વાંકાનેરના જામસર ગામ નજીક ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં ચકચાર…. વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક સીમમાં આવેલ એક ખેતરમાંથી ગતરાત્રીના એક અજાણ્યો 35 થી 40 વર્ષની ઉંમરના પુરુષોનો મૃતદેહ મળી આવતાં ચકચાર ફેલાઇ છે, જેમાં બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક આવેલ લખમણભાઈ રૂપાભાઈના મકાન પાસેના ખેતરમાંથી ગતરાત્રીના અંદાજે 35 થી 40 વર્ષની ઉંમરના એક અજાણ્યાં પુરુષની લાશ મળી આવતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
કવિ: wcity
વાંકાનેરના શખસએ પરિવારને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી રાજકોટમાં નર્સિંગ યુવતી ઉપર વાંકાનેર ના શખ્સે આચર્યું દુષ્કર્મ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી રાજકોટમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ૨૪ વર્ષીય યુવતી પર તેની સાથે જ નર્સિંગનું કામ કરતાં મોરબી પંથકના વાંકાનેર શખ્સે પરિવારને મારી નાંખવાની ધમકી આપી રાજકોટ અને અમદાવાદમાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ છે યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ છે. શહેરની રૈયા ચોકડી નજીક રહેતી ૨૪ વર્ષીય યુવતીએ વાંકાનેરના કાનપર ગામના અર્ષદ ઈલિયાસશેરસિયા સામે યુનિવર્સિટી પોલીસમાંનોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું…
વાંકાનેરની સિંધાવદર જુથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં ગેલેક્સી પેનલનો જ્વલંત વિજય….. યુસુફભાઈ શેરસીયા તથા આઇએમપી પેનલની હાર ; 15 બેઠકમાંથી 13 બેઠકો પર ગેલેક્સી પેનલના ઉમેદવારો વિજેતા, સામે બે બેઠકો પર ઇસ્માઇલભાઈ આઇએમપી તથા મહંમદભાઇ ખુશ્બુનો વિજય…. વાંકાનેર તાલુકાની શ્રી સિંધાવદર જુથ સેવા સહકારી મંડળીમાં આજરોજ રવિવારે વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચુંટણીમાં યોજવામાં આવી હોય, જેમાં ભારે રસાકસીભરી ચૂંટણીમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઈ પરાસરાની ગેલેક્સી પેનલ સામે યુસુફભાઈ શેરસીયા તથા ઇસ્માઇલભાઈ આઇએમપીની પેનલના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર સર્જાઇ હતી…. ભારે રસાકસીભરી વચ્ચે યોજાયેલ આ ચુંટણીમાં મતગણતરી બાદ કુલ 15 બેઠકમાંથી 13 બેઠકો પર ગેલેક્સી પેનલના ઉમેદવારોનો જ્વલંત વિજય થયો હતો,…
વાંકાનેર તાલુકાની દલડી જુથ સેવા સહકારી મંડળીની ચુંટણી યોજાઈ, દિઘલીયા સરપંચની પેનલના તમામ ઉમેદવારોનો વિજય…. તાલુકા પંચાયત સદસ્ય દામજીભાઈ ધોરીયાની પેનલનો કારમો પરાજય, રાસુલભાઈ ખોરજીયાની પેનલના તમામ ઉમેદવારોનો જ્વલંત વિજય…. વાંકાનેર તાલુકાના દલડી ગામની શ્રી દલડી જુથ સેવા સહકારી મંડળીની આજરોજ ચુંટણી યોજાઈ હતી, જેમાં આ ચુંટણીમાં દિઘલીયા ગામના સરપંચ રાસુલભાઈ ખોરજીયાની અને તાલુકા પંચાયતના સદસ્ય દામજીભાઈ ધોરીયાની પેનલ વચ્ચે ભારે રસાકસી વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં રસુલભાઈ ખોરજીયાની પેનલના તમામ ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે… દલડી જુથ સેવા સહકારી મંડળીમાં વિજેતા ઉમેદવારો… ૧). રવજીભાઈ ગોવાભાઈ પરમાર (અનુ. જાતી અનામત)૨). તસ્લીમ રજાકહુશેન (નાના સિમાંત)૩). રીમીબેન મામદભાઈ શેરસીયા (મહિલા અનામત)૪). ફાતમાબેન આહમદ પરાસરા…
દિવાળીમાં ફટાકડા ફોડવાની ના પાડ્યાં નો ખાર હવે ઉતાર્યો : વાંકાનેરના આરોગ્યનગરમાંં યુવાન પર બે શખ્સોનો હુમલો…. વાંકાનેર શહેરના કુંભારપરા ખાતે રહેતા એક યુવાને દિવાળી સમયે તેના પાડોશીને ફટાકડા ફોડવાની ના પાડી હોય જે બાબતનો ખાર રાખી બે શખ્સોએ ગતરાત્રીના યુવાન પર ઇંટના ટુકડાથી હુમલો કરી માર માર્યાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ મામલે પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા ફરિયાદી જીવણભાઈ ભરતભાઈ રાઠોડએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી પ્રભાતભાઈ નરેશભાઈ સોલંકી અને ગુગો કનુભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત દિવાળીના સમયે ફરિયાદીના દાદા…
વાંકાનેરમાં દીકરા સાથે થયેલ ઝઘડાનો ખાર રાખીને હથિયાર સાથે ઘરમાં ઘૂસીને દંપતી ઉપર જીવલેણ હુમલો વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા યુવાનને તે વિસ્તારમાં રહેતા શખ્સની સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને છ થી વધુ શખ્સો તે યુવાનના ઘરે પાઇપ, ધોકા અને છરી જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનના માતા-પિતાને હુમલો કરીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા આધેડને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાની કોશિશ, રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ…
વાંકાનેરના માટેલ નજીક અમરધામ પાસેથી બે બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો, એક ફરાર…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમના માટેલ નજીક પેટ્રોલિંગ દરમિયાન અમરધામ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તલાસી લેતા તેની પાસે રહેલ સફેદ બાચકામાંથી બે બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેથી પોલીસે યુવાનની અટકાયત કરી, વિદેશી દારૂનો જથ્થો વેચનાર અન્ય એક શખ્સ સામે પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઢુવા-માટેલ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન અમરધામ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી નાનજીભાઈ ઉર્ફે નાનુભાઈ મૈયાભાઇ ગમારા (ઉ.વ. ૩૩, રહે. નવા ઢુવા)ને રોકી તલાશી લેતા…
વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પરથી જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો…. વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પરથી એક શખ્સને જામગરી બંદૂક સાથે રંગે હાથ ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પર શિવજી મંદિર પાસે એક શખ્સ ગેરકાયદેસર બંદુક સાથે ઉભો હોવાની બાતમીના આધારે વાંકાનેર સિટી પોલીસે સ્થળ પર દરોડો પાડી આરોપી હાજીભાઈ ઇબ્રાહિમભાઈ મોવર (ઉ.વ. ૪૦, રહે. ધમરનગર સોસાયટી, નવાપરા) ને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેરના જામસર ગામે વિદેશી દારૂના 77 પાઉચ સાથે એક ઝડપાયો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે તાલુકાના જામસર ગામે સરકારી નિશાળ પાછળ ખરાબામા દરોડો પાડી આરોપી મુકેશ રાણાભાઈ ડાભી ઉ.25 નામના યુવાનને વિદેશી દારૂ રોયલ ક્લાસિક બ્રાન્ડ 180 મીલીના 77 પાઉચ કિંમત રૂપિયા 7700 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા ૯૨ પોલીસ કર્મચારીની આંતરિક બદલી કરાઈ