વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા એક વેપારી પોતાના બાઇક પર જઇ રહ્યા હોય, ત્યારે તેને રસ્તામાં રોકી એક શખ્સએ પોલીસને દારૂની બાતમી આપતા હોવની શંકા રાખી હુમલો કરી બેફામ માર મારી નાક તથા પગના ભાગે ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવમાં પોલીસે વેપારીની ફરિયાદ પરથી એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દિવાનપરા ખાતે ગોપાલ ટી ડેપો નામે ચાની ભૂક્કીનો વેપાર કરતા વેપારી નીતિનભાઈ રમણીકલાલ ખીરૈયા(ઉ.વ. ૫૧)એ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી હિતેશસિંહ વનરાજસિંહ ઝાલા (રહે. આરોગ્યનગર, હાલ રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૨૭ ના રોજ ફરિયાદી…
કવિ: wcity
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે પલાસડી ગામે દરોડો પાડી આરોપી મહેશભાઇ કરમશીભાઇ મદ્રેસાણીયા, કાંતીલાલ કરમશીભાઇ મદ્રેસાણીયા, રઘુભાઇ બચુભાઇ પીપળીયા અને કેસાભાઇ બચુભાઇ પીપળીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી
વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરની ગુજરાત સરકારના કેબિનેટમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને કરેલ સફળ રજૂઆત થકી વાંકાનેર તાલુકાના મેસરીયા અને ઠીકરિયાળા નાની સિંચાઇ યોજના તેમજ રાતડિયા ગામથી શરૂ થતાં તળાવ ઉંડા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં હાલ મેસરિયા અને ઠિકરીયાળા નાની સિંચાઇ યોજનાના પ્રથમ ચરણમાં તળાવના બંધના મુખ્ય ભાગનું સંપૂર્ણ પણે રીનોવેશન, માટી પાળા ઉપરનું પીચીંગ, હેડ રેગ્યુલેટરનું નવીનીકરણ, જૂનો વેસ્ટ વિયર તોડી નવો બનાવવાના કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યા છે.આ ઉપરાંત વાંકાનેર તાલુકાના ગામડાઓમાં તળાવો ઉંડા કરી મજબૂત પાળ બાંધવાના કામ માટે મોરબી જિલ્લામાં સૌ પ્રથમ વખત રાજ્ય સરકારના સિંચાઈ વિભાગની મશીનરી થકી વાંકાનેર તાલુકાના…
હળવદ નજીક હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ: ટ્રકમાંથી ૧૧ લાખથી વધુની કિંમતનો દારૂ-બિયર પકડ્યો ગુજરાતનાં જુદાજુદા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દ્વારા સફળ રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ અમદાવાદ હાઇવે ઉપર સુખપર ગામ પાસે સફળ રેડ કરવામાં આવી છે અને ત્યાં આવેલ હોટલ રામદેવના પાર્કિંગમાંથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલ ટ્રકને પકડવામાં આવેલ છે અને ૧૧ લાખથી વધુની કિંમતના દારૂ અને બિયર સાથે હાલમાં એક શખ્સને ઝડપી લેવામાં આવેલ છે અને કુલ મળીને ૨૬.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે મોરબીના પીપળીયા ચાર રસ્તા…
વાંકાનેરના લક્ષ્મીપરા જમાતખાના પાસે યુવાન તેના ભાઈને વિસ્તારમાં ન આવા બાબતે બોલાચાલી કરનારા શખ્સની સાથે વાત કરવા માટે ગયો હતો ત્યારે ત્યાં ગાડીમાં આવેલા શખ્સે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકા પાટુનો માર માર્યો હતો અને એક શખ્સે છરી વડે યુવનની ઉપર હુમલો કરવામાં આવતા ડાબી આંખની સાઈડમાં તેને ઈજા થઈ હતી તેમજ ફરિયાદી અને સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આ બનાવ સંદર્ભે હાલમાં ફરિયાદ નોંધાવી છેબનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાતે…
સોનાનાં દાણાની ખરીદીના બહાને વેપારીની નજીક ચુકવી ત્રણથી ચાર છોકરીઓ 205 નંગ સોનાનાં દાણાની ચોરી કરી ફરાર…. વાંકાનેર શહેરમાં દિનપ્રતિદિન સતત ચોરીના બનાવો વધી રહ્યા છે, જેમાં મોટાભાગના બનાવોમાં પોલીસ ફરિયાદ થતી નથી અથવા તો પોલીસ ફરિયાદ નોંધાતી નથી, જે વાત જગજાહેર થઇ છે, ત્યારે વધુ વાંકાનેર સીટી પોલીસની કામગીરીની ચાર ચાંદ લગાવતો વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં સીસીટીવી ફૂટેજ સહિતના સ્પષ્ટ પુરાવાઓને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા બે જ્વેલર્સની દુકાનોમાંથી રૂ. 4.5 લાખની કિંમતના સોનાના દાણાની વેપારીની નજર ચૂકવી ચોરી કરવામાં આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની મેઇન બજારમાં બાલાજતી જ્વેલર્સ નામે સોનીકામની…
વાંકાનેર શહેરની મિલપ્લોટ ફાટક પાસે ટ્રકના વ્હીલ બાઇક સવાર પર ફરી વળતાં આધેડનું મોત…. ફાટક ખુલતા સમયે ટ્રાફિક દરમિયાન ટ્રક પાછો પડતાં ડબલ સવારી બાઇકનો કચ્ચરઘાણ, પાછળના વ્હીલમાં આવી જતા આધેડનું મોત… વાંકાનેર શહેરની મિલપ્લોટ રેલવે ફાટક પાસે ફાટક ખુલવાની રાહ જોઇ ઉભેલા એક પિતા-પુત્રના બાઈક ઉપર ત્યાંથી પસાર થતો એક ટ્રક પાછો પડતા ટ્રકના વ્હીલ બાઇક ચાલક આધેડના શરીર પર ફરી વળતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં આ બનાવમાં ઇજાગ્રસ્ત આધેડનું મોત થતાં મૃતકના પુત્રએ ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમિત દિલિપભાઈ પંડ્યા(રહે. મીલ કોલોની, વાંકાનેર)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી…
વાંકાનેર શહેરની મિલપ્લોટ ફાટક પાસે ટ્રકના વ્હીલ બાઇક સવાર પર ફરી વળતાં આધેડનું મોત ફાટક ખુલતા સમયે ટ્રાફિક દરમિયાન ટ્રક પાછો પડતાં ડબલ સવારી બાઇકનો કચ્ચરઘાણ, પાછળના વ્હીલમાં આવી જતા આધેડનું મોત વાંકાનેર શહેરની મિલપ્લોટ રેલવે ફાટક પાસે ફાટક ખુલવાની રાહ જોઇ ઉભેલા એક પિતા-પુત્રના બાઈક ઉપર ત્યાંથી પસાર થતો એક ટ્રક પાછો પડતા ટ્રકના વ્હીલ બાઇક ચાલક આધેડના શરીર પર ફરી વળતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં આ બનાવમાં ઇજાગ્રસ્ત આધેડનું મોત થતાં મૃતકના પુત્રએ ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….બનાવની પ્રાપ્ત વિગતો મુજબ અમિત દિલિપભાઈ પંડ્યા(રહે. મીલ કોલોની, વાંકાનેર)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સરપંચનું અપહરણ, જાતી પ્રત્યે હડધૂત કરી માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ… .પંચાયતના વહીવટ બાબતે પંચાયતના સભ્યએ ગાડીમાં અપહરણ કરી જાતી પ્રત્યે હડધૂત કર્યા, તો બીજી તરફ સગાભાઇએ માર મારી ફરિયાદ કરવાની ના પાડી દવા પી જવાની ધમકી આપી… .વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સરપંચને ગ્રામ પંચાયતના વહીવટ બાબતે મનદુઃખ રાખી ગ્રામ પંચાયતના એક સભ્ય દ્વારા સરપંચનું ગાડીમાં અપહરણ કરી લઈ જઈ, સહીઓ કરાવી બાદમાં રસ્તામાં ઉતારી જાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા, જે બાદ સરપંચના સગા ભાઇએ આરોપી સામે ફરિયાદ કરવાની ના પાડી માર મારી અને જો ફરિયાદ કરીશ તો દવા પી જવાની ધમકી આપતા બાબતે ફરિયાદી સરપંચએ…
વાંકાનેર સીટી પીઆઇ સોલંકીની બદલી કરતા જીલ્લા પોલીસ વડા, નવા પીઆઈ તરીકે એચ. વી. ઘેલાની નિમણૂક કરાઇ…. મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આજે વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી. ડી. સોલંકીની બદલી કરી તેઓને IUCAW-મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. આ સાથે જ IUCAW-મોરબીમાં રહેલ પી.આઈ. શ્રી એચ. વી. ઘેલાની વાંકાનેર સીટી પી.આઈ. તરીકે નિમણૂક કરવામાં આવી છે…. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી વાંકાનેર સીટી પીઆઈ સોલંકી કેટલાક વિવાદોથી ઘેરાયેલા હોય, અને અવારનવાર અરજદારો સાથે ગેરવર્તન અને પોલીસ ફરિયાદ નોંધવામાં આનાકાનીની ફરિયાદો પીઆઈ સામે ઉઠી હોય ત્યારે આજે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી…