વાંકાનેરના મહિકા-હોલમઢ ગામ નજીકથી 672 બોટલ વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ…. ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી વિદેશી દારૂ સહિત કુલ રૂ. 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, વાહન ચાલક ફરાર…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના મહિકા ગામથી હોલમઢ ગામ વચ્ચે મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા પરથી ફિલ્મ ઢબે એક બોલેરો પીકઅપ વાહનનો પીછો કરી 672 બોટલ વિદેશી દારૂની ઝડપી પાડી હતી, જેમાં વાહન ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મુકી નાસી જતાં પોલીસે આ બનાવમાં વિદેશી દારૂ તથા બોલેરો પીકઅપ સહિત કુલ રૂ. 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બોલેરો ચાલક…
કવિ: wcity
ડ્રાઇવર-ડે નિમિત્તે વાંકાનેર એસટી ડેપો ખાતે શ્રેષ્ઠ કામગીરી કરનાર ડ્રાઇવરોને સન્માનિત કરાયા…. સમગ્ર વર્ષ દરમિયાન એકપણ આકસ્મિક બનાવ ન બનવા તેમજ ઇંધણની બચત કરનાર ડ્રાઇવરોને પત્રકારોના હસ્તે સન્માનિત કરાયા… વાંકાનેર એસટી ડેપો ખાતે આજરોજ ડ્રાઇવર – ડે નિમિત્તે ડ્રાઇવરોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન એસ.ટી. બસ ચલાવી નાના-મોટા એકપણ આકસ્નમિક બનાવ ન બનવા તેમજ ડિઝલ(ઈંધણ) ની બચતમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ ડ્રાઇવરોને પ્રમાણપત્ર તથા ગુલબ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા… જેમાં રાજકોટ કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વાંકાનેર એસટી ડેપોના બસ ડ્રાઇવર દિલીપભાઈ ઘોડાદ્રા, મહિપાલસિંહ જાડેજા તથા…
વાંકાનેર શહેરમાં એલસીબીએ કરી દારૂની ચાર રેડ !: સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેર શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર છૂટથી દેશી દારૂનું વેચાણ થતું હોય તેવો ઘાટ હાલમાં જોવા મળી રહ્યો છે કેમ કે, મોરબી એલસીબીની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને વાંકાનેર શહેરની અંદર જુદી જુદી ચાર જગ્યાએ દેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા મોરબી જિલ્લામાં દેશી દારૂ, વિદેશી દારૂ, ડ્રગ્સ સહિતની અનેકનસાકારક વસ્તુઓનું છૂટથી વેચાણ થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને જો વાંકાનેર શહેરની વાત કરીએ તો સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ વાંકાનેર શહેરમાં અનેક જગ્યા…
વાંકાનેર ના લાકડાધાર ગામે જાહેરમાં જુગાર રમતા 9 પત્તા પ્રેમી પકડાયા વાંકાનેર ના લાકડધાર ગામે જાહેરમાં જુગાર રમતા 9 પત્તા પ્રેમી 36.500 મુદ્દા માલ સાથે પકડાયા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગ દરમિયાન લાકડધાર ગામે પહોંચતા અમુક ઇસમો જાહેરમાં કુંડળ વાળી જુગાર રમતા ત્યાં રેડ કરતા જુગાર રમતા (૧) જયદીપ ધીરુભાઈ જોગરાજીયા(૨) રણછોડભાઈ વિહાભાઇ અણીયારીયા (૩) સુરેશભાઈ રમેશભાઈ ધોરીયા(૪) કાનજીભાઈ સાદુરભાઈ માલકીયા(૫) રણછોડભાઈ લખમણભાઇ માલકીયા(૬) લાલજીભાઈ મશરૂભાઈ અણિયારીયા(૭) દેવરાજભાઈ હીરાભાઈ માલકીયા(૮) વાઘજીભાઈ ચકુભાઈ અણીયારીયા(૯) લખમણભાઇ જીવાભાઈ બાવરીયા તમામ રહે લાકડધા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી સહિતને પકડીને કુલ રૂપિયા 36.500 મુદ્દામાલ કબજે કરી જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં…
વઘાસિયા પાસે બોગસ ટોલનાકાના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી જીલ્લામાં ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની ફરિયાદ આધારે પોલીસે ત્રણ આરોપીને પકડ્યા હતા અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને ફરધર રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આવ્યા હતા જો કે, કોર્ટે ફરધર રિમાન્ડ મંજૂર ન કરતાં હાલમાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝાને બાયપાસ કરીને ટોલનાકાની બાજુમાં આવેલ વ્હાઇટ હાઉસ નામના બંધ પડેલા કારખાનામાંથી ગેરકાયદેસર રસ્તો કાઢીને ગેરકાયદે ટોલના ઉઘરાણા કરવામાં…
ગુજરાતની નગરપાલિકાઓના 27 ચીફ ઓફિસરોની એક ઝાટકે બદલી, જાણો કયા કયા
બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં નવ દોષિતોએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમયની વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતોને રવિવાર સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તેની વધુ મુદત વધારવાની અરજી ફગાવી દીધી છે. ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં નવ દોષિતોએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આત્મસમર્પણ માટે વધુ સમયની વિનંતી કરી હતી. શુક્રવારે દોષિતોની અરજીને ફગાવીને જસ્ટિસ બીવી નાગરથનાની આગેવાની હેઠળની બેન્ચે દોષિતોને રવિવાર સુધીમાં જેલમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો.…
વડોદરા હરિણી લેક દુર્ઘટના : પીએમ મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવાર માટે 2 લાખની સહાય જાહેર વડોદરા હરિણી લેક દુર્ઘટના મામલે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, “દુ:ખની આ ઘડીમાં હું શોકગ્રસ્ત પરિવારો સાથે છું, ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાથના સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય કરી રહ્યું छे” આ ઉપરાંત મૃતકોના પરિવારને 2 લાખની સહાય જાહેર, ઘયલોને 50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઘયલોને 50 હજારની મદદ અને મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિધાર્થીઓ પિકનિક મનાવવા માટે હરણી તળાવ ખાતે પહોંચ્યા હતા.…
વડોદરાના હરણી તળાવમાં નાવ ડૂબી જવાની ઘટનામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે ત્યારે અગાઉ 12 લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું હતુ જે બાદ હવે આંકડો વધીને 14 થયો છે. મળતી માહિતી મુજબ બોટમાં 31 લોકો સવાર હતા, જેમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 બોટનો સ્ટાફ હોવાનું જાણવા મળ્યું છે. હાલ ડુબેલા લોકોને બચાવવાની કાંમગીરીમાં NDRFની ટીમ લાગેલી છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, વડોદરાના હરણી તળાવમાં બોટમાં પર્યટન માટે ગયેલ શાળાના બાળકો તથા શિક્ષકોના બોટ પલટવાની દુર્ઘટનામાં ડૂબી જવાના સમાચાર ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક છે. આ દુર્ઘટનામાં જીવ…
વાંકાનેરના લાકડધાર ગામના પરિવારને ટીકર નજીક નડ્યો અકસ્માત, કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં જ પરિવારના ત્રણ વ્યક્તિના મોત…. ગત મધ્યરાત્રિના મુળીના ટીકર ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક દંપતી તથા પુત્ર એમ ત્રણની જીંદગી હોમાઈ… સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાનાં ટીકર ગામ નજીક ગત મધ્યરાત્રિના એક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના એક પરિવારના સભ્યો કોઈ કામસર મુળી તરફ જઇ રહ્યા હોય ત્યારે તેમની અલ્ટો કાર ડમ્પર પાછળ ઘૂસી જતાં સર્જાયેલ અકસ્માતમાં પતિ, પત્ની અને એક પુત્ર એમ ત્રણ લોકોના મોત થયા હતા… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ ખાતે રહેતો ડાભી…