સ્ટંટ બાઝો સાવધાન : વાંકાનેરના મહીકા ગામ નજીક હાઇવે પર જોખમી બાઇક સ્ટંટ કરતો યુવાન ઝડપાયો…. છેલ્લા થોડા દિવસોથી વાંકાનેર વિસ્તારમાં જોખમી બાઇક સ્ટંટ કરતાં યુવાનોએ માઝા મૂકી હોય અને અવારનવાર તેના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય, જેમાં વધુ એક આવો વિડિયો મહીકા ગામ નજીક નેશનલ હાઈવે પરનો વાયરલ થતાં પોલીસે આ યુવાનની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું છે… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક નેશનલ હાઈવે પર એક યુવાન દ્વારા રાત્રીના સમયે પોતાની અને બીજાની જીંદગીને જોખમમાં મૂકી સુતા સુતા બાઇક ચલાવી સ્ટંટ કરતાં ખોટા સીન સપાટા કરી તેનો વિડીયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરતા…
કવિ: wcity
વાંકાનેરના પલાસ ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓ રૂ. 61,600 ના મુદ્દામાલ સાથે ઝડપાયાં…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના પલાસ ગામે આવેલ સેટાણીયા પરિવારના મઢ સામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પત્તા પ્રેમીઓ પર દરોડો પાડી ત્રણ શખ્સોને રોકડ રકમ રૂ. 68,600ના મુદ્દામાલ સાથે રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડી ત્રણેય સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેરના પલાસ ગામ ખાતે આવેલ સેટાણીયા…
રાજસ્થાનની રાજધાની જયપુરમાં કરણી સેનાના પ્રમુખ શિવ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કરણી સેનાના બે જૂથો વચ્ચેના વિવાદ બાદ કાયરિંગ થયું હતું. આ ઘટના શુક્રવારે જયપુરના ચિત્રકૂટમાં બની હતી. કરણી સેનાના મહિપાલ સિંહ મકરાણા પર કથિત રીતે રાષ્ટ્રીય કરણી સેનાના શિવ સિંહ શેખાવતના બંદુકધારીઓએ હુમલો કર્યો હતોશિવ સિંહ શેખાવતે દાવો કર્યો છે કે મહિપાલ સિંહ મકરાણાના માણસોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. તે સ્પષ્ટ નથી કે તેમની વચ્ચે ઉગ્ર દલીલનું કારણ શું હતું. ફાયરિંગના સ્થળેથી મળેલા વિડિયોમાં ઘાયલ મહિપાલ સિંહ મકરાણા સોફા પર પડેલાં જોવા મળે છે. બીજા વીડિયોમાં તેનો લોહીથી લથબથ ચહેરો જોઈ શકાય…
વાંકાનેર ના લુણસરિયા ગામે 250 વૃક્ષારોપણ નું કરાયું: સખી દાતાના સહયોગથી વૃક્ષ પોટેકશન પિંજરા સાથે મુકાયા: પૂર્વ સરપંચે સર્વેનો આભાર વ્યક્ત કર્યો વાંકાનેર પંથકમાં ચોમાસાની ઋતુ શરૂ થતા ની સાથે જ લુણસરિયા ગ્રામ પંચાયત દ્વારા 250 વૃક્ષોનું રોપણ કાર્ય કરાયું હતું જે જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શનથી લુણસરિયા ગામ પંચાયતે લુણસરિયા નવાજૂના અને બોકડ થંભા માં પ્રાથમિક સરકારી શાળામાં તેમજ લુણસરિયા થી બોકડ થંભા મુખ્ય માર્ગો પર કુલ 250 જુદા જુદા વૃક્ષોનું રોકાણ કરવામાં આવ્યું હતું તેમાં વૃક્ષોના પ્રોટેક્શન અંતર્ગત પિંજરા સખી દાતાના રમેશભાઈ ધોડકિયા સંયોગથી કરેલ આ કાર્યક્રમ તારીખ 12 7 2024 ના રોજ સવારે 10 વાગ્યાના સુમારે શરૂ…
વાંકાનેરના સરતાનપર નજીક આવેલ કારખાનામાં રહેતા પરિવારના સગીર બાળકનું ઝાડા ઉલટીની બીમારીમાં મોત વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા સગીરને ઝાડા ઉલટીની બીમારી હતી અને વધુ અસર થતા તેને બેભાન હાલતમાં વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ આસામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ વરમોરા યુનિટ-2 માં કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા…
વાંકાનેર માટેલ રોડ ઉપર આવેલા કારખાનામાં ઈલેક્ટ્રીક સોટ લાગતા યુવાનનું મોત વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરી હતી જોકે બનાવો વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોય ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડિઝાઇન નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા રેંગો સીડીયુ સવૈયા (૩૧) નામના યુવાનને ઇલેક્ટ્રીક…
વ્યાજના વીસચક્રમાં ફસાયેલા લોકો આગળ આવેઃ PSI એસ.આઈ.સુમરા વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ એસ.આઈ.સુમરાની મહેનતથી ખેડૂતે વ્યાજે લીધેલ રકમ સામે રજીસ્ટર્ડ સાટાખત કરાવી લઈ લીધેલ તે જમીન પરત આપવામાં આવી આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, વિસાવદરના નાના કોટડા ગામે રહેતા મનજીભાઈ પરશોતમભાઈ વઘાસીયાની જમીન વિસાવદર તાલુકાનાં નાનાકોટડા ગામે સીમ જમીન રેવન્યુ સર્વે નં.૧૮૪/પૈકી-૧ ની હે- ૧-૩૪- ૫૬ આરે.ના ક્ષેત્રફળની જગ્યા આવેલ હતી અને મારા કુટુંબીક કાકા છગનભાઈને પૈસાની જરૂરીયાત હોવાથી દેવાભાઈ ભોજાભાઇ રામ રહે.આરેણા ગામ તા.માંગરોળ નાંઓપાસેથી વ્યાજે પૈસા લીધેલ અને તેની સાથે અમારી જમીનનું સીકયુરીટી પેટે સાટાખત તા.૦૬/૦૪/૨૦૦૯નાં રોજ સબ રજીસ્ટાર રૂબરૂ ધાકધમકીથી આ કામનાં…
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પેડક સોસાયટીમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી (૧)પંકજભાઇ ચતુરભાઇ વિકાણી (૨) મહેશભાઇ ગોવિંદભાઇ પલાણી (૩) મહેશભાઇ ચતુરભાઇ વિકાણી (૪) ઉમેશભાઇ મનસુખભાઇ વિકાણી અને (૫) મુકેશભાઇ નાજાભાઇ ગોહેલને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,800 કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગારીડા ગામથી થોડે આગળ વાંકાનેર બાઉન્ડ્રી તરફ તીરથ હોટલની પાસે અજાણ્યા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા ટાટા કંપનીની નેક્સોન ફોરવ્હીલ કાર નંબર GJ.36.AF.0443 લઈને જઈ રહેલ દર્શનકુમાર રાજેશકુમાર મેર રે.રામાપીરના મંદીર પાસે, કુંભારપરા, વાંકાનેર વાળાની કાર ટ્રકના ઠાઠામાં ઘુસી જતા કારમાં બેઠેલા તથા કારમા બેઠેલ સાહેદ સ્વપ્નીલભાઇને ડાબા હાથમા, હાર્દીકભાઇને ડાબા પગે ફેકચર તથા અજીમુદીનભાઇને માથાના ભાગે મુંઢ ઇજા પહોચી હતી. અકસ્માત બાદ અજાણ્યા ટ્રકનો ચાલક ટ્રક લઇ નાશી જતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
વાંકાનેરના માટેલ ગામની સીમમાં દારૂની દુકાન ઝડપાઇ ક્રાઇમબ્રાન્ચે 1.56લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો, એક ફરાર વાંકાનેર : મોરબી ક્રાઇમબ્રાન્ચે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં વાડીના શેઢે બનાવેલ દુકાનમાંથી વિદેશી દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે એક શખ્સને દબોચી લઈ 1.56 લાખનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય એક શખ્સની સંડોવણી ખુલતા બન્ને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને મળેલી બાતમીને આધારે માટેલ ગામની સીમમાં કયુરો વિટ્રીફાઇડ સિરામિક પાછળ આવેલ વાડીના શેઢે બનાવેલ દુકાનમાં દરોડો પાડતા આરોપી હિતેશ ખીમજીભાઈ ચાવડા રહે.માટેલ ગામની સીમ વાળાની દુકાનમાંથી 8 પીએમ અને ગ્રીન…