વાંકાનેર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીમાં વઘાસિયા ટોલ પ્લાઝા ટીમે સંસ્કાર બ્લડ બેંક-મોરબી ના સહયોગ થી આજે માર્ગ વપરાશકર્તાઓમાં માર્ગ સલામતી અને જરૂરિયાતમંદોને મદદ કરવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું.આ કેમ્પમાં કુલ 22 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા અને તમામ દાતાઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સંસ્કાર બ્લડ બેંક તરફ થી ડૉ. દિલીપ ચૌહાણ અને તેમની ટીમ સ્થળ પર ઉપસ્થિત રહી હતી.આ કાર્યક્રમ મુખ્ય કર્મચારીઓના સક્રિય સમર્થન અને સંકલનથી શક્ય બન્યો હતો, જેમાં અઝહર ખાન- એચ.એસ.ઇ. ઓફિસર, હવા સિંઘ-ટોલમેનેજર, વિકાસ સેહરાવત-ટોલમેનેજર અને રેનીશભાઇ જાફરાણી- ઇન્સીડેન્ટ…
કવિ: wcity
“‘શહેનશાહ મોરબી વોહે દબદબા તેરા કભી માયુસ નહી હોતા મનને વાલા તેરા”‘(મહમદશા શાહમદાર દ્વારા મોરબી) દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષ પણ હજરત રોયલા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી ઉજવવાનો આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ :-૨૩/૦૧/૨૦૨૫ ને ગુરુવાર અને મુસ્લિમ ચાંદ (૨૨) બાવીસ રજ્જબ ના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે જેમાં બપોરે (૩) ત્રણ વાગ્યે ખાટકીવાસ સૈલાની પીર દરગાહ થી જુલૂસ કાઢવામાં આવશે અને મકરાણી વાસ રોયલા પીર સરકાર ની દરગાહ પર પુર્ણ થસે ત્યાર બાદ સાંજે(૪) ચાર વાગ્યે સંદલ પોશી કરવામાં આવશે ત્યારબાદ સાંજે (૬) છ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું પણ જોરદાર આયોજન કરેલ છે ન્યાજ…
વરસાદમાં પુલમાં પડેલી પોલ વિકાસની વાતો કરનાર નેતાઓની નિષ્ક્રિયતા સાથે તંત્રની નિષ્ફળતા રહી હોય તેમ વાહન ચાલકો અને મતદાર પ્રજાએ ટ્રાફિક જામના દ્રશ્યો થી કરી રહી છે મહેસૂસવાંકાનેર શહેરમાં આશરે છેલ્લા બે ત્રણ મહિનાથી વાંકાનેર ના મુખ્ય માર્ગો પર છાશ વરે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે તે દ્રશ્યોમાં ઘણીવાર ઈમરજન્સી 108 જેવી એમ્બ્યુલન્સને પણ હાલાકી નો અનુભવ કરવો પડે છે ત્યારે વરસાદ ઉના માહોલમાં એટલે કે ચોમાસા દરમિયાન વાંકાનેર નજીકના બાયપાસ એવા રાતીદેવડી પંચાસર નું મુખ્ય માર્ગ નો પુલ પર પ્રવેશ પ્રતિબંધ થયા પછી મોટાભાગના ભારે વાહનો ટ્રક ડમ્પર સિટીમાં પ્રવેશ કરતા સતત ટ્રાફિક જામ નું દ્રશ્ય સર્જાઈ રહ્યું…
આજે બાપદાદા (બ્રહ્મા બાબા) (૧૮૭૬ – ૧૯૬૯) નો 56 સ્મૃતિ દિવસ છે. આ પ્રસંગે, વાંકાનેરમાં પ્રજાપીતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા વિશ્વ વિદ્યાલય, બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરી અને તે બાપદાદાને યાદ કર્યા હતા. બ્રહ્મા કુમારી બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય દ્વારા બ્રહ્માકુમારી સંસ્થા અને સંસ્થાપક પિતાશ્રી બ્રહ્મા બાબા ની 56 વી પુણ્યતિથિ વિશ્વ શાંતિ દિવસના રૂપમાં મનાવામાં આવી.સ્મૃતિ દિવસ નિમિત્તે 18 જાન્યુઆરી ના આખો દિવસ દરમિયાન બ્રહ્મા વત્સો એ મૌનમાં રહી યોગ સાધનની કરી.સાથે સાથે ગુજરાત જોનની હીરક જયંતિ નિમિત પિતાશ્રીને 60 પ્રકારની વસ્તુઓ પ્રસાદ ના રૂપમાં અર્પણ કરવામાં આવી.
