વાંકાનેર નજીક માલગાડી હડફેટે અજાણ્યા યુવાનનું મૃત્યુ વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરિયાથી બોકડથંભા વચ્ચે ગઈકાલે બપોરના સમયે અંદાજે 25થી 30 વર્ષનો યુવાન માલગાડીની હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે લુણસરિયા રેલવે સ્ટેશનના અધિકારી વિશાલભાઈ વિનોદભાઈ શેખે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.
કવિ: wcity
વાંકાનેર : વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા કૌશલભાઈ બટુકચન્દ્ર બજાણી ઉ.24 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર પંખા સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન અને સાથસહકારથી તા. 15/06/2024 ના દિવસે ગાંધીનગરમાં તેમની અધ્યક્ષતામાં સંગઠનની સૌપ્રથમ મહિલા રાષ્ટ્રિય કાર્યકારીણી બેઠકનું આયોજન ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતિ જિજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હીના રાષ્ટ્રિય મહિલા અધ્યક્ષ શ્રીમતી મોહિનીજી શાકયવાર તેમજ દેશના અલગ અલગ રાજ્યો ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશમાંથી તથા અન્ય રાજ્યોમાંથી મહિલા પ્રમુખો તેમજ સંગઠનના રાષ્ટ્રિય મહિલા હોદ્દેદારો ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાના મહિલા પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સંગઠનને દરેક રાજ્યમાં મજબુત કરી સમગ્ર દેશમાં વસતાં કોળી…
વાંકાનેર નજીક ટોલનાકા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલ હસનપર ગામના વૃદ્ધનું સારવારમાં મોત વાંકાનેરના હસનપર ગામે રહેતા વૃદ્ધ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા બાજુ થઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે આઠેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેઓના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તેમાં વૃદ્ધને ઈજાઓ થયેલ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવેલ છે. બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે…
મોરબીના જાંબુડીયા નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા વાંકાનેર ના યુવાનનું મોત મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા થવાથી યુવાનો મોત નીપજ્યું હતું અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના કુંભારપરા વિસ્તારનો રહેવાસી અસલમ હારુનભાઈ તરિયા (૨૫) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ જાંબુડીયા ગામ નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કોઈ…
વાંકાનેરની ચંદ્રપુર સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં સહકારી આગેવાન જલાલભાઇ શેરસીયાની પેનલના તમામ ઉમેદવારોનો વિજય…. મંડળીની તમામ 20 બેઠકો પર એક જ પેનલનો દબદબો, સતત બીજી ટર્મ પર જલલાલભાઈ શેરસીયાની પેનલનો વિજય…. વાંકાનેર તાલુકાની ચંદ્રપુર સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ માટે ગઇકાલે ચુંટણી યોજાઈ હતી, જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને સહકારી આગેવાન જલાલભાઇ શેરસીયાની પેનલના તમામ 20 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે. જેમાં મંડળીની સામાન્ય ખેડૂત વિભાગની 16 બેઠકો, એક નાના સિમાંત ખેડૂત, બે મહિલા અનામત તથા એક અનુ. જાતિ અનામત એમ તમામ બેઠકો પર એક જ પેનલના ઉમેદવારોનો વિજય થતાં મંડળીમાં સામેની પેનલના સુપડા સાફ થઇ ગયા હતા…. શ્રી…
વાંકાનેર શહેરમાં આવેલ રાજકોટ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલ છે અને તે સ્વામીના મંદિરમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી છે જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ વેલનાથપરાના આરોગ્ય વિસ્તારમાં રહેતા ભીખાભાઈ ઉર્ફે હકાભાઇ સોમાભાઈ જોલપરા જાતે કોળી (58) નામના આધેડ વાંકાનેર શહેરમાં રાજકોટ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હતા ત્યારે ત્યાં સ્વામીના મંદિર ખાતે તેને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ…
વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા જોસનાબેન અશોકભાઈ ચાવડા (૨૮) નામની મહિલાને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેઓના ઘર પાસે હતી ત્યારે સામેવાળા કેસુભાઈ ચાવડાએ કોઈ કારણોસર ઝઘડો કરીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી તેઓને ઈજા થતાં સારવારમાં માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે તેના પતિ અશોકભાઈ લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેરના માટેલ ગામે વાડીએ નિંદ્રાધીન જેઠ ઉપર નાના ભાઈની રિસામણે બેઠેલ પત્નીએ ત્રણ શખ્સોને મોકલીને કરાવ્યો હુમલો વાંકાનેર તાલુકાના માટેલ ગામે વાડીએ સુતેલા નિદ્રાધીન યુવાન ઉપર તેના નાના ભાઈની પત્નીના કહેવાથી ત્રણ શખ્સો દ્વારા લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો આટલું જ નહીં તેના બાઈકમાં તોડફોડ કરવામાં આવી છે અને ત્યારે બાદ ભોગ બનેલા યુવાનના ભાઈને તેની પત્નીએ ફોન કરીને ધમકી પણ આપી હતી જેથી હાલમાં ઇજા પામેલા યુવાનને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છેબનાવની…
વાંકાનેર તાલુકાના ભલગામ સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમવા ત્રણ પતા પ્રેમી કુલ રોકડા 11800, ના મુદ્દામાલ સાથે ઝડપાયા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમવા (૧) જયરાજભાઈ વકુભાઈ ખાચર જાતે કાઠી દરબાર રહે ભલગામ તાલુકો વાંકાનેર (૨) ભાવેશ આપા ભાઇ જળુ જાતે કાઠી દરબાર રહે ભલગામ તાલુકો વાંકાનેર(૩) શંભુભાઈ દેસુરભાઈ ગલચર જાતે આહિર વાણંદ રહે રાજકોટ આજી ડેમ ચોકડી સહિતને પકડી પાડી ને કુલ રૂપિયા 11800 મુદ્દામાં કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી