ટ દ્વારા ભવિષ્યમાં શું નુકશાન થશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આવા પ્રોજેક્ટ કે જર્મન સ્ટીલ, ઈ. ટી. સ્ટીલ, એસ્સાર સ્ટીલ, ગેલેન્ટ સ્ટીલ, નેશનલ સ્ટીલ, કામઘેનુ સ્ટીલ બનાવતી કંપની અને તેની નજીકના ખેડૂતોને થયેલ નુકશાન વિશે સમજ આપી હતી, આવા…
સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં સોનાનો મોટો જથ્થો મળી આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવીઆ સંબંધમાં સાઉદી અરેબિયાના અધિકારીઓએ જાહેરાત કરી છે કે એક ખાણકામ કંપનીને મક્કા વિસ્તારથી 100 કિમી દૂર સોનાનો ભંડાર મળ્યો ઇસ્લામ સમુદાયના પવિત્ર શહેર મક્કામાં સોનાનો વિશાળ ભંડાર મળી આવ્યો છે. સાઉદી અરેબિયાએ તાજેતરમાં પવિત્ર શહેર મક્કામાં સોનાના વિશાળ ભંડારની શોધની જાહેરાત કરી છે. આ સંબંધમાં સાઉદી અધિકારીઓએ તેમની જાહેરાતમાં જણાવ્યું હતું કે મક્કા ક્ષેત્રના અલ ખુર્મા ગવર્નરેટમાં સ્થિત મન્સૂરહ મસારા સોનાની ખાણની દક્ષિણમાં 100 કિલોમીટરના અંતરે સોનાનો ભંડાર મળી આવ્યો છે. સાઉદી અરેબિયાની આ ખાણકામ કંપનીએ કહ્યું છે કે આ વિસ્તારમાં સોનાના ઘણા ભંડાર મળી આવ્યા…
છોટાઉદેપુર / પીકઅપ વાનમાં બે વિદ્યાર્થિની સાથે થઈ છેડતી, ઘટનાને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી આકરા પાણીએ વિદ્યાર્થીનીઓ બેસી ગયા પછી ડ્રાઈવરે પૂરપાટઝડપે ભગાવી હતી. આ વખતે ચાલુ ગાડીમાંથી જ કેબિનમાં બેસેલી બે વ્યક્તિઓ પાછળની સાઈડ પર આવી હતી. આમ પાછળ કુલ ચાર શખ્સોએ ભેગા મળીને શાળાના યુનિફોર્મમાં ઘરે જઈ રહેલી વિદ્યાર્થીનીઓના શરીરના ભાગે અડપલા કરવાનું શરૂ કર્યું હતું. છોટાઉદેપુર/ રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ત્યારે હત્યા, દુષ્કર્મ છેડતીના બનવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે છોટા ઉદેપુરમાં આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે. સંખેડા તાલુકાના કુંડિયા ગામ પાસે નસવાડી બોડેલી રોડ પર ખાનગી પીકઅપ ગાડીમાં બેસીને ઘેર જતી…
વાંકાનેર: દિઘલીયામાં દીપડો આવ્યો? ચાર પશુઓનું મારણ કર્યું, ત્રણને ચૂંથી નાખ્યા વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામે ગત રાત્રે ગામની બાજુમાં આવેલા વાડામાં કોઈ જંગલી જાનવર ઘસી જઈને ચાર પશુઓનું મરણ કર્યું છે ત્યારે અન્ય ત્રણ પશુઓને ચૂંથી નાખ્યા છે આ સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચ રસુલભાઈ ખોરજીયા દ્વારા ફોરેસ્ટના અધિકારીઓને કરવામાં આવી છે. મળેલી માહિતી મુજબ ફોરેસ્ટના કર્મચારીઓ દીઘલીયા જવા નીકળી ગયા છે. આ કર્મચારીઓ ત્યાં જઈને તપાસ કરશે કે આ મારણ દીપડાએ કહ્યું છે કે કોઈ અન્ય જંગલી જાનવરોએ. મળેલી માહિતી મુજબ ગામના ખેડૂત ખોરજીયા નૂરમહંમદ અલાઉદી જેમનો વાળો ગામની બાજુમાં જ આવેલો છે તેમાં દીપડો કે અન્ય કોઈ જાનવર…
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર રેલ્વે સ્ટેશનથી આગળ હશનપર ગામ તરફ જતા રોડ ઉપરથી આરોપી રવિભાઈ પ્રદીપભાઈ ભટ્ટ રહે.શકિતપરા (હશનપર) તા.વાંકાનેર જી.મોરબી નામના શખ્સને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 2040 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.