વાંકાનેર સિટી પોલીસની હદમાં પ્રજારક્ષક તરીકેની ફરજ ના ભાગે કરેલી કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એચ વી ધેલા એ ફરજ કાળ દરમિયાન અરજદારોને વ્યવસ્થિત સાંભળી ન્યાયિક પ્રશ્નોને ધ્યાન રાખી ખરા પ્રજા રક્ષક તરીકે ની ઓળખ તો આપી જ છે સાથો સાથ પોલીસ ક્રમી ને પોતાના પરિવારની જેમ માર્ગદર્શન આપી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવાનું કાર્ય માં ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શનથી એચ.વી ઘેલા વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એ વાંકાનેર સીટી પોલીસની હદમાં વિવિધ પ્રજાલક્ષી પરિસ્થિતિને પારખી કાર્યમ ગીરી કરી છે વાર તહેવારે શાંતિ સમિતિની બેઠક કરી હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારોનો આનંદ ઉત્સવ મા ફરજ ના ભાગે બંદોબસ્ત સાથે ખરા ફરજ નિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકેની ઓળખ…
પારસીગ ભાઈ મનજીભાઈ નામનો યુવાન સજન પરથી ચોટીલા જતી વખતે ઇજાગસ્ત થયો વધુ સારવાર અર્થે મોરબી ખસેડાયો અહેમદાબાદ મિત્ર ન્યુઝ વાંકાનેર: સમગ્ર રાજ્યભરમાં પશુ પક્ષી માનવસેવકો સહિત સમગ્ર સરકારી કર્મચારીઓ પશુ પક્ષી માનવ ઈજાગ્રસ્ત ના થાય તેવા પ્રયાસો ના ભાગરૂપે લોક જાગૃતિ અભિયાન સહિત વાહન ચાલકો માટે પ્રોટેક્શન એંગલ અર્પણ કરી પશુ પક્ષી હિત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું છતાં વિવિધ શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં મકરસંક્રાંતિ અંતર્ગત ઉડતી પતંગો લુટવા અને કપાયેલા પતંગ ના દોરાથી લોકો ઇજાગ્રસ્ત બન્યા છે ત્યારે વાંકાનેર ના મહિકા ગામ ખાતે કપાયેલા દોરાથી બચવા મોટરસાયકલ ચાલક ફગોડાઈ જતા આગળ આઇસરમાં ટકરાયો અને વધુ ઇજાગ્રસ્ત થયો હતો…
“‘વાંકાનેર ની અંધ અપંગ ગૌ-આશ્રમ દ્વારા ગૌશાળાના ઘાસચારા માટે મિલ પ્લોટ માં દાતાઓનું દાન નું સ્ટોલ મુકાયુ”‘ વાંકાનેર સીટી ન્યુઝ વાંકાનેર: 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ નિમિત્તે દાન પુણ્ય નો દિવસ માં ગૌ:- ભક્તો દ્વારા લીલા સૂકા ઘાસચારા અને ગૌશાળાના લાભાર્થે જુદા જુદા વિસ્તારોમાં દાન ફંડ એકત્રિત કરવા માં આવતું હોય છે ત્યારે વાંકાનેરમાં મિલ પ્લોટ વિસ્તારમાં અંધ અપંગ ગૌ-આશ્રમ ના લાભાર્થે મિલ પ્લોટ વિસ્તારના મુસ્લિમ યુવાનોએ એકતાનો સંદેશ આપ્યો છ. મિલ પ્લોટ ચોકમાં જાહેર માર્ગ પર પસાર થતા વાહન ચાલકો સમક્ષ દાન ફંડ કરી પશુ ઢોર ગાય માતાના લાભાર્થે ભિક્ષાવૃત્તિ કરી ફંડ ચંદો એકત્રિત કરવા ની કામગીરી કરી રહ્યા છે…
વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા. ૧૧/૦૧/૨૦૨૫ થી તા. ૧૨/૦૧/૨૦૨૫ (શનિવાર અને રવિવાર) દરમિયાન વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વાંકાનેર તાલુકાનાં શિક્ષકોના બે ગ્રૂપની કુલ ૬ ટીમ વચ્ચે ૬ લીગ મેચ, ૨ સેમી ફાઈનલ મેચ અને ૧ ફાઈનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૧/૦૧/૨૦૨૫, શનિવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જસદણ સિરામિક ગ્રૂપના માલિક શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાતીદેવળીના શ્રી મહાવીરસિંહ ઝાલા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી યુવરાજસિંહ વાળા, મહામંત્રી શ્રી નજરુદ્દીનભાઈ માથકિયા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ શ્રી દેવરાજભાઈ રબારી,…
વાંકાનેર : વાંકાનેર તાલુકાના શ્રી તીથવા તાલુકા શાળા ખાતે ઉતરાયણના આગળના દિવસે વાંકાનેર સાઇબર ક્રાઇમ સેલ દ્વારા પતંગ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમના હેડ કોન્સ્ટેબલ શ્રી કિર્તીસિંહ સાહેબ તથા હકુભા સાહેબ હાજર રહ્યા હતા અને તેમના વરદ હસ્તે બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ તકે હેડ કોન્સ્ટેબલ શ્રી કિર્તીસિંહ સાહેબ દ્વારા બાળકોને સાઇબર ક્રાઇમ બ્રાન્ચ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ સાઈબર ફ્રોડ થી બચવાના તકેદારીના પગલા તેમજ પતંગ ઉડાવતી વખતે જાણીએ અજાણિયે પશુ પંખીઓને કોઈ નુકસાન ના પહોંચે તેના તકેદારીના પગલાં તેમજ ઘાયલ પંખીને સારવાર કેવી રીતે આપી શકાય તેના વિશે વિસ્તૃત સમજ અને જાણકારી આપી…
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજના અંગે જિલ્લા કક્ષાના અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારના લોકોને માહિતગાર કર્યા હતાસરકાર દ્વારા વિવિધ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા યોજનાઓ જનહિત કાર્ય અંતર્ગત ચાલી રહી છે તેનાથી મોટાભાગના લોકો વંચિત ના રહે તેવા ઉદ્દેશ સાથે સરકાર દ્વારા લોકાભીમુખ અભિગમ અંતર્ગત રાત્રીય સભા યોજાય હતી જે વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ ખાતે તાજેતરમાં જ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પીજીવીસીએલ ખેતી વિભાગ પોલીસ તંત્ર વગેરે અધિકારીઓ ની ઉપસ્થિતિમાં રાત્રીય સભા યોજવામાં આવી હતી જેમાં સ્થાનિક પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે લોકાભીમુખ